પાવાગઢમાં તહેનાત SRP ગ્રૂપના જવાનોનું નિરીક્ષણ કરવા ગયેલા PIનું રહસ્યમય સંજોગોમાં મોત

પાવાગઢમાં બંદોબસ્ત માટે મૂકાયેલા જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા આવેલાપાવાગઢની તળેટીની ધર્મશાળામાંથી લાશ મળી : પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહને પીએમ માટે મોકલ્યો રાત્રે સાથી કર્મચારી સાથે બીજા દિવસની કામગીરી માટે ચર્ચા કરી હતી  Pavagadh PI Died News | પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના જવાનોને કાયમી બંદોબસ્ત માટે મૂક્યા હતા. તેમની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની પાવાગઢની તળેટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે યાત્રિકે જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પાવાગઢ પોલીસે પીઆઈની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મોત પાછળનું કારણ હજૂ અકબંધ રહ્યું છે. નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના 22 પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે. આ જવાનો જૂદા જૂદા પોઈન્ટ ઉપર ફરજ બજાવે છે. આ પોઈન્ટ પરની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે.  તેવામાં ગત બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈ જી. આર. પટેલ પાવાગઢ આવ્યા હતા. જેથી તેમના રાત્રી રોકાણની વ્યવસ્થા પાવાગઢમાં ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢની તળેટીમાં આવેલા શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં કરી હતી. પીઆઈ સાંજે રૂમ પર પહોંચ્યા હતા. બાદમાં રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા ત્યારે તેમની સાથે બીજા દિવસની કામગીરી બાબતે ચર્ચા કરી હતી. બાદમાં સાથી જવાનો તેમના રૂમ પર જતા રહ્યા હતા. તેવામાં ગુરુવારે વહેલી નડિયાદથી આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને જમીન ઉપર વ્યક્તિ પડી હોવાનું સામેના રૂમમાં રોકાયેલા યાત્રિકના ધ્યાને આવ્યું હતું. જેથી યાત્રિકે આ અંગે ધર્મશાળાના વહીવટકર્તાને જાણ કરી હતી. આ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને એસઆરપી જવાનોને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાવાગઢ પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ રાત્રે સાથી કર્મચારી રૂમ પરથી ગયા પછી શું ઘટના બની, પીઆઈનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. રૂમમાંથી સાથી કર્મચારીએ આપેલું ટીફીન તથા પ્લાસ્ટિકની થેલીમાંથી ફ્રુટ અને પાણીની બોટલ મળી હતી. પોલીસે મોત પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

પાવાગઢમાં તહેનાત SRP ગ્રૂપના જવાનોનું નિરીક્ષણ કરવા ગયેલા PIનું રહસ્યમય સંજોગોમાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પાવાગઢમાં બંદોબસ્ત માટે મૂકાયેલા જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા આવેલા

પાવાગઢની તળેટીની ધર્મશાળામાંથી લાશ મળી : પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહને પીએમ માટે મોકલ્યો

રાત્રે સાથી કર્મચારી સાથે બીજા દિવસની કામગીરી માટે ચર્ચા કરી હતી  

Pavagadh PI Died News | પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના જવાનોને કાયમી બંદોબસ્ત માટે મૂક્યા હતા. તેમની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની પાવાગઢની તળેટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે યાત્રિકે જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પાવાગઢ પોલીસે પીઆઈની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મોત પાછળનું કારણ હજૂ અકબંધ રહ્યું છે. 

નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના 22 પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે. આ જવાનો જૂદા જૂદા પોઈન્ટ ઉપર ફરજ બજાવે છે. આ પોઈન્ટ પરની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે.  તેવામાં ગત બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈ જી. આર. પટેલ પાવાગઢ આવ્યા હતા. જેથી તેમના રાત્રી રોકાણની વ્યવસ્થા પાવાગઢમાં ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢની તળેટીમાં આવેલા શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં કરી હતી. 

પીઆઈ સાંજે રૂમ પર પહોંચ્યા હતા. બાદમાં રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા ત્યારે તેમની સાથે બીજા દિવસની કામગીરી બાબતે ચર્ચા કરી હતી. બાદમાં સાથી જવાનો તેમના રૂમ પર જતા રહ્યા હતા. તેવામાં ગુરુવારે વહેલી નડિયાદથી આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને જમીન ઉપર વ્યક્તિ પડી હોવાનું સામેના રૂમમાં રોકાયેલા યાત્રિકના ધ્યાને આવ્યું હતું. 

જેથી યાત્રિકે આ અંગે ધર્મશાળાના વહીવટકર્તાને જાણ કરી હતી. આ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને એસઆરપી જવાનોને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાવાગઢ પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

તેમજ રાત્રે સાથી કર્મચારી રૂમ પરથી ગયા પછી શું ઘટના બની, પીઆઈનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. રૂમમાંથી સાથી કર્મચારીએ આપેલું ટીફીન તથા પ્લાસ્ટિકની થેલીમાંથી ફ્રુટ અને પાણીની બોટલ મળી હતી. પોલીસે મોત પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.