Ahmedabad: શહેરમાં પ્રિએક્ટિવ સીમકાર્ડ વેચનારા 4 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 49 પ્રિએક્ટિવ સિમકાર્ડ કબજે કર્યાસિમકાર્ડનું વેચાણ બ્લેકમાં કરતા હતા શાહપુર અને વસ્ત્રાલ વિસ્તારમાં સીમકાર્ડની એક્ટિવિટીના બહાને બેસતા હતા અમદાવાદ શહેરમાં પ્રિએક્ટિવ સીમકાર્ડ વેચાતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દોઢ મહિનાની તપાસ બાદ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને 49 પ્રિએક્ટિવ સિમકાર્ડ કબજે કર્યા છે. ઝડપાયેલા ચાર આરોપી મોહમ્મદ તલ્હા ઉર્ફે કબીર શેખ, કયુમ ઉર્ફે ભૂરા રાઠોડ, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય કોરીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ગ્રાહકના બે વખત બાયોમેટ્રિક પુરાવા પણ લઈ લેતા ઝડપાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપીઓ સીમકાર્ડ ખરીદવા આવતા વ્યક્તિના જાણ બહાર તેના નામે અન્ય એક સીમકાર્ડ બીજી કોઈપણ કંપનીનું શરૂ કરી દેતા હતા અને તેના માટે ગ્રાહકના બે વખત બાયોમેટ્રિક પુરાવા પણ લઈ લેતા હતા. જેમાંથી એક સિમકાર્ડ ગ્રાહકને આપતા અને બીજુ સિમકાર્ડ બ્લેકમાં વેચાણ કરતા હતા. આરોપીઓ ચાલુ સિમકાર્ડ 300 રુપિયામાં મેળવી 800 રુપિયામાં વેચતા ચારે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા તેમની પાસેથી 49 સીમકાર્ડ મળી આવ્યા છે, જે ગ્રાહકોની જાણ બહાર શરૂ કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપી શાહપુર અને વસ્ત્રાલ વિસ્તારમાં સીમકાર્ડની એક્ટિવિટીના બહાને બેસતા હતા અને ગ્રાહકોના નામે સિમકાર્ડ મેળવી લેતા હતા. જે સીમકાર્ડ તલ્હા નામનો મુખ્ય આરોપી અન્ય આરોપી પાસેથી ચાલુ સિમકાર્ડ 300 રુપિયામાં મેળવી 800 રુપિયામાં વેચતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યુ કે પ્રિ એક્ટિવ સિમકાર્ડ સટ્ટા બેટીંગ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાય છે. સાથે જ તલ્હા છેલ્લા એક વર્ષથી ટેલિગ્રામમાં એક ગ્રુપ બનાવી તેનું વેચાણ કરતો હતો અને એક સિમકાર્ડ 2200 રુપિયા સુધી વેચાણ કર્યુ હોવાનું પણ સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં 2000થી વધુ સિમકાર્ડ આરોપીએ વેચ્યા હોવાનું અનુમાન મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમાં 2000થી વધુ સિમકાર્ડ આરોપીએ વેચ્યા હોવાનું પોલીસ માની રહી છે. સાથે જ ક્રાઈમ બ્રાંચે આવા સિમકાર્ડ ખરીદનાર અને તેનો ઉપયોગ કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી તેમની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે, તે જોવુ મહત્વનું છે.

Ahmedabad: શહેરમાં પ્રિએક્ટિવ સીમકાર્ડ વેચનારા 4 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 49 પ્રિએક્ટિવ સિમકાર્ડ કબજે કર્યા
  • સિમકાર્ડનું વેચાણ બ્લેકમાં કરતા હતા
  • શાહપુર અને વસ્ત્રાલ વિસ્તારમાં સીમકાર્ડની એક્ટિવિટીના બહાને બેસતા હતા

અમદાવાદ શહેરમાં પ્રિએક્ટિવ સીમકાર્ડ વેચાતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દોઢ મહિનાની તપાસ બાદ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને 49 પ્રિએક્ટિવ સિમકાર્ડ કબજે કર્યા છે. ઝડપાયેલા ચાર આરોપી મોહમ્મદ તલ્હા ઉર્ફે કબીર શેખ, કયુમ ઉર્ફે ભૂરા રાઠોડ, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય કોરીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ ગ્રાહકના બે વખત બાયોમેટ્રિક પુરાવા પણ લઈ લેતા

ઝડપાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપીઓ સીમકાર્ડ ખરીદવા આવતા વ્યક્તિના જાણ બહાર તેના નામે અન્ય એક સીમકાર્ડ બીજી કોઈપણ કંપનીનું શરૂ કરી દેતા હતા અને તેના માટે ગ્રાહકના બે વખત બાયોમેટ્રિક પુરાવા પણ લઈ લેતા હતા. જેમાંથી એક સિમકાર્ડ ગ્રાહકને આપતા અને બીજુ સિમકાર્ડ બ્લેકમાં વેચાણ કરતા હતા.

આરોપીઓ ચાલુ સિમકાર્ડ 300 રુપિયામાં મેળવી 800 રુપિયામાં વેચતા

ચારે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા તેમની પાસેથી 49 સીમકાર્ડ મળી આવ્યા છે, જે ગ્રાહકોની જાણ બહાર શરૂ કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપી શાહપુર અને વસ્ત્રાલ વિસ્તારમાં સીમકાર્ડની એક્ટિવિટીના બહાને બેસતા હતા અને ગ્રાહકોના નામે સિમકાર્ડ મેળવી લેતા હતા. જે સીમકાર્ડ તલ્હા નામનો મુખ્ય આરોપી અન્ય આરોપી પાસેથી ચાલુ સિમકાર્ડ 300 રુપિયામાં મેળવી 800 રુપિયામાં વેચતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યુ કે પ્રિ એક્ટિવ સિમકાર્ડ સટ્ટા બેટીંગ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાય છે. સાથે જ તલ્હા છેલ્લા એક વર્ષથી ટેલિગ્રામમાં એક ગ્રુપ બનાવી તેનું વેચાણ કરતો હતો અને એક સિમકાર્ડ 2200 રુપિયા સુધી વેચાણ કર્યુ હોવાનું પણ સામે આવ્યુ છે.

અત્યાર સુધીમાં 2000થી વધુ સિમકાર્ડ આરોપીએ વેચ્યા હોવાનું અનુમાન

મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમાં 2000થી વધુ સિમકાર્ડ આરોપીએ વેચ્યા હોવાનું પોલીસ માની રહી છે. સાથે જ ક્રાઈમ બ્રાંચે આવા સિમકાર્ડ ખરીદનાર અને તેનો ઉપયોગ કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી તેમની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે, તે જોવુ મહત્વનું છે.