Aravalli: બાયડમાં ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત

બાયડના સરહદી ચપટીયા ગામે ટ્રક અને એસટીનો અકસ્માત થયોટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો, JCBની મદદથી ટ્રકની બહાર કાઢવામાં આવ્યો અકસ્માતના પગલે હાઈવે પર થયો ટ્રાફિક જામ અરવલ્લીના બાયડમાં ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે. બાયડના સરહદી ચપટીયા ગામે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાયડના કપડવંજ હાઈવે પર થયો છે. જેમાં કૂલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાયડમાં થયેલા આ મોટા અકસ્માતમાં 15 લોકોને ઈજા પહોંચી છે અને હાલમાં આ ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 108 દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માત સર્જાતા ટ્રકનો ડાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાતા જ હાઈવે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જુનાગઢમાં બાઈકનો અકસ્માત, યુવાનનું મોત જુનાગઢમાં બાઈક અકસ્માતમાં એક યુવાનનું મોત થયુ છે. બાઈક ચાલક સ્પીડ બ્રેકર ઓળખવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો અને તેમાં મોત થયું છે. માળિયાહાટીનાના ચરખડી ગામે આ ઘટના બની છે. જેમાં બાઈક પર યુવાનો ત્રણ સવારી જતા હતા અને બાઈક સ્લીપ થઈ ગયુ હતું. એરફોર્સમાં ફરજ બજાવતા યુવાનનું અકસ્માતમાં મોત થયું છે. વિશાલ ગૌડ નામનો યુવાન છેલ્લા 3 વર્ષથી એરફોર્સમાં ફરજ બજાવતો હતો અને રજા હોવાથી પોતાના વતનમાં આવ્યો હતો. આણંદની ગણેશ ચોકડી પાસે ટ્રાફિક સિગ્નલ ધરાશાયી આણંદની ગણેશ ચોકડી પાસે ટ્રાફિક સિગ્નલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રાફિક સિગ્નલ પોલ રિક્ષા પર પડ્યો હતો. જો કે રિક્ષામાં બેઠેલા ચાલકનો આબાદ બચાવ થયો છે પણ સિગ્નલ પોલ પડવાના કારણે રિક્ષાને ભારે નુક્સાન પહોંચ્યુ છે. ત્યારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાલિકાની બેદરકારીના કારણે સિગ્નલ પોલ ધરાશાયી થયો છે.

Aravalli: બાયડમાં ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાયડના સરહદી ચપટીયા ગામે ટ્રક અને એસટીનો અકસ્માત થયો
  • ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો, JCBની મદદથી ટ્રકની બહાર કાઢવામાં આવ્યો
  • અકસ્માતના પગલે હાઈવે પર થયો ટ્રાફિક જામ

અરવલ્લીના બાયડમાં ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે. બાયડના સરહદી ચપટીયા ગામે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાયડના કપડવંજ હાઈવે પર થયો છે. જેમાં કૂલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

બાયડમાં થયેલા આ મોટા અકસ્માતમાં 15 લોકોને ઈજા પહોંચી છે અને હાલમાં આ ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 108 દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માત સર્જાતા ટ્રકનો ડાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાતા જ હાઈવે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

જુનાગઢમાં બાઈકનો અકસ્માત, યુવાનનું મોત

જુનાગઢમાં બાઈક અકસ્માતમાં એક યુવાનનું મોત થયુ છે. બાઈક ચાલક સ્પીડ બ્રેકર ઓળખવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો અને તેમાં મોત થયું છે. માળિયાહાટીનાના ચરખડી ગામે આ ઘટના બની છે. જેમાં બાઈક પર યુવાનો ત્રણ સવારી જતા હતા અને બાઈક સ્લીપ થઈ ગયુ હતું. એરફોર્સમાં ફરજ બજાવતા યુવાનનું અકસ્માતમાં મોત થયું છે. વિશાલ ગૌડ નામનો યુવાન છેલ્લા 3 વર્ષથી એરફોર્સમાં ફરજ બજાવતો હતો અને રજા હોવાથી પોતાના વતનમાં આવ્યો હતો.

આણંદની ગણેશ ચોકડી પાસે ટ્રાફિક સિગ્નલ ધરાશાયી

આણંદની ગણેશ ચોકડી પાસે ટ્રાફિક સિગ્નલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રાફિક સિગ્નલ પોલ રિક્ષા પર પડ્યો હતો. જો કે રિક્ષામાં બેઠેલા ચાલકનો આબાદ બચાવ થયો છે પણ સિગ્નલ પોલ પડવાના કારણે રિક્ષાને ભારે નુક્સાન પહોંચ્યુ છે. ત્યારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાલિકાની બેદરકારીના કારણે સિગ્નલ પોલ ધરાશાયી થયો છે.