Ahmedabad: જુહાપુરામાં પ્રેમિકાનું નામ લઈને મજાક ઉડાવવાના કારણે યુવકની કરાઈ હત્યા

Feb 4, 2025 - 20:00
Ahmedabad: જુહાપુરામાં પ્રેમિકાનું નામ લઈને મજાક ઉડાવવાના કારણે યુવકની કરાઈ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના જુહાપુરામાં યુવકની હત્યા થઈ અને તેની પાછળ કારણ જવાબદાર હતું મજાક. હા, પ્રેમિકાના નામને લઈને મજાક કરવાની ના કહેતા છરીના ઘા ઝીંક્યા અને મૃતકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આરોપીએ યુવકને ચપ્પાના 2 ઘા માર્યા

આરોપી અયાન પઠાણ પર આરોપ છે કે તેણે તેના મિત્રને ચપ્પાના ઘા મારી રહેંશી નાખ્યો છે. થોડા દિવસ પહેલા મૃતક શેઝાન કુરેશી જુહાપુરામાં પોતાની રિક્ષામાં બેઠો હતો, ત્યારે તેનો મિત્ર અયાન પઠાણ ત્યાં આવ્યો હતો અને તેની પૂર્વ પ્રેમિકા બાબતે મજાક કરી હતી. જેથી શેઝાન ઉશ્કેરાઈ ગયો હતો અને અયાનને કહ્યું હતું કે મજાકના કરે, જેથી અયાનને પણ ગુસ્સો આવ્યો અને તેની પાસે રહેલા ચપ્પાના 2 ઘા માર્યા હતા. જેમાં બીજો ઘા છાતીમાં વાગતા તેને સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડ્યો હતો અને 2 દિવસની સારવાર બાદ ડોકટરે તેને મૃત જાહેર કર્યો છે. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું થયું મોત

પોલીસની પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી છે કે શેઝાન રીક્ષા ચલાવી તેનું ગુજરાન ચલાવતો હતો તો આરોપી અયાન પર 15 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી અને મૃતક પહેલી વખત ક્યાં મુલાકાત થઈ તેને લઈને પોલીસ તાપસ કરી રહી છે તો આરોપી 2 દિવસ ક્યાં છુપાયો હતો, તેને 2 દિવસ દરમિયાન કોઈએ મદદ કરી હતી કે નહીં એ દિવસમાં હાલમાં પોલીસે તપાસ કરી રહી છે. સૂત્રો તરફથી માહિતી એ પણ મળી રહી છે કે મૃતક શેઝાનના પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે તો પોલીસે એ પણ તપાસ કરશે. હાલ પોલીસ દ્વારા અયાનને લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ પોલીસ હત્યાના ગુનામાં વાપરવામાં આવેલું હથિયાર કબ્જે કરવા પણ કવાયત શરુ કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0