Ahmedabad પોલીસ કમિશનરનું મોટું નિવેદન, 150થી વધુ બ્લાઈન્ડ સ્પોટ પર રહેશે નજર
સુરત, વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ અમદાવાદ શહેર પોલીસ સતર્ક બની ગઈ છે.અમદાવાદમાં 150થી વધુ બ્લાઈન્ડ સ્પોટ સામે આવ્યા છે તેવું નિવેદન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું છે.પોલીસે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ શોધ્યા છે,અમદાવાદ શહેરમાં આટલા ડાર્ક સ્પોટ હોય તે કોઈ નાની વાત નથી પરંતુ આ સૌથી મોટી વાત ગણાવી શકાય.જેટલા પોલીસ સ્ટેશન નથી એની સામે ડાર્ક સ્પોટ પોઈન્ટ વધારે છે. ડાર્ક પોઈન્ટ પર પોલીસ બજાવશે ફરજ અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે કેમકે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે,અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી,આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે.પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે.આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે. અમદાવાદ પોલીસ સતર્ક મોડ પર શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ તો સજ્જ છે સાથે સાથે 181 અભિયમ ટીમ અને મહિલાની શી ટીમ પણ સારી કામગીરી કરી રહી છે.ત્યારે અમદાવાદ પોલીસના સર્ચમાં સામે આવ્યું છે કે,અમદાવાદ શહેરમાં 150 પોઈન્ટ એવા છે કે જયાં અવાવરૂ જગ્યા છે અને આસપાસ કંઈક જ નથી,બ્લાઈન્ડ સ્પોટ પાસેથી પસાર થતી મહિલાઓને પોલીસ સુરક્ષિત ઘર સુધી પહોંચાડી રહી છે,અને પોલીસ દ્રારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ ગતિવિધીઓ પર નજર રખાશે. અમદાવાદના બ્લાઈન્ડ સ્પોટ નક્કી મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે અમુક સ્પોટની ઓળખ કરી છે, જ્યાં કોઈની વધુ અવરજવર ના હોય તથા અવાવરું હોય તે જગાએ સ્થાનિક પોલીસ અને શી ટીમને સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપી છે. જેમાં સરખેજ એલ.જે.કોલેજ પાસેનો રસ્તો, ગુજરાત યુનિવર્સિટીથી એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગોતાથી ઓગણજ, ચાંદખેડા એન્જિનિયરિંગ સર્કલ, એસપી રિંગરોડ, રિવરફ્રંટ રોડ સહિતના વિસ્તારો બ્લાઈન્ડ સ્પોટ નક્કી કરાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત, વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ અમદાવાદ શહેર પોલીસ સતર્ક બની ગઈ છે.અમદાવાદમાં 150થી વધુ બ્લાઈન્ડ સ્પોટ સામે આવ્યા છે તેવું નિવેદન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું છે.પોલીસે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ શોધ્યા છે,અમદાવાદ શહેરમાં આટલા ડાર્ક સ્પોટ હોય તે કોઈ નાની વાત નથી પરંતુ આ સૌથી મોટી વાત ગણાવી શકાય.જેટલા પોલીસ સ્ટેશન નથી એની સામે ડાર્ક સ્પોટ પોઈન્ટ વધારે છે.
ડાર્ક પોઈન્ટ પર પોલીસ બજાવશે ફરજ
અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે કેમકે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે,અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી,આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે.પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે.આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે.
અમદાવાદ પોલીસ સતર્ક મોડ પર
શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ તો સજ્જ છે સાથે સાથે 181 અભિયમ ટીમ અને મહિલાની શી ટીમ પણ સારી કામગીરી કરી રહી છે.ત્યારે અમદાવાદ પોલીસના સર્ચમાં સામે આવ્યું છે કે,અમદાવાદ શહેરમાં 150 પોઈન્ટ એવા છે કે જયાં અવાવરૂ જગ્યા છે અને આસપાસ કંઈક જ નથી,બ્લાઈન્ડ સ્પોટ પાસેથી પસાર થતી મહિલાઓને પોલીસ સુરક્ષિત ઘર સુધી પહોંચાડી રહી છે,અને પોલીસ દ્રારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ ગતિવિધીઓ પર નજર રખાશે.
અમદાવાદના બ્લાઈન્ડ સ્પોટ નક્કી
મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે અમુક સ્પોટની ઓળખ કરી છે, જ્યાં કોઈની વધુ અવરજવર ના હોય તથા અવાવરું હોય તે જગાએ સ્થાનિક પોલીસ અને શી ટીમને સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપી છે. જેમાં સરખેજ એલ.જે.કોલેજ પાસેનો રસ્તો, ગુજરાત યુનિવર્સિટીથી એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગોતાથી ઓગણજ, ચાંદખેડા એન્જિનિયરિંગ સર્કલ, એસપી રિંગરોડ, રિવરફ્રંટ રોડ સહિતના વિસ્તારો બ્લાઈન્ડ સ્પોટ નક્કી કરાયા છે.