૬૪૯ કરોડના કામનો સમાવેશ કરાયો, અમદાવાદમાં સાત આઈકોનિક રોડનું વડાપ્રધાન ખાતમૂહુર્ત કરશે

        અમદાવાદ,શનિવાર,14 સપ્ટેમ્બર,2024૧૬ સપ્ટેમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં સાત આઈકોનિક રોડ બનાવવા ખાતમૂહુર્ત કરશે.અમદાવાદ મ્યુનિ.ના કુલ ૬૪૯ કરોડના વિકાસકામોનુ ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.જેમાં રેન બસેરા,વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતના અન્ય પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.સોમવારે નરોડા ખાતે બનાવવામાં આવેલા ૧૨૧૫ આવાસોનું લોકાર્પણ કરાશે.ઠકકરબાપાનગર ખાતે ૨૧.૫૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન,નારોલ તથા નિકોલમાં રુપિયા ૧૫ કરોડથી વધુના ખર્ચથી બનાવવામાં આવેલા રેનબસેરાનું લોકાર્પણ કરાશે.૩૦ મેગાવોટ સોલાર સિસ્ટમ ઉપરાંત સાત આઈકોનિક રોડ રુપિયા ૩૫૦ કરોડના ખર્ચથી બનાવવાના પ્રોજેકટનુ ખાતમૂહુર્ત કરવામાં આવશે.આઈકોનિક રોડ કયાં-કયાં બનાવાશે૧.પાલડીથી વાડજ૨.ડફનાળા જંકશનથી એરપોર્ટ સર્કલ૩.કેશવબાગથી પકવાન જંકશન૪.કેનયુગ થી પ્રહલાદનગર જંકશન૫.નરોડાથી દહેગામ૬.વિસતથી તપોવન૭.ઈસ્કોન જંકશનથી પકવાનસાલ હોસ્પિટલથી હેલમેટ સર્કલ સુધી  બે કરોડના ખર્ચે  રોડ રીસરફેસ કરાયો         વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદની મુલાકાતે આવી રહયા છે.વડાપ્રધાનના આગમન અગાઉ સાલ હોસ્પિટલથી હેલમેટ સર્કલ સુધી ચાર કિલોમીટરના રોડને રુપિયા બે કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીસરફેસ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ૧૬ સપ્ટેમ્બરે જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના અધિકારીઓને તેમને આપવામા આવેલી સુચના મુજબ સ્ટાફ સાથે હાજર રહેવા સુચના આપવામાં આવી છે.

૬૪૯ કરોડના કામનો સમાવેશ કરાયો, અમદાવાદમાં સાત આઈકોનિક રોડનું વડાપ્રધાન ખાતમૂહુર્ત કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,શનિવાર,14 સપ્ટેમ્બર,2024

૧૬ સપ્ટેમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં સાત આઈકોનિક રોડ બનાવવા ખાતમૂહુર્ત કરશે.અમદાવાદ મ્યુનિ.ના કુલ ૬૪૯ કરોડના વિકાસકામોનુ ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.જેમાં રેન બસેરા,વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતના અન્ય પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સોમવારે નરોડા ખાતે બનાવવામાં આવેલા ૧૨૧૫ આવાસોનું લોકાર્પણ કરાશે.ઠકકરબાપાનગર ખાતે ૨૧.૫૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન,નારોલ તથા નિકોલમાં રુપિયા ૧૫ કરોડથી વધુના ખર્ચથી બનાવવામાં આવેલા રેનબસેરાનું લોકાર્પણ કરાશે.૩૦ મેગાવોટ સોલાર સિસ્ટમ ઉપરાંત સાત આઈકોનિક રોડ રુપિયા ૩૫૦ કરોડના ખર્ચથી બનાવવાના પ્રોજેકટનુ ખાતમૂહુર્ત કરવામાં આવશે.

આઈકોનિક રોડ કયાં-કયાં બનાવાશે

૧.પાલડીથી વાડજ

૨.ડફનાળા જંકશનથી એરપોર્ટ સર્કલ

૩.કેશવબાગથી પકવાન જંકશન

૪.કેનયુગ થી પ્રહલાદનગર જંકશન

૫.નરોડાથી દહેગામ

૬.વિસતથી તપોવન

૭.ઈસ્કોન જંકશનથી પકવાન

સાલ હોસ્પિટલથી હેલમેટ સર્કલ સુધી  બે કરોડના ખર્ચે  રોડ રીસરફેસ કરાયો

        વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદની મુલાકાતે આવી રહયા છે.વડાપ્રધાનના આગમન અગાઉ સાલ હોસ્પિટલથી હેલમેટ સર્કલ સુધી ચાર કિલોમીટરના રોડને રુપિયા બે કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીસરફેસ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ૧૬ સપ્ટેમ્બરે જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના અધિકારીઓને તેમને આપવામા આવેલી સુચના મુજબ સ્ટાફ સાથે હાજર રહેવા સુચના આપવામાં આવી છે.