Gujarat Budget 2025 : 'રાજ્યના સર્વાંગી વિકાસનું આ બજેટ' ઋષિકેશ પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આજે વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે રજૂ થનારા 2025-26ના બજેટને રાજ્યના સર્વાગી વિકાસનું બજેટ ગણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે આજનું બજેટ વધારા સાથે રજૂ થશે. નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટ સાચા અર્થમાં લોકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરનારુ બજેટ હશે.
ગુજરાત વિકાસમાં અગ્રેસર રહે તેવા પ્રયાસને લઈને બજેટમાં નાગરીકોના હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગ સાહસિકોને પણ આ બજેટથી લાભ થાય તેવો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં ઉદ્યોગ, આરોગ્ય અને શિક્ષણ સહિતના મહત્વના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. કોઈપણ સમાજને અન્યાય ના થાય તે ઉદેશ્ય સાથે બજેટમાં દરેક સમાજનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
નાણામંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. બજેટમાં ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. આજે રજૂ થતાં બજેટને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. પાલિકા ચૂંટણી બાદ વિરોધ કરનારા અને રેલી તેમજ ધરણાંને લઈને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.
What's Your Reaction?






