Iskcon Temple વિવાદ, યુવતીએ કોર્ટમાં કહ્યું 'માતાપિતાનું મોઢું પણ નથી જોવું'

ઇસ્કોન મંદિરમાંથી ગુમ થયેલી યુવતી હાઇકોર્ટમાં હાજર થઈ. કોર્ટમાં યુવતીએ કહ્યું મારે 'માતાપિતાનું મોઢું પણ નથી જોવું'. યુવતીએ સ્વૈચ્છિક રીતે ગઈ હોવાની કબૂલાત કર્યા બાદ હાઈકોર્ટે પરિજનોની અરજીનો નિકાલ કર્યો.અમદાવાદમાં એસ.જી.હાઈવે પરનું ઇસ્કોન મંદિર વધુ એક વખત વિવાદમાં આવ્યું. ઇસ્કોન મંદિરના પૂજારીઓ બ્રેઇન વોશ કરી યુવતીઓને ફસાવતા હોવાનો એક આર્મીમેન દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આર્મીમેન પિતાનું કહેવું છે કે તેમના દીકરી કૃષ્ણ ભક્ત હોવાથી અવારનવાર ઇસ્કોન મંદિર જતી હતી. દરમ્યાન પૂજારીઓના સંપર્કમાં આવી અને વધુ સમય મંદિરમાં પસાર કરવા લાગી. દરમ્યાન તેમની પુત્રી મંદિરના પૂજારીઓની વાતોમાં આવી એક હરિભક્ત સાથે ભાગી ગઈ હતી. તેમની દીકરી સોનું અને દાગીનાની રોકડ રકમ લઈને ભાગી ગઈ હતી. અને 6 મહિના જેટલો લાંબો સમય થયા બાદ પણ ઘરે આવી નહોતી. અંતે હરિભક્ત સાથે ભાગી ગઈ હોવાની જાણ થતાં પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી દાખલ કરવામાં આવી. યુવતીના પિતાએ ઇસ્કોનના પૂજારીઓ પર પુત્રીને ફસાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. મંદિરના પૂજારીઓ તેમની પુત્રીનું બ્રેઇન વોશ કરી શોષણ કરતા હતા તેમજ નિયમિત રીતે તેમની પુત્રીને ગાંજો અને ડ્રગ્સ અપાતું હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો. અને આથી જ પુત્રીને પરત મેળવવા તેને જાનનું જોખમ હોવાની શંકા વ્યક્ત કરતાં હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરી.પિતાની અરજીને પગલે હાઇકોર્ટે યુવતીને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો. યુવતીના પિતાના ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર ગંભીર આક્ષેપ બાદ મામલો સમાચારમાં બહુ ચગ્યો હતો. યુવતીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે કહી રહી છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે. અને ખુબ ખુશ છે. પિતાએ સોનું અને રોકડ લઈને ભાગી હોવાનો આક્ષેપ કરવા પર સ્પષ્ટતા કરી કે તમે મારી પાસેની બધી સામગ્રીની તપાસ કરી શકો છો. હું કશું જ લઈને ભાગી નથી. આજે ઇસ્કોન મંદિર વિવાદની સુનાવણીમાં યુવતી હાજર થઈ હતી. તેણે કબૂલાત કરી કે તે સ્વૈચ્છિક રીતે હરીભક્ત સાથે ગઈ હતી. વધુમાં તેણે કોર્ટ સમક્ષ કહ્યું કે મને મારા માતા-પિતાથી ડર છે. મારે મારા માતા પિતાનું મોં પણ નથી જોવું અને મને તેમનાથી ભય છે. યુવતીની કબૂલાત બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો અને યુવતીને પોલીસ સુરક્ષા આપવા આદેશ કર્યો.

Iskcon Temple વિવાદ, યુવતીએ કોર્ટમાં કહ્યું 'માતાપિતાનું મોઢું પણ નથી જોવું'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇસ્કોન મંદિરમાંથી ગુમ થયેલી યુવતી હાઇકોર્ટમાં હાજર થઈ. કોર્ટમાં યુવતીએ કહ્યું મારે 'માતાપિતાનું મોઢું પણ નથી જોવું'. યુવતીએ સ્વૈચ્છિક રીતે ગઈ હોવાની કબૂલાત કર્યા બાદ હાઈકોર્ટે પરિજનોની અરજીનો નિકાલ કર્યો.

અમદાવાદમાં એસ.જી.હાઈવે પરનું ઇસ્કોન મંદિર વધુ એક વખત વિવાદમાં આવ્યું. ઇસ્કોન મંદિરના પૂજારીઓ બ્રેઇન વોશ કરી યુવતીઓને ફસાવતા હોવાનો એક આર્મીમેન દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આર્મીમેન પિતાનું કહેવું છે કે તેમના દીકરી કૃષ્ણ ભક્ત હોવાથી અવારનવાર ઇસ્કોન મંદિર જતી હતી. દરમ્યાન પૂજારીઓના સંપર્કમાં આવી અને વધુ સમય મંદિરમાં પસાર કરવા લાગી. દરમ્યાન તેમની પુત્રી મંદિરના પૂજારીઓની વાતોમાં આવી એક હરિભક્ત સાથે ભાગી ગઈ હતી. તેમની દીકરી સોનું અને દાગીનાની રોકડ રકમ લઈને ભાગી ગઈ હતી. અને 6 મહિના જેટલો લાંબો સમય થયા બાદ પણ ઘરે આવી નહોતી. અંતે હરિભક્ત સાથે ભાગી ગઈ હોવાની જાણ થતાં પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી દાખલ કરવામાં આવી.

યુવતીના પિતાએ ઇસ્કોનના પૂજારીઓ પર પુત્રીને ફસાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. મંદિરના પૂજારીઓ તેમની પુત્રીનું બ્રેઇન વોશ કરી શોષણ કરતા હતા તેમજ નિયમિત રીતે તેમની પુત્રીને ગાંજો અને ડ્રગ્સ અપાતું હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો. અને આથી જ પુત્રીને પરત મેળવવા તેને જાનનું જોખમ હોવાની શંકા વ્યક્ત કરતાં હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરી.પિતાની અરજીને પગલે હાઇકોર્ટે યુવતીને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો. યુવતીના પિતાના ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર ગંભીર આક્ષેપ બાદ મામલો સમાચારમાં બહુ ચગ્યો હતો. યુવતીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે કહી રહી છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે. અને ખુબ ખુશ છે. પિતાએ સોનું અને રોકડ લઈને ભાગી હોવાનો આક્ષેપ કરવા પર સ્પષ્ટતા કરી કે તમે મારી પાસેની બધી સામગ્રીની તપાસ કરી શકો છો. હું કશું જ લઈને ભાગી નથી.

આજે ઇસ્કોન મંદિર વિવાદની સુનાવણીમાં યુવતી હાજર થઈ હતી. તેણે કબૂલાત કરી કે તે સ્વૈચ્છિક રીતે હરીભક્ત સાથે ગઈ હતી. વધુમાં તેણે કોર્ટ સમક્ષ કહ્યું કે મને મારા માતા-પિતાથી ડર છે. મારે મારા માતા પિતાનું મોં પણ નથી જોવું અને મને તેમનાથી ભય છે. યુવતીની કબૂલાત બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો અને યુવતીને પોલીસ સુરક્ષા આપવા આદેશ કર્યો.