Surendranagar: સોલાર પેનલ ફિટ કરાવવી હોય તો સ્માર્ટ મીટર ફરજિયાતના ફરમાનથી આક્રોશ

સ્માર્ટ મીટરની ના પાડી હોય તેવા ગ્રાહકોની સબસિડી પર બ્રેક લાગી હોવાનો આક્ષેપફરજિયાત સ્માર્ટ મીટરનું કહેનાર વીજ કંપનીના અધિકારીઓ સામે લોકોમાં રોષ ગ્રાહકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું કહેવામાં આવતા રોષ ફેલાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ મીટરનું ભુત ફરી ધુણ્યુ છે. હાલ સોલાર પેનલ લેવા ઈચ્છતા ગ્રાહકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું કહેવામાં આવતા રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરોમાં નીયમીત મીટરો કરતા વધુ યુનીટ બળતા હોવાની રાવ ઉઠી હતી. આ અંગે અનેક રજુઆતો અને વિરોધ થતા થોડા સમયથી આ કામગીરી વીજ તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ હતી. પરંતુ ફરી સ્માર્ટ મીટરનું ભુત ધુણ્યુ છે. જિલ્લામાં હાલ જે લોકો સોલાર પેનલ પોતાના ઘરે નંખાવે છે તેઓને સ્માર્ટ મીટર ફરજિયાત લેવડાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. આ અંગેની વાતો સામે આવતા સોમવારે રાજુભાઈ કરપડા, કમલેશભાઈ કોટેચા સહિતનાઓએ વીજ ગ્રાહકોને સાથે રાખી પીજીવીસીએલની સર્કલ કચેરીએ મૌખીક રજૂઆતો કરી હતી. જેમાં જણાવાયા મુજબ છેલ્લા ત્રણ માસથી જે લોકોએ સ્માર્ટ મીટર લગાવી દીધા છે કે હવે જેઓ લગાવવાની કાર્યવાહી કરી રહ્યા છે તેઓને ફરજિયાત સ્માર્ટ મીટર લેવાનું કહેવાય છે. જો ગ્રાહકો ના પાડે તો તેઓને મળતી સબસીડી પર બ્રેક મારી દેવાય છે. આ અંગે વીજ કંપનીના અધિક્ષક ઈજનેર એ.એસ.વાઘેલાએ જણાવ્યુ કે, સોલાર પેનલ સાથે સ્માર્ટ મીટરનો વડી કચેરીએથી પરીપત્ર આવ્યો છે. આથી તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.

Surendranagar: સોલાર પેનલ ફિટ કરાવવી હોય તો સ્માર્ટ મીટર ફરજિયાતના ફરમાનથી આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્માર્ટ મીટરની ના પાડી હોય તેવા ગ્રાહકોની સબસિડી પર બ્રેક લાગી હોવાનો આક્ષેપ
  • ફરજિયાત સ્માર્ટ મીટરનું કહેનાર વીજ કંપનીના અધિકારીઓ સામે લોકોમાં રોષ
  • ગ્રાહકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું કહેવામાં આવતા રોષ ફેલાયો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ મીટરનું ભુત ફરી ધુણ્યુ છે. હાલ સોલાર પેનલ લેવા ઈચ્છતા ગ્રાહકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું કહેવામાં આવતા રોષ ફેલાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરોમાં નીયમીત મીટરો કરતા વધુ યુનીટ બળતા હોવાની રાવ ઉઠી હતી. આ અંગે અનેક રજુઆતો અને વિરોધ થતા થોડા સમયથી આ કામગીરી વીજ તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ હતી. પરંતુ ફરી સ્માર્ટ મીટરનું ભુત ધુણ્યુ છે. જિલ્લામાં હાલ જે લોકો સોલાર પેનલ પોતાના ઘરે નંખાવે છે તેઓને સ્માર્ટ મીટર ફરજિયાત લેવડાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. આ અંગેની વાતો સામે આવતા સોમવારે રાજુભાઈ કરપડા, કમલેશભાઈ કોટેચા સહિતનાઓએ વીજ ગ્રાહકોને સાથે રાખી પીજીવીસીએલની સર્કલ કચેરીએ મૌખીક રજૂઆતો કરી હતી. જેમાં જણાવાયા મુજબ છેલ્લા ત્રણ માસથી જે લોકોએ સ્માર્ટ મીટર લગાવી દીધા છે કે હવે જેઓ લગાવવાની કાર્યવાહી કરી રહ્યા છે તેઓને ફરજિયાત સ્માર્ટ મીટર લેવાનું કહેવાય છે. જો ગ્રાહકો ના પાડે તો તેઓને મળતી સબસીડી પર બ્રેક મારી દેવાય છે. આ અંગે વીજ કંપનીના અધિક્ષક ઈજનેર એ.એસ.વાઘેલાએ જણાવ્યુ કે, સોલાર પેનલ સાથે સ્માર્ટ મીટરનો વડી કચેરીએથી પરીપત્ર આવ્યો છે. આથી તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.