Suratમાં મહિલા કોન્સ્ટેબલે દેખાડી બહાદુરી, મારામારી થતા વચ્ચે પડી કરાવી મધ્યસ્થી

Feb 20, 2025 - 11:00
Suratમાં મહિલા કોન્સ્ટેબલે દેખાડી બહાદુરી, મારામારી થતા વચ્ચે પડી કરાવી મધ્યસ્થી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં નીડર મહિલા પોલીસ કોન્સ્ટેબલની બહાદુરીનું જીવતું ઉદાહરણ આપતો કિસ્સો સામે આવ્યો છે. વેદરોડ નજીક બે પક્ષકારો વચ્ચે થઈ રહેલા આંતરિક ઝગડામાં મહિલાને જાહેરમાં માર મરાતો જોઈ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીડર બનીને મધ્યસ્થી કરી રહી હોવાનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. પોતાની જવાબદારી અને આવા અસામાજિકતત્વો પર ખાખીનો ડર દેખાડતો કિસ્સો સામે આવ્યા બાદ સાથી મહિલા પોલીસ માટે ગૌરવની વાત બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુંસાર એક મહિલા પોલીસને લઈ બન્ને પક્ષકારોએ સામ સામે છુટ્ટા હાથની મારા મારી બંધ કરી હોવાનું વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

નીડર મહિલા પોલીસ કોન્સ્ટેબલ

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ વાઇરલ વીડિયો વેડરોડ વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં બન્ને પક્ષકારો એકબીજા સાથે છુટ્ટાહાથની મારા મારી કરતા એક મહિલા જમીન પર ઢળી પડે છે. ઝગડો એટલો ગંભીર બની ગયેલો દેખાય છે કે બન્ને પક્ષકારોમાં પુરુષો સ્ત્રીઓ ને પણ મારતા દેખાય છે. જોકે આખી ઘટનાના સમયમાં એક મહિલા પોલીસ (વરડી) ખાખીમાં સ્થળ પર આવી જતા બન્ને પક્ષકારો વચ્ચેની મારા મારી બંધ થઈ જાય છે. હાલમાં પોલીસ પર અસામાજિકતત્વોનો કોઈ ડર રહ્યો ન હોવાની ચર્ચા વચ્ચે વાઇરલ વીડિયોમાં નીડર મહિલા પોલીસ કોન્સ્ટેબલની કામગીરી ઘણું બધું કહી જાય છે.

વચ્ચે રહી કોન્સ્ટેબલે કરાવી મધ્યસ્થી

વધુમાં જણાવ્યું હતું કે વીડીયોમાં એક મહિલા પોલીસ દંડાવાળા હુમલાખોરોને કાબુમાં લેતી દેખાય છે. જે સાથી મહિલા પોલીસ કોન્સ્ટેબલો માટે ગૌરવની વાત છે. આટલા બધા ટોળામાં પોતાની સુરક્ષા વચ્ચે બન્ને હુમલાખોર પક્ષકારો ને પણ પોતાનું પ્રભુત્વ જમાવી ઝગડો અને મારા મારી અટકાવી એ એક મહિલા પોલીસ પણ કરી શકે છે જે આ વાઇરલ વિડીયોનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0