સુમરાસર શેખમાં ગામે વિધર્મી યુવકે બે સગીરાના કપડા ફાડીને છેડતી કરતાં ચકચાર

મહિલા સુરક્ષાના લીરેલીરા ઉડયાઆરોપીની ધરપકડ કરાઈ : ૫ોક્સો એટ્રોસીટી, છેડતી સહિતની કલમોતળે માધાપર પોલીસ મથકે ગુનો દાખલ ભુજ: તાલુકાના સુમરાસર શેખ ગામે ધો. ૭માં અભ્યાસ કરતી સગીરા સહિત બે કન્યાની છેડતીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મહિલા સુરક્ષાના સરેઆમ ધજાગરા ઉડતા હોય તેવો કિસ્સો તપાસમાં આવવા પામ્યો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને માધાપર પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ તેમજ ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ સુમરાસર ગામે રહે છે. તેમની ત્રણ દિકરીઓ અને એક પુત્ર છે. સાંજે ૬ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા ત્યારે ત્રણેય દિકરીઓ ઘરની બહાર રમતી હતી આ સમયે અજીજ સુલેમાન શેખ નામનો શખ્સ બાઈક લઈને આવ્યો હતો અને દિકરીઓને ગાળો બોલવા લાગ્યો હતો. આ સમયે દિકરીએ ગાળો કેમ આપે છે તેવું કહેતા અજીજે દિકરીની છેડતી કરી હતી. આ સમયે માતાએ અજીજને ઠપકો આપતા આ શખ્સે બન્ને દિકરીઓના કપડા ફાડવાની કોશીષ કરતો હતો ત્યારે તેણી વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી દીધો હતો. માતાએ બુમાબુમ કરતા બાજુમાં રહેતા પાડોશી આવી ગયા હતા અને અજીજને ધક્કો મારીને છોડાવ્યો હતો. આ સમયે અજીજે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેવું ભોગબનનાર સગીરાની માતાએ ફરીયાદમાં લખાવ્યું છે. પોલીસના કહેવા મુજબ અનુસૂચિત જાતિની સગીર વયની ૧૧ વર્ષીય દીકરીને સુમરાસર શેખ ગામનો અજીજ સુલેમાન શેખએ છેડતી કરી હતી.આ અંગે સગીરાની માતા આરોપીને ઠપકો આપવા જતા આરોપીએ ઉશ્કેેરાઈ જઈને ફરિયાદીની બંને પુત્રીના કપડાં ફાડી નાખ્યા હતા જેમાં સાહેદ છોડાવવા જતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.૧૧  સપ્ટેમ્બરના આ ઘટના બનવા પામી હતી.માધાપર પોલીસ મથકે આ બનાવમાં ભોગ બનનારની માતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે  આ બનાવમાં અજીજ શેખ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૫(ર), ૭૫(ર), ૩૫૧(ર) તથા એટ્રોસીટીની કલમ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય એ છે કે, પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી એસ.પી.ની જગ્યા ખાલી છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે. દરરોજ મારામારી, છેડતી, હત્યા જેવા કિસ્સાઓપ્રકાશમાં આવવા પામી રહ્યા છે ત્યારે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. આવા તત્વોને પાઠ ભણાવવા હવે કડક અધિકારીની જરૂરીયાત ઉભી થવા પામી છે. 

સુમરાસર શેખમાં ગામે વિધર્મી યુવકે બે સગીરાના કપડા ફાડીને છેડતી કરતાં ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મહિલા સુરક્ષાના લીરેલીરા ઉડયા

આરોપીની ધરપકડ કરાઈ : ૫ોક્સો એટ્રોસીટી, છેડતી સહિતની કલમોતળે માધાપર પોલીસ મથકે ગુનો દાખલ 

ભુજ: તાલુકાના સુમરાસર શેખ ગામે ધો. ૭માં અભ્યાસ કરતી સગીરા સહિત બે કન્યાની છેડતીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મહિલા સુરક્ષાના સરેઆમ ધજાગરા ઉડતા હોય તેવો કિસ્સો તપાસમાં આવવા પામ્યો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને માધાપર પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી છે. 

જાણવા મળતી વિગતો મુજબ તેમજ ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ સુમરાસર ગામે રહે છે. તેમની ત્રણ દિકરીઓ અને એક પુત્ર છે. સાંજે ૬ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા ત્યારે ત્રણેય દિકરીઓ ઘરની બહાર રમતી હતી આ સમયે અજીજ સુલેમાન શેખ નામનો શખ્સ બાઈક લઈને આવ્યો હતો અને દિકરીઓને ગાળો બોલવા લાગ્યો હતો. આ સમયે દિકરીએ ગાળો કેમ આપે છે તેવું કહેતા અજીજે દિકરીની છેડતી કરી હતી. આ સમયે માતાએ અજીજને ઠપકો આપતા આ શખ્સે બન્ને દિકરીઓના કપડા ફાડવાની કોશીષ કરતો હતો ત્યારે તેણી વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી દીધો હતો. માતાએ બુમાબુમ કરતા બાજુમાં રહેતા પાડોશી આવી ગયા હતા અને અજીજને ધક્કો મારીને છોડાવ્યો હતો. આ સમયે અજીજે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેવું ભોગબનનાર સગીરાની માતાએ ફરીયાદમાં લખાવ્યું છે. 

પોલીસના કહેવા મુજબ અનુસૂચિત જાતિની સગીર વયની ૧૧ વર્ષીય દીકરીને સુમરાસર શેખ ગામનો અજીજ સુલેમાન શેખએ છેડતી કરી હતી.આ અંગે સગીરાની માતા આરોપીને ઠપકો આપવા જતા આરોપીએ ઉશ્કેેરાઈ જઈને ફરિયાદીની બંને પુત્રીના કપડાં ફાડી નાખ્યા હતા જેમાં સાહેદ છોડાવવા જતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.૧૧  સપ્ટેમ્બરના આ ઘટના બનવા પામી હતી.માધાપર પોલીસ મથકે આ બનાવમાં ભોગ બનનારની માતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે  આ બનાવમાં અજીજ શેખ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૫(ર), ૭૫(ર), ૩૫૧(ર) તથા એટ્રોસીટીની કલમ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજાએ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય એ છે કે, પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી એસ.પી.ની જગ્યા ખાલી છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે. દરરોજ મારામારી, છેડતી, હત્યા જેવા કિસ્સાઓપ્રકાશમાં આવવા પામી રહ્યા છે ત્યારે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. આવા તત્વોને પાઠ ભણાવવા હવે કડક અધિકારીની જરૂરીયાત ઉભી થવા પામી છે.