Junagadhમાં 28 લાખની લૂંટનો કેસ, પોલીસે 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યા
જૂનાગઢમાં ત્રણ શખ્સોએ 28 લાખની લૂંટ ચલાવી રાજકોટથી આવેલા અને લાઈટ ડેકોરેશનનો ધંધો કરતા રમજાન ઉઠમના તેના મિત્રો સાથે બહારગામ જવા નીકળ્યો હતો. ત્યારે જૂનાગઢના અયાન ઉર્ફે પાંચિયાએ રમજાન અને તેમના મિત્રોને કેશોદ નજીક જમાડી જૂનાગઢમાં મિત્રો સાથે મળી 28 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. જે ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.કેવી રીતે લૂંટને આપ્યો અંજામ? ફરિયાદી સાથે આવેલા તેના મિત્ર મયુરસિંહને એક આંગળિયું કરવાનું હોવાથી અયાન ઉર્ફે પાંચિયાએ ગાડી તેની પાછળ હંકારવાનું કહ્યું હતું. ત્યારે ફરિયાદી તેમજ તેના મિત્રએ પાંચિયા અને તેના મિત્રોની મોટર સાયકલની પાછળ પોતાની કાર જવા દીધી હતી. રસ્તામાં પોતાની બાઈક ઉભી રાખી રમજાનને કહ્યું કે આગળ ગાડી નહીં જાય તમે બાઈકમાં બેસી જાવ. તે સમયે ફરિયાદી રમઝાન અયાન ઉર્ફે પાંચિયાની બાઈક પર બેસી આંગળીયા પેઢી તરફ જવા લાગ્યા હતા. ત્યારે રસ્તામાં આરોપી પાસે ફરિયાદીને ઉભા રાખી પાંચીયો અને તેના મિત્રો ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવારમાં અયાન ઉર્ફે પાંચિયાના મિત્રએ આવી ફરિયાદી રમઝાનની ડોક પર છરી રાખી રોકડ રૂપિયા ભરેલી 28 લાખની બેગ લઈ બે ઈસમો ફરાર થઈ ગયા હતા. જેને લઈ ફરિયાદી રમજાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 28 લાખ રોકડ રૂપિયાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં અયાન ઉર્ફે પાંચિયો, રમીન ખાન ઉર્ફે ભાવનગરી અને સાહિલ દલને ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુ તપાસ આદરી આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અયાન સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ફરીયાદી આ લાખો રૂપિયા ક્યાં હેતુથી લાવ્યા હતા? કોને આંગળીયા કરવાના હતા? અને આ લૂંટના ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં ત્રણ શખ્સોએ 28 લાખની લૂંટ ચલાવી રાજકોટથી આવેલા અને લાઈટ ડેકોરેશનનો ધંધો કરતા રમજાન ઉઠમના તેના મિત્રો સાથે બહારગામ જવા નીકળ્યો હતો. ત્યારે જૂનાગઢના અયાન ઉર્ફે પાંચિયાએ રમજાન અને તેમના મિત્રોને કેશોદ નજીક જમાડી જૂનાગઢમાં મિત્રો સાથે મળી 28 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. જે ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
કેવી રીતે લૂંટને આપ્યો અંજામ?
ફરિયાદી સાથે આવેલા તેના મિત્ર મયુરસિંહને એક આંગળિયું કરવાનું હોવાથી અયાન ઉર્ફે પાંચિયાએ ગાડી તેની પાછળ હંકારવાનું કહ્યું હતું. ત્યારે ફરિયાદી તેમજ તેના મિત્રએ પાંચિયા અને તેના મિત્રોની મોટર સાયકલની પાછળ પોતાની કાર જવા દીધી હતી. રસ્તામાં પોતાની બાઈક ઉભી રાખી રમજાનને કહ્યું કે આગળ ગાડી નહીં જાય તમે બાઈકમાં બેસી જાવ. તે સમયે ફરિયાદી રમઝાન અયાન ઉર્ફે પાંચિયાની બાઈક પર બેસી આંગળીયા પેઢી તરફ જવા લાગ્યા હતા.
ત્યારે રસ્તામાં આરોપી પાસે ફરિયાદીને ઉભા રાખી પાંચીયો અને તેના મિત્રો ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવારમાં અયાન ઉર્ફે પાંચિયાના મિત્રએ આવી ફરિયાદી રમઝાનની ડોક પર છરી રાખી રોકડ રૂપિયા ભરેલી 28 લાખની બેગ લઈ બે ઈસમો ફરાર થઈ ગયા હતા. જેને લઈ ફરિયાદી રમજાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 28 લાખ રોકડ રૂપિયાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં અયાન ઉર્ફે પાંચિયો, રમીન ખાન ઉર્ફે ભાવનગરી અને સાહિલ દલને ઝડપી પાડ્યા હતા.
પોલીસે વધુ તપાસ આદરી
આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અયાન સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ફરીયાદી આ લાખો રૂપિયા ક્યાં હેતુથી લાવ્યા હતા? કોને આંગળીયા કરવાના હતા? અને આ લૂંટના ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.