Petlad: ઈઝરાયેલ મોકલવાના બહાને યુવાન સાથે 18 લાખની છેતરપિંડી,3 સામે નોંધાઈ ફરિયાદ
ઈઝરાયેલના બોગસ વિઝા બનાવી આચરી છેતરપિંડીખેતી કામ માટે વર્ક વિઝાની લાલચ આપી હતી પતિ-પત્ની અને ખંભાતના એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો આણંદના પેટલાદમાં એક યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. યુવાન સાથે ઈઝરાયેલ મોકલવાના બહાને લાખોની છેતરપિંડી થી છે. પેટલાદમાં રહેતા યુવાન સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી વિદેશ મોકલવાના બહાને કરવામાં આવી છે. હસમુખ પરમાર, જાસ્મિન પરમાર, ભાવિન જાદવ નામના વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ ત્યારે યુવાન સાથે 18 લાખની છેતરપિંડી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલ નજીક કલ્યાણ સોસાયટીમાં રહેતા પતિ પત્ની અને ખંભાતના ઈસમ સામે ગુનો નોંધાયો છે. હસમુખ વાલજીભાઈ પરમાર અને તેની પત્ની જાસ્મિન હસમુખ પરમાર (રહે. કલ્યાણ સોસાયટી, પેટલાદ) અને અન્ય ખંભાતના ભાવિન જાદવ (રહે. રેલવે ફાટક પાસે) સામે ગુનો નોંધાયો છે. યુવાનને ખેતી કામ માટે ઈઝરાયેલના વર્ક વિઝા આપવાની લાલચ આપી હતી અને તેની પાસેથી 18 લાખ રૂપિયા પડાવ્યા હતા. ખોટા વિઝા અને ઓફર લેટર તેમજ પ્લેનની ટિકિટ બતાવીને ત્રણે શખ્સોએ છેતરપિંડી આચરી રંગાઈપુરાના સંદીપ મહેશભાઈ પંચાલ નામના યુવાનને ઈઝરાયેલ દેશના ખોટા વિઝા અને ઓફર લેટર તેમજ પ્લેનની ટિકિટ બતાવીને ત્રણે શખ્સોએ છેતરપિંડી આચરી છે. ત્યારે આ મામલે યુવાને છેતરપિંડીની ફરિયાદ પેટલાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિદેશ જવાની લાલચમાં અનેક યુવાનો સાથે છેતરપિંડીની ઘટનાઓ રાજ્યમાં સામે આવી છે, ત્યારે પોલીસ આવા છેતરપિંડી આચરનારા વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. બે દિવસ પહેલા મહેસાણામાં કેનેડાના પીઆર વિઝા અપાવવાના બહાને પરિવાર સાથે 59 લાખની થઈ હતી ઠગાઈ બે દિવસ પહેલા જ મહેસાણાના વિસનગરના દઢીયાળ ગામના પરિવાર સાથે રૂપિયા 59 લાખની ઠગાઈ થઈ હતી, આરોપીઓ દ્વારા કેનેડાના પીઆર વિઝા અપાવવાના બહાને ઠગાઈ આચરવામાં આવી હતી, આરોપીઓ દ્વારા અલગ-અલગ પ્રકારના બહાને 59 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. હાલમાં વિદેશ પહોંચવા માટે લોકો કરોડો રૂપિયા આપી દે છે અને અંતે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, મહેસાણાના વિસનગરના દઢીયાળ ગામે ચાર આરોપીઓએ ભેગા મળી એક પરિવારને કેનેડા મોકલવાના અને પીઆર કરાવી આપવાની વાત કરીને 59 લાખ રૂપિયા લઈ લીધા છે, પરંતુ કોઈ પ્રોસેસ આગળ કરવામાં નહીં આવતા ફરિયાદને પૈસા પરત આપવાની માગ કરી હતી અને ત્યારબાદ ખબર પડી કે આરોપીઓ તેમના પૈસા ચાઉં કરી ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઈઝરાયેલના બોગસ વિઝા બનાવી આચરી છેતરપિંડી
- ખેતી કામ માટે વર્ક વિઝાની લાલચ આપી હતી
- પતિ-પત્ની અને ખંભાતના એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો
આણંદના પેટલાદમાં એક યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. યુવાન સાથે ઈઝરાયેલ મોકલવાના બહાને લાખોની છેતરપિંડી થી છે. પેટલાદમાં રહેતા યુવાન સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી વિદેશ મોકલવાના બહાને કરવામાં આવી છે.
હસમુખ પરમાર, જાસ્મિન પરમાર, ભાવિન જાદવ નામના વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ
ત્યારે યુવાન સાથે 18 લાખની છેતરપિંડી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલ નજીક કલ્યાણ સોસાયટીમાં રહેતા પતિ પત્ની અને ખંભાતના ઈસમ સામે ગુનો નોંધાયો છે. હસમુખ વાલજીભાઈ પરમાર અને તેની પત્ની જાસ્મિન હસમુખ પરમાર (રહે. કલ્યાણ સોસાયટી, પેટલાદ) અને અન્ય ખંભાતના ભાવિન જાદવ (રહે. રેલવે ફાટક પાસે) સામે ગુનો નોંધાયો છે. યુવાનને ખેતી કામ માટે ઈઝરાયેલના વર્ક વિઝા આપવાની લાલચ આપી હતી અને તેની પાસેથી 18 લાખ રૂપિયા પડાવ્યા હતા.
ખોટા વિઝા અને ઓફર લેટર તેમજ પ્લેનની ટિકિટ બતાવીને ત્રણે શખ્સોએ છેતરપિંડી આચરી
રંગાઈપુરાના સંદીપ મહેશભાઈ પંચાલ નામના યુવાનને ઈઝરાયેલ દેશના ખોટા વિઝા અને ઓફર લેટર તેમજ પ્લેનની ટિકિટ બતાવીને ત્રણે શખ્સોએ છેતરપિંડી આચરી છે. ત્યારે આ મામલે યુવાને છેતરપિંડીની ફરિયાદ પેટલાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિદેશ જવાની લાલચમાં અનેક યુવાનો સાથે છેતરપિંડીની ઘટનાઓ રાજ્યમાં સામે આવી છે, ત્યારે પોલીસ આવા છેતરપિંડી આચરનારા વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે.
બે દિવસ પહેલા મહેસાણામાં કેનેડાના પીઆર વિઝા અપાવવાના બહાને પરિવાર સાથે 59 લાખની થઈ હતી ઠગાઈ
બે દિવસ પહેલા જ મહેસાણાના વિસનગરના દઢીયાળ ગામના પરિવાર સાથે રૂપિયા 59 લાખની ઠગાઈ થઈ હતી, આરોપીઓ દ્વારા કેનેડાના પીઆર વિઝા અપાવવાના બહાને ઠગાઈ આચરવામાં આવી હતી, આરોપીઓ દ્વારા અલગ-અલગ પ્રકારના બહાને 59 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. હાલમાં વિદેશ પહોંચવા માટે લોકો કરોડો રૂપિયા આપી દે છે અને અંતે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, મહેસાણાના વિસનગરના દઢીયાળ ગામે ચાર આરોપીઓએ ભેગા મળી એક પરિવારને કેનેડા મોકલવાના અને પીઆર કરાવી આપવાની વાત કરીને 59 લાખ રૂપિયા લઈ લીધા છે, પરંતુ કોઈ પ્રોસેસ આગળ કરવામાં નહીં આવતા ફરિયાદને પૈસા પરત આપવાની માગ કરી હતી અને ત્યારબાદ ખબર પડી કે આરોપીઓ તેમના પૈસા ચાઉં કરી ગયા છે.