Surat: દિવાળીને ધ્યાનમાં રાખી સીએ ફાઈનલની પરીક્ષા સ્થગિત કરાઈ
આગામી 1 નવેમ્બરથી સીએ ફાઈનલની પરીક્ષાઓ શરૂ થવાની હતી. જોકે દિવાળીના તહેવારોને કારણે આ પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી છે. સીએ ફાઈનલના બંને ગ્રુપની પરીક્ષાઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેથી 1 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ હવે 3 નવેમ્બરથી લેવામાં આવશે.ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આગામી નવેમ્બર મહિનાથી શરુ થતી સીએ ફાઈનલની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. નવા કાર્યક્રમ મુજબ સીએ ફાઈનલ ગ્રૂપ 1ની પરીક્ષા 3, 5 અને 7 નવેમ્બરે યોજવામાં આવશે. જ્યારે ગ્રુપ 2ની પરીક્ષા 9, 11 અને 13 નવેમ્બરે યોજવામાં આવશે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગ્રૂપ 1ની પરીક્ષા આગામી 1 નવેમ્બર અને ગ્રૂપ 2ની પરીક્ષા 7 નવેમ્બરથી શરુ થવાની હતી. જોકે તે પહેલા દિવાળીના તહેવારો આવતા હોઈ ઈન્સ્ટિટયુટને પરીક્ષાની તારીખો બદલવા માટે વિદ્યાર્થીઓ તરફથી અરજી મળી હતી. વિદ્યાર્થીઓની અરજીને ધ્યાને લઈને પરીક્ષાની તારીખમાં ફેરફારો કરવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી 1 નવેમ્બરથી સીએ ફાઈનલની પરીક્ષાઓ શરૂ થવાની હતી. જોકે દિવાળીના તહેવારોને કારણે આ પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી છે. સીએ ફાઈનલના બંને ગ્રુપની પરીક્ષાઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેથી 1 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ હવે 3 નવેમ્બરથી લેવામાં આવશે.
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આગામી નવેમ્બર મહિનાથી શરુ થતી સીએ ફાઈનલની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. નવા કાર્યક્રમ મુજબ સીએ ફાઈનલ ગ્રૂપ 1ની પરીક્ષા 3, 5 અને 7 નવેમ્બરે યોજવામાં આવશે. જ્યારે ગ્રુપ 2ની પરીક્ષા 9, 11 અને 13 નવેમ્બરે યોજવામાં આવશે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગ્રૂપ 1ની પરીક્ષા આગામી 1 નવેમ્બર અને ગ્રૂપ 2ની પરીક્ષા 7 નવેમ્બરથી શરુ થવાની હતી. જોકે તે પહેલા દિવાળીના તહેવારો આવતા હોઈ ઈન્સ્ટિટયુટને પરીક્ષાની તારીખો બદલવા માટે વિદ્યાર્થીઓ તરફથી અરજી મળી હતી. વિદ્યાર્થીઓની અરજીને ધ્યાને લઈને પરીક્ષાની તારીખમાં ફેરફારો કરવામાં આવ્યા છે.