Gujarat Weather : રાજયવાસીઓ બપોરે ગરમી અને રાત્રે ઠંડી માટે રહો તૈયાર
હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે બપોરના સમયે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થશે,આગામી 4 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શકયતા નહિવત છે,તો કેટલાક સ્થળોએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે. હજી પડશે ગરમી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આ મહિનાના અંત સુધીમાં ગરમી વધવાની શકયતાઓ છે સાથે સાથે રાત્રીના સમયે ઠંડી પણ વધી શકે છે.રાત્રીના સમયે તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું છે સાથે સાથે અમદાવાદનું લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું છે.ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હાલમાં ભેજ વાળું વાતાવરણ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે : અંબાલાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,ડિસેમ્બર મહિનામાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે બપોરના સમયે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થશે,આગામી 4 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શકયતા નહિવત છે,તો કેટલાક સ્થળોએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.
હજી પડશે ગરમી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આ મહિનાના અંત સુધીમાં ગરમી વધવાની શકયતાઓ છે સાથે સાથે રાત્રીના સમયે ઠંડી પણ વધી શકે છે.રાત્રીના સમયે તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું છે સાથે સાથે અમદાવાદનું લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું છે.ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હાલમાં ભેજ વાળું વાતાવરણ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે.
રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે
રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે.
ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે : અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,ડિસેમ્બર મહિનામાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.