Ahmedabd: કચ્છના આશાપુરા મઢમાં પતરી વિધિની હનુવંતસિંહજીને હાઈકોર્ટની મંજૂરી

 કચ્છના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મઢ(મંદિર)માં મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજાને આવતીકાલે પતરી વિધિ કરવા ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. હાઈકોર્ટએ કચ્છની જિલ્લા અદાલતના પ્રાગમલસિંહ ત્રીજાની રાણીને પતરી વિધિનો અધિકાર આપતાં હુકમ સામે મનાઇહુકમ ફરમાવી દીધો છે.ગુજરાત હાઇકોર્ટના આ હુકમને પગલે આવતીકાલે આઠમના પવિત્ર યોગ નિમિતે હનુવંતસિંહજી માતાના મઢમાં પતરી વિધિ કરી શકશે. ગુજરાત હાઇકોર્ટના આ હુકમ સામે પ્રતિવાદીઓ તરફ્થી સ્ટે માંગવામાં આવતાં મનાઇહુકમ આપવાનો પણ સાફ્ ઇનકાર કરી દીધો હતો. મહારાવ પ્રાગમલજી ત્રીજાના વંશજ કે હનુવંતસિંહજી તેઓમાંથી કોણ પૂજા કરી શકે એ બાબતને લઇ છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં કચ્છની લખપત કોર્ટે પ્રાગમલજીના દાવામાં પ્રતિનિધિ નીમવાની મનાઈ ફરમાવી હતી. ત્યારબાદ પ્રાગમલજીનું અવસાન થતા તેમના પત્ની અને મહારાણી પ્રીતિદેવી દ્વારા લખપત કોર્ટના ચુકાદાને કચ્છ જિલ્લા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કોર્ટે વચગાળાના હુકમમાં પ્રાગમલજીની જગ્યાએ તેમની પત્નીને પતરી વિધિ કરવાની અનુમતિ આપતા નોંધ્યું હતું કે, મહિલાઓ સાથે ભેદભાવ રાખી શકાય નહીં. જો કે, વર્ષ 2023 માં જિલ્લા કોર્ટે ચુકાદો આપતા મહારાણીની અપીલને મંજૂર રાખી મહારાણી અને તેમના દ્વારા નીમાયેલ જાડેજા વંશના પ્રતિનિધિ પતરી વિધિ કરી શકે છે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કોર્ટના આ હુકમથી નારાજ થઇ હનુવંતસિંહજી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી અને સાથે સાથે ટ્રાયલ કોર્ટના ઉપરોકત હુકમ સામે મનાઇહુકમ આપવા માટે દાદ માંગતી સિવિલ એપ્લીકેશન પણ કરવામાં આવી હતી. એવી દલીલ રજૂ કરાઇ હતી કે, રાજાના વ્યક્તિગત હક્કો તેમના મૃત્યુ બાદ તેની પત્નીને મળી શકે નહીં. અરજદાર હનુવંતસિંહ પ્રાગમલજીના અવસાન બાદ કચ્છના છેલ્લા રાજા મદનસિંહના પુત્ર છે. જેથી ત્રીજા વ્યક્તિને રાજવી કુળ સાથે લેવા દેવા ન હોવાથી. પતરી વિધિનો અવસર તેમને મળવો જોઈએ.

Ahmedabd: કચ્છના આશાપુરા મઢમાં પતરી વિધિની હનુવંતસિંહજીને હાઈકોર્ટની મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 કચ્છના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મઢ(મંદિર)માં મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજાને આવતીકાલે પતરી વિધિ કરવા ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. હાઈકોર્ટએ કચ્છની જિલ્લા અદાલતના પ્રાગમલસિંહ ત્રીજાની રાણીને પતરી વિધિનો અધિકાર આપતાં હુકમ સામે મનાઇહુકમ ફરમાવી દીધો છે.

ગુજરાત હાઇકોર્ટના આ હુકમને પગલે આવતીકાલે આઠમના પવિત્ર યોગ નિમિતે હનુવંતસિંહજી માતાના મઢમાં પતરી વિધિ કરી શકશે. ગુજરાત હાઇકોર્ટના આ હુકમ સામે પ્રતિવાદીઓ તરફ્થી સ્ટે માંગવામાં આવતાં મનાઇહુકમ આપવાનો પણ સાફ્ ઇનકાર કરી દીધો હતો. મહારાવ પ્રાગમલજી ત્રીજાના વંશજ કે હનુવંતસિંહજી તેઓમાંથી કોણ પૂજા કરી શકે એ બાબતને લઇ છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.

જેમાં કચ્છની લખપત કોર્ટે પ્રાગમલજીના દાવામાં પ્રતિનિધિ નીમવાની મનાઈ ફરમાવી હતી. ત્યારબાદ પ્રાગમલજીનું અવસાન થતા તેમના પત્ની અને મહારાણી પ્રીતિદેવી દ્વારા લખપત કોર્ટના ચુકાદાને કચ્છ જિલ્લા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કોર્ટે વચગાળાના હુકમમાં પ્રાગમલજીની જગ્યાએ તેમની પત્નીને પતરી વિધિ કરવાની અનુમતિ આપતા નોંધ્યું હતું કે, મહિલાઓ સાથે ભેદભાવ રાખી શકાય નહીં. જો કે, વર્ષ 2023 માં જિલ્લા કોર્ટે ચુકાદો આપતા મહારાણીની અપીલને મંજૂર રાખી મહારાણી અને તેમના દ્વારા નીમાયેલ જાડેજા વંશના પ્રતિનિધિ પતરી વિધિ કરી શકે છે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કોર્ટના આ હુકમથી નારાજ થઇ હનુવંતસિંહજી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી અને સાથે સાથે ટ્રાયલ કોર્ટના ઉપરોકત હુકમ સામે મનાઇહુકમ આપવા માટે દાદ માંગતી સિવિલ એપ્લીકેશન પણ કરવામાં આવી હતી. એવી દલીલ રજૂ કરાઇ હતી કે, રાજાના વ્યક્તિગત હક્કો તેમના મૃત્યુ બાદ તેની પત્નીને મળી શકે નહીં. અરજદાર હનુવંતસિંહ પ્રાગમલજીના અવસાન બાદ કચ્છના છેલ્લા રાજા મદનસિંહના પુત્ર છે. જેથી ત્રીજા વ્યક્તિને રાજવી કુળ સાથે લેવા દેવા ન હોવાથી. પતરી વિધિનો અવસર તેમને મળવો જોઈએ.