Suratમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી

સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસની ડ્રાઈવમાં 1500 લોકોને ઇ-મેમો આપવામાં આવ્યો છે. રોંગ સાઈડ વાહન ચલાવનારને રૂપિયા 3000નો દંડ ફટકાર્યો છે. વારંવાર નિયમો તોડ્તા લાઇસન્સ રદ કરાયા છે. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારની હવે ખેર નથી. ત્રણ દિવસની ડ્રાઈવ દરમિયાન 1500 લોકોને ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે. સ્પીડગનથી સતત નજર રાખવામાં આવી રહી છે ઓવર સ્પીડિંગ વાહનો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્પીડગનથી સતત નજર રાખવામાં આવી રહી છે. રોંગ સાઈડ વાહન હાકરનારને રૂપિયા 3000નો દંડ ફટકારવામાં આવી છે. વારંવાર નિયમ તોડનારના લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ખાસ ડુમસ રોડ પર રેસ લગાવતા વાહનો ચાલાક પર બાજ નજર રાખવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સાવધાન થઈ જાવ નહીતર તમારા પણ લાયસન્સ રદ થઈ શકે છે. અગાઉ 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર સામે આરટીઓએ લાલ આંખ કરી છે અને આવા વાહનચાલકોને આરટીઓ કચેરીમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો. સુરતના 55 વાહનચાલકોને આરટીઓનું તેડું આવ્યું હતુ. વાહન ભંગ કરનાર થઈ જાવ સચેત સુરત આરટીઓ વાહનના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે, આવા વાહન ચાલકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓ મહેનત કરી રહી છે. તાજેતરમાં 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનારાને તેડુ મોકલ્યું હતુ. આ કાર્યવાહીમાં 55 વાહન ચાલકોને RTOનું તેડું આવ્યું હતુ જેમાં 100થી વધુ વખત નિયમ તોડનારા 8 વાહનચાલકો હતા. 75થી વધુ વખત નિયમો તોડનારા 22 વાહનચાલકો હતા. 70 થી વધુ વખત નિયમોનું ભંગ કરનારા 25 વાહન ચાલકો હતા.

Suratમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસની ડ્રાઈવમાં 1500 લોકોને ઇ-મેમો આપવામાં આવ્યો છે. રોંગ સાઈડ વાહન ચલાવનારને રૂપિયા 3000નો દંડ ફટકાર્યો છે. વારંવાર નિયમો તોડ્તા લાઇસન્સ રદ કરાયા છે. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારની હવે ખેર નથી. ત્રણ દિવસની ડ્રાઈવ દરમિયાન 1500 લોકોને ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે.

સ્પીડગનથી સતત નજર રાખવામાં આવી રહી છે

ઓવર સ્પીડિંગ વાહનો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્પીડગનથી સતત નજર રાખવામાં આવી રહી છે. રોંગ સાઈડ વાહન હાકરનારને રૂપિયા 3000નો દંડ ફટકારવામાં આવી છે. વારંવાર નિયમ તોડનારના લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ખાસ ડુમસ રોડ પર રેસ લગાવતા વાહનો ચાલાક પર બાજ નજર રાખવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સાવધાન થઈ જાવ નહીતર તમારા પણ લાયસન્સ રદ થઈ શકે છે. અગાઉ 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર સામે આરટીઓએ લાલ આંખ કરી છે અને આવા વાહનચાલકોને આરટીઓ કચેરીમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો. સુરતના 55 વાહનચાલકોને આરટીઓનું તેડું આવ્યું હતુ.

વાહન ભંગ કરનાર થઈ જાવ સચેત

સુરત આરટીઓ વાહનના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે, આવા વાહન ચાલકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓ મહેનત કરી રહી છે. તાજેતરમાં 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનારાને તેડુ મોકલ્યું હતુ. આ કાર્યવાહીમાં 55 વાહન ચાલકોને RTOનું તેડું આવ્યું હતુ જેમાં 100થી વધુ વખત નિયમ તોડનારા 8 વાહનચાલકો હતા. 75થી વધુ વખત નિયમો તોડનારા 22 વાહનચાલકો હતા. 70 થી વધુ વખત નિયમોનું ભંગ કરનારા 25 વાહન ચાલકો હતા.