જામનગર નજીક ધોરાજીના માનસિક અસ્થિર વેપારીએ ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ કર્યો આપઘાત

Jamnagar Suicide Case : જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ધોરાજીના વેપારી યુવાને માનસિક અસ્થિરતાના કારણે ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો છે.રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની સંજય બાબુભાઈ જેઠવા નામના 48 વર્ષના વેપારી યુવાને ગઈકાલે લાલપુર બાયપાસ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા જી.જે.-10 ટી.ટી. 8079 નંબરના ડમ્પરની હેઠળ પડતું મૂકી દેતાં તેના પરથી ડમ્પરના ટાયર ફરી વળ્યા હતા, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ દિપક ભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર નજીક ધોરાજીના માનસિક અસ્થિર વેપારીએ ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ કર્યો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Suicide Case : જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ધોરાજીના વેપારી યુવાને માનસિક અસ્થિરતાના કારણે ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની સંજય બાબુભાઈ જેઠવા નામના 48 વર્ષના વેપારી યુવાને ગઈકાલે લાલપુર બાયપાસ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા જી.જે.-10 ટી.ટી. 8079 નંબરના ડમ્પરની હેઠળ પડતું મૂકી દેતાં તેના પરથી ડમ્પરના ટાયર ફરી વળ્યા હતા, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના ભાઈ દિપક ભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.