ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર એસ.ટી. બસ અને આયશર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું
- લટુડા ગામ પાસે એસ.ટી.બસ સાથે આયશર અથડાતા આયશર ચાલકનું મોત નીપજ્યું- માંડવી-ભાવનગર રૃટની એસ.ટી. બસને અકસ્માત નડયોસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૫સાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર એસ.ટી. બસ અને આયશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આયશર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે પહોંચતા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલકનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.આ અંગે મળતી માહિતી મુજબ માંડવી-ભાવનગર રૃટની એસ.ટી. બસ ભાવનગર તરફ જઈ રહી હતી તે દરમ્યાન ધ્રાંગધ્રાથી ઉપડયા બાદ સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી ત્યારે રાજસીતાપુર-લટુડા ગામ વચ્ચે એસ.ટી.બસ સાથે આયશર ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં આયશરચાલક પરમાર બીપીનભાઈ અમૃતભાઈ ઉ.વ.૩૩વાળાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને ભારે જહેમત બાદ આયશરના કેબીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલા આયશરચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે આયશરમાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે બીજી બાજુ એસ.ટી.બસના આગળના ભાગે નુકશાન થયું હતું અને અકસ્માત થતાં જ એસ.ટી.બસમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં લઈ વાહનવ્યવહાર પુનઃ શરૃ કરાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લટુડા ગામ પાસે એસ.ટી.બસ સાથે આયશર અથડાતા આયશર ચાલકનું મોત નીપજ્યું
- માંડવી-ભાવનગર રૃટની એસ.ટી. બસને અકસ્માત નડયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૫સાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર એસ.ટી. બસ અને આયશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આયશર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે પહોંચતા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલકનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ માંડવી-ભાવનગર રૃટની એસ.ટી. બસ ભાવનગર તરફ જઈ રહી હતી તે દરમ્યાન ધ્રાંગધ્રાથી ઉપડયા બાદ સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી ત્યારે રાજસીતાપુર-લટુડા ગામ વચ્ચે એસ.ટી.બસ સાથે આયશર ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં આયશરચાલક પરમાર બીપીનભાઈ અમૃતભાઈ ઉ.વ.૩૩વાળાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને ભારે જહેમત બાદ આયશરના કેબીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલા આયશરચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે આયશરમાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે બીજી બાજુ એસ.ટી.બસના આગળના ભાગે નુકશાન થયું હતું અને અકસ્માત થતાં જ એસ.ટી.બસમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં લઈ વાહનવ્યવહાર પુનઃ શરૃ કરાવ્યો હતો.