Ahmedabad: રામોલમાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને રિક્ષાચાલકે છરી મારી

શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. જેમાં બે દિવસમાં ત્રણ હત્યાના પ્રયાસના બનાવો સામે આવ્યા છે. જેમાં રામોલમાં રિક્ષાના ભાડા બાબતે રિક્ષાચાલકે યુવકને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ નિકોલમાં અજાણ્યા શખ્સે યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઇ ગયો હતો.બંને બનાવોમાં પોલીસે હત્યાના પ્રયાસની કલમનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ત્યારે રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. કઠવાડામાં રહેતા અરૂણકુમાર વિશ્વકર્મા છૂટક મજૂરી કામ કરે છે. તેમનો 35 વર્ષીય સાળો શિવચરણ પણ ત્યાં નજીકમાં રહે છે. ગત 1 જાન્યુઆરીએ તેમનો સાળો ઘરેથી શાકભાજી લેવા જવાનું કહીને ઘણો સમય થયો હોવા છતા ઘરે આવ્યો ન હતો. જેથી સંબંધી લક્ષ્મણે અરૂણકુમારે ફેન કરતા તેઓ બંને સાળાને શોધખોળ કરવા નીકળ્યા હતા પરંતુ મળી આવ્યો ન હતો. તેમજ શિવચરણ મોડી રાત સુધી ફરવાની ટેવ ધરાવતો હોવાથી આવી જશે તેમ સમજીને અરૂણકુમાર ઘરે જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે સવારે મજૂરીકામ પર જવા તેઓ સાળાના ઘરે ગયા પરંતુ તે આવ્યો ન હતો. જેથી સાળાની શોધખોળ કરતા તેઓ કઠવાડા જીઆઇડીસી ગેટ પાસે પહોચ્યા તે સમયે શિવચરણ લોહીલુહાણ હાલતમાં બેભાન હાલતમાં પડયો હતો. અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલ હતા. જેથી અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કરીને ફરાર થઇ ગયો હતો. જ્યારે શિવચરણને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે અરૂણકુમારે અજાણ્યા શખ્સ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મૂળ બિહારના અને હાલ રામોલમાં રહેતા સકુરઆલમ શેરશાવાદી મજૂરી કરે છે. ગત 1 જાન્યુઆરીએ તેઓ મિત્રો મુજમ્મીલ, આરીફ અને અબ્દુલકલામ સાથે કાંકરિયા ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે સુરતી સોસાયટી પાસે રિક્ષાની રાહ જોઇને ઉભા હતા તે સમયે એક રિક્ષાચાલક આવ્યો હતો. અને કાંકરિયા જવાનું એક વ્યક્તિનું ભાડુ રૂ. 30 કહ્યું હતું. જેથી સકુરઆલમે ભાડુ રૂ. 20 થાય છે અમે બીજી રિક્ષામાં બેસી જઇશુ કહેતા રિક્ષાચાલકે તમે ઇમરાન જીંગાની રિક્ષામાં બેસવાની ના પાડી તમને કોણ રિક્ષામાં બેસાડે છે જોવું છું કહીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન અન્ય રિક્ષાચાલક આવતા ઇમરાને તેની સાથે ઝઘડો કરતા રિક્ષાચાલક જતો રહ્યો હતો. આટલું જ નહિ ઇમરાને મુજમ્મીલને ફટકારવા લાગ્યો હતો. આ દરમિયાન તેનો મિત્ર મોહમ્મદ સરફરાજ વચ્ચે પડતા ઇમરાને છરીનો ઘા મારીને હત્યાનો પ્રયાસ કરીને ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સરફરાજને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સકુરઆલમે ઇમરાન સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: રામોલમાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને રિક્ષાચાલકે છરી મારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. જેમાં બે દિવસમાં ત્રણ હત્યાના પ્રયાસના બનાવો સામે આવ્યા છે. જેમાં રામોલમાં રિક્ષાના ભાડા બાબતે રિક્ષાચાલકે યુવકને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ નિકોલમાં અજાણ્યા શખ્સે યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઇ ગયો હતો.

બંને બનાવોમાં પોલીસે હત્યાના પ્રયાસની કલમનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ત્યારે રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. કઠવાડામાં રહેતા અરૂણકુમાર વિશ્વકર્મા છૂટક મજૂરી કામ કરે છે. તેમનો 35 વર્ષીય સાળો શિવચરણ પણ ત્યાં નજીકમાં રહે છે. ગત 1 જાન્યુઆરીએ તેમનો સાળો ઘરેથી શાકભાજી લેવા જવાનું કહીને ઘણો સમય થયો હોવા છતા ઘરે આવ્યો ન હતો. જેથી સંબંધી લક્ષ્મણે અરૂણકુમારે ફેન કરતા તેઓ બંને સાળાને શોધખોળ કરવા નીકળ્યા હતા પરંતુ મળી આવ્યો ન હતો. તેમજ શિવચરણ મોડી રાત સુધી ફરવાની ટેવ ધરાવતો હોવાથી આવી જશે તેમ સમજીને અરૂણકુમાર ઘરે જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે સવારે મજૂરીકામ પર જવા તેઓ સાળાના ઘરે ગયા પરંતુ તે આવ્યો ન હતો. જેથી સાળાની શોધખોળ કરતા તેઓ કઠવાડા જીઆઇડીસી ગેટ પાસે પહોચ્યા તે સમયે શિવચરણ લોહીલુહાણ હાલતમાં બેભાન હાલતમાં પડયો હતો. અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલ હતા. જેથી અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કરીને ફરાર થઇ ગયો હતો. જ્યારે શિવચરણને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે અરૂણકુમારે અજાણ્યા શખ્સ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ મૂળ બિહારના અને હાલ રામોલમાં રહેતા સકુરઆલમ શેરશાવાદી મજૂરી કરે છે. ગત 1 જાન્યુઆરીએ તેઓ મિત્રો મુજમ્મીલ, આરીફ અને અબ્દુલકલામ સાથે કાંકરિયા ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે સુરતી સોસાયટી પાસે રિક્ષાની રાહ જોઇને ઉભા હતા તે સમયે એક રિક્ષાચાલક આવ્યો હતો. અને કાંકરિયા જવાનું એક વ્યક્તિનું ભાડુ રૂ. 30 કહ્યું હતું. જેથી સકુરઆલમે ભાડુ રૂ. 20 થાય છે અમે બીજી રિક્ષામાં બેસી જઇશુ કહેતા રિક્ષાચાલકે તમે ઇમરાન જીંગાની રિક્ષામાં બેસવાની ના પાડી તમને કોણ રિક્ષામાં બેસાડે છે જોવું છું કહીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન અન્ય રિક્ષાચાલક આવતા ઇમરાને તેની સાથે ઝઘડો કરતા રિક્ષાચાલક જતો રહ્યો હતો. આટલું જ નહિ ઇમરાને મુજમ્મીલને ફટકારવા લાગ્યો હતો. આ દરમિયાન તેનો મિત્ર મોહમ્મદ સરફરાજ વચ્ચે પડતા

ઇમરાને છરીનો ઘા મારીને હત્યાનો પ્રયાસ કરીને ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સરફરાજને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સકુરઆલમે ઇમરાન સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.