Olympic 2036 માટે હોસ્ટ ગુજરાત બને તેના માટે AMCએ કવાયત કરી તેજ
વર્ષ 2036 દરમિયાન ઓલમ્પિક ગુજરાતમાં રમાડવી તેવું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે ભારણ અમદાવાદ પર રહેશે અને તેને લઈને જ તમામ તબક્કે શહેરને તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2036માં શહેરમાં સુવિધાઓ કેવી કેવી હોય શકે તેને લઈને એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, જેના પાછળ મનપા 12 કરોડનો ખર્ચ કરશે. આમ તો અનેક તબક્કે કામગીરી શરુ કરી દેવાઈ છે, પરંતુ પ્રાથમિક સુવિધા બાબતે હજુ શહેર સક્ષમ નથી. જેથી હવે તે દિશામાં તૈયારીઓ શરુ કરાઈ છે.કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મનપા દ્વારા શરુ કરાઈ તૈયારી કેન્દ્રમાં હાલમાં ભાજપ સરકાર છે અને તેમના દ્વારા ઓલમ્પિક ગુજરાતમાં રમાય તેના માટે પ્રયાસ તેજ કરી દેવાયા છે, તે આર્થિક બાબત હોય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી પરિવહન હોય તેના માટે અત્યારથી સુવિધા ઉભી કરાઈ રહી છે. પરંતુ પ્રાથમિક જરૂરિયાત કે પછી સ્થાનિક પરિવહન માટે મનપા એટલું તૈયાર નથી અને તેના માટે મનપા દ્વારા 2036 ઓલમ્પિકને ધ્યાનમાં રાખી સુવિધા માટે ચોક્કસ પેરામીટર મુજબ તૈયારી હવે શરુ કરવામાં આવી છે, તેના માટે એક કન્સલ્ટન્ટ કંપનીને ટેન્ડર આપ્યું છે. જેમના દ્વારા 3 તબક્કામાં કામગીરી કરવામાં આવશે. કંપની ત્રણ તબક્કામાં કામગીરી કરશે આ કંપની દ્વારા શહેરમાં હેલ્થ, હોસ્પિટાલિટી, ડ્રેનેજ, સ્થાનિક પરિવહન, ટ્રાફિક એકોમોડેશન, યુટીલીટી સહિતના મુદ્દે સર્વે કરશે. આ કંપની ત્રણ તબક્કામાં કામગીરી કરશે જેમાં પહેલા સરવે, ત્યારબાદ પ્લાન આપશે કે શહેરમાં કેવી સુવિધા હોવી જોઈએ અને બાદમાં ફાઈનાન્સ મેનેજમેન્ટના પ્લાન આપશે. જે કંપનીને કામ સોંપવામાં આવ્યું છે તે ભૂતકાળમાં લંડન, અમેરિકા સહિતના દેશોમાં કામ કરી ચૂકી છે કે જ્યાં ઓલમ્પિક રમવાના છે કે પછી રમાઈ ચુક્યા છે. આ કંપની જે પ્લાન આપશે તે પ્લાન 2047 સુધીનો હશે. સાણંદના ગોધાવી પાસે પણ ઓલમ્પિક સીટી માટે તૈયારીઓ શરુ કરાઈ ઓલમ્પિક રમાડવા માટે તેમના દ્વારા કેટલીક મિનિમમ જરૂરિયાત મુજબ માગણીઓ કરવામાં આવે છે, ત્યારબાદ એ મુજબ સર્વેની કામગીરી કરવામાં આવે છે. જો એ જરૂરિયાત પૂર્ણ થઈ શકે તેમ હોય તો જ ઓલમ્પિક રમાડવા માટે મંજૂરી મળી શકે છે. આ અગાઉ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવી રહ્યું છે, આ સિવાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સ્પોર્ટ્સ સીટી અને સાણંદના ગોધાવી પાસે પણ ઓલમ્પિક સીટી માટે તૈયારીઓ શરુ કરાઈ છે. આમ, તમામ દિશામાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વર્ષ 2036 દરમિયાન ઓલમ્પિક ગુજરાતમાં રમાડવી તેવું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે ભારણ અમદાવાદ પર રહેશે અને તેને લઈને જ તમામ તબક્કે શહેરને તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2036માં શહેરમાં સુવિધાઓ કેવી કેવી હોય શકે તેને લઈને એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, જેના પાછળ મનપા 12 કરોડનો ખર્ચ કરશે. આમ તો અનેક તબક્કે કામગીરી શરુ કરી દેવાઈ છે, પરંતુ પ્રાથમિક સુવિધા બાબતે હજુ શહેર સક્ષમ નથી. જેથી હવે તે દિશામાં તૈયારીઓ શરુ કરાઈ છે.
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મનપા દ્વારા શરુ કરાઈ તૈયારી
કેન્દ્રમાં હાલમાં ભાજપ સરકાર છે અને તેમના દ્વારા ઓલમ્પિક ગુજરાતમાં રમાય તેના માટે પ્રયાસ તેજ કરી દેવાયા છે, તે આર્થિક બાબત હોય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી પરિવહન હોય તેના માટે અત્યારથી સુવિધા ઉભી કરાઈ રહી છે. પરંતુ પ્રાથમિક જરૂરિયાત કે પછી સ્થાનિક પરિવહન માટે મનપા એટલું તૈયાર નથી અને તેના માટે મનપા દ્વારા 2036 ઓલમ્પિકને ધ્યાનમાં રાખી સુવિધા માટે ચોક્કસ પેરામીટર મુજબ તૈયારી હવે શરુ કરવામાં આવી છે, તેના માટે એક કન્સલ્ટન્ટ કંપનીને ટેન્ડર આપ્યું છે. જેમના દ્વારા 3 તબક્કામાં કામગીરી કરવામાં આવશે.
કંપની ત્રણ તબક્કામાં કામગીરી કરશે
આ કંપની દ્વારા શહેરમાં હેલ્થ, હોસ્પિટાલિટી, ડ્રેનેજ, સ્થાનિક પરિવહન, ટ્રાફિક એકોમોડેશન, યુટીલીટી સહિતના મુદ્દે સર્વે કરશે. આ કંપની ત્રણ તબક્કામાં કામગીરી કરશે જેમાં પહેલા સરવે, ત્યારબાદ પ્લાન આપશે કે શહેરમાં કેવી સુવિધા હોવી જોઈએ અને બાદમાં ફાઈનાન્સ મેનેજમેન્ટના પ્લાન આપશે. જે કંપનીને કામ સોંપવામાં આવ્યું છે તે ભૂતકાળમાં લંડન, અમેરિકા સહિતના દેશોમાં કામ કરી ચૂકી છે કે જ્યાં ઓલમ્પિક રમવાના છે કે પછી રમાઈ ચુક્યા છે. આ કંપની જે પ્લાન આપશે તે પ્લાન 2047 સુધીનો હશે.
સાણંદના ગોધાવી પાસે પણ ઓલમ્પિક સીટી માટે તૈયારીઓ શરુ કરાઈ
ઓલમ્પિક રમાડવા માટે તેમના દ્વારા કેટલીક મિનિમમ જરૂરિયાત મુજબ માગણીઓ કરવામાં આવે છે, ત્યારબાદ એ મુજબ સર્વેની કામગીરી કરવામાં આવે છે. જો એ જરૂરિયાત પૂર્ણ થઈ શકે તેમ હોય તો જ ઓલમ્પિક રમાડવા માટે મંજૂરી મળી શકે છે. આ અગાઉ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવી રહ્યું છે, આ સિવાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સ્પોર્ટ્સ સીટી અને સાણંદના ગોધાવી પાસે પણ ઓલમ્પિક સીટી માટે તૈયારીઓ શરુ કરાઈ છે. આમ, તમામ દિશામાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે.