Navsari સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી દવાઓનો દુકાળ પડયો, વાંચો Special Story
નવસારી સિવિલ હોસ્પિટલમાં પાછલા બે મહિનાથી દવાઓનો દુકાળ પડયો છે.સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને દવાની અછતના કારણે આર્થિક ભારણ વેઠવાનો વારો આવ્યો છે.સિવિલ હોસ્પિટલ આમ તો નિઃસહાય લોકો ને સહારો બની રહેતી હોય છે.પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલ નીરાધરોને આધાર આપવા અસમર્થ બની છે. દવાની અછત સર્જાઈ સિવિલ હોસ્પિટલમાં પાછલા ત્રણ માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની છે.હોસ્પિટલ માં રોજિંદા ૮૦૦ થી ૯૦૦ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે.જેમાંથી મોટા ભાગ દર્દીઓ ને પૂરતી દવાઓ મળતી નથી.દવાઓ નો પૂરતો જથ્થો ન હોવાના કારણે દર્દીઓને જરૂરી દવાઓ બાહર થી લેવાની ફરજ પડી રહી છે.જોકે સિવિલ તંત્ર દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યું છે.જે દાવાને ચકાસવા સંદેશ ન્યુઝ ની ટીમ એક વૃદ્ધા ના ઘરે પોહચી.જે નિરાધાર વૃદ્ધા પાછલા ત્રણ મહિના થી પ્રેશર ની દવા બાહર થી લેવા મજબૂર બન્યા છે. નથી મળતી દવા સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાના દાવા સાથે કેટલીક દવાઓની અછત હોવાની વાત પણ સ્વીકારી રહ્યું છે.પરંતુ દર્દીઓને ડોકટર દ્વારા લખી આપવામાં આવતા મોટાભાગની દવા બાહરથી લેવાની ફરજ પડી રહી છે.નવસારી સિવિલ તંત્ર દ્વારા દવાઓનો પૂરતો જથ્થો હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે.પરંતુ સ્થળ સ્થિતિ કઈક જુદી જ છે.સામાન્ય લોકો ને દવાઓ મળતી નથી તે જ હકીકત છે. તંત્ર આપો ધ્યાન દર્દીઓનો આક્ષેપ છે કે સરકારી હોસ્પિટલમાં દવા મળતી નથી જેના કારણે બહારથી મોંઘા ભાવે દવાની ખરીદી કરવી પડે છે,ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ બાબતે ધ્યાન આપે અને જરૂરી દવાઓ મંગાવે,જો આમને આમ દવાઓ નહી મળે તો દર્દીને સારવાર મળવાને બદલે તેમનું સ્વાસ્થય વધુ ખરાબ થશે અને દર્દી મોતને પણ ભેટી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી સિવિલ હોસ્પિટલમાં પાછલા બે મહિનાથી દવાઓનો દુકાળ પડયો છે.સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને દવાની અછતના કારણે આર્થિક ભારણ વેઠવાનો વારો આવ્યો છે.સિવિલ હોસ્પિટલ આમ તો નિઃસહાય લોકો ને સહારો બની રહેતી હોય છે.પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલ નીરાધરોને આધાર આપવા અસમર્થ બની છે.
દવાની અછત સર્જાઈ
સિવિલ હોસ્પિટલમાં પાછલા ત્રણ માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની છે.હોસ્પિટલ માં રોજિંદા ૮૦૦ થી ૯૦૦ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે.જેમાંથી મોટા ભાગ દર્દીઓ ને પૂરતી દવાઓ મળતી નથી.દવાઓ નો પૂરતો જથ્થો ન હોવાના કારણે દર્દીઓને જરૂરી દવાઓ બાહર થી લેવાની ફરજ પડી રહી છે.જોકે સિવિલ તંત્ર દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યું છે.જે દાવાને ચકાસવા સંદેશ ન્યુઝ ની ટીમ એક વૃદ્ધા ના ઘરે પોહચી.જે નિરાધાર વૃદ્ધા પાછલા ત્રણ મહિના થી પ્રેશર ની દવા બાહર થી લેવા મજબૂર બન્યા છે.
નથી મળતી દવા
સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાના દાવા સાથે કેટલીક દવાઓની અછત હોવાની વાત પણ સ્વીકારી રહ્યું છે.પરંતુ દર્દીઓને ડોકટર દ્વારા લખી આપવામાં આવતા મોટાભાગની દવા બાહરથી લેવાની ફરજ પડી રહી છે.નવસારી સિવિલ તંત્ર દ્વારા દવાઓનો પૂરતો જથ્થો હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે.પરંતુ સ્થળ સ્થિતિ કઈક જુદી જ છે.સામાન્ય લોકો ને દવાઓ મળતી નથી તે જ હકીકત છે.
તંત્ર આપો ધ્યાન
દર્દીઓનો આક્ષેપ છે કે સરકારી હોસ્પિટલમાં દવા મળતી નથી જેના કારણે બહારથી મોંઘા ભાવે દવાની ખરીદી કરવી પડે છે,ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ બાબતે ધ્યાન આપે અને જરૂરી દવાઓ મંગાવે,જો આમને આમ દવાઓ નહી મળે તો દર્દીને સારવાર મળવાને બદલે તેમનું સ્વાસ્થય વધુ ખરાબ થશે અને દર્દી મોતને પણ ભેટી શકે છે.