Kutchના 294 ગામોમાં વીજ પુરવઠો નહી, સબસ્ટેશન પાણીમાં ગરકાવ
મુન્દ્રાનું 66 કેવી સબ સ્ટેશન પાણીમાં ગરકાવ 150 જેટલા ઉદ્યોગોને ભારે અસર ભુજ સર્કલના 742માંથી 294 ગામોમાં વીજ પુરવઠો બંધ કચ્છમાં વરસાદે ભારે તારાજી સર્જી છે,સાથે સાથે કચ્છના 294 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.629 થાંભલાઓ, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે તો મુન્દ્રા તાલુકાના નાના કપાયા, પ્રતાપપર,નાના બોરાણા, વાંઢ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે,PGVCLની 41 ટીમો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં લાગી છે.પરંતુ હજી પણ આ ગામોમાં અંધારપટ છવાયો છે. વીજપુરવઠાને અસર કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર તળે હજુ પણ 294 ગામોમાં વીજ પુરવઠા યથાવત થયો છે.સાથે સાથે મુન્દ્રામાં 66 કેવીનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા 150 જેટલા ઉદ્યોગોને અસર થઈ છે.ભુજ PGVCL સર્કલના 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજપુરવઠો બંધ હાલતમાં છે તો 629 જેટલા થાંભલાઓ પડી ગયા, 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે.બે દિવસથી સબસ્ટેશનમાં પાણી ઘુસી જતા વીજપુરવઠાને મોટી અસર થઈ છે. અન્ય જીલ્લાની પીજીવીજીસીએલની ટીમ કામે લાગી યુધ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલ કચેરીની 84 ટીમો, 10 ટીમો ઉત્તર ગુજરાતની, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગરથી મળીને અન્ય કુલ 41 ટીમો બહારની મળીને વીજપુરવઠો પૂર્વવત કરવા કામ કરી રહી છે.કચ્છ જિલ્લામાં માંડવી અને મુન્દ્રા તાલુકામાં વધારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે વરસાદના પાણીમાં લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હાલમાં PGVCL ના કર્મચારીઓ દોરડાઓના મદદથી તેમજ બોટ બનાવીને વીજ પુરવઠો ફરી સ્થાપિત કરવા માટે જોખમ લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે. સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ મહત્વનું છે કે,જયાંથી વીજ પુરવઠો આવે છે એ વીજ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,ઉધોગોમાં તેમજ ગામના સ્થાનિકોને જે વીજળી મળતી હતી તે વીજળી મળી નથી રહી સાથે સાથે ઉધોગોને ભારે નુકસાનીનો વારો આવ્યો છે.પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યો છે અને આ પંપ વડે પાણી ઉલેચવામાં આવી રહ્યું છે,ગ્રામજનો તેમજ ઉધોગોનો જલદીથી વીજળી મળે તેને લઈ કામગીરી કરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મુન્દ્રાનું 66 કેવી સબ સ્ટેશન પાણીમાં ગરકાવ
- 150 જેટલા ઉદ્યોગોને ભારે અસર
- ભુજ સર્કલના 742માંથી 294 ગામોમાં વીજ પુરવઠો બંધ
કચ્છમાં વરસાદે ભારે તારાજી સર્જી છે,સાથે સાથે કચ્છના 294 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.629 થાંભલાઓ, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે તો મુન્દ્રા તાલુકાના નાના કપાયા, પ્રતાપપર,નાના બોરાણા, વાંઢ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે,PGVCLની 41 ટીમો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં લાગી છે.પરંતુ હજી પણ આ ગામોમાં અંધારપટ છવાયો છે.
વીજપુરવઠાને અસર
કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર તળે હજુ પણ 294 ગામોમાં વીજ પુરવઠા યથાવત થયો છે.સાથે સાથે મુન્દ્રામાં 66 કેવીનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા 150 જેટલા ઉદ્યોગોને અસર થઈ છે.ભુજ PGVCL સર્કલના 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજપુરવઠો બંધ હાલતમાં છે તો 629 જેટલા થાંભલાઓ પડી ગયા, 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે.બે દિવસથી સબસ્ટેશનમાં પાણી ઘુસી જતા વીજપુરવઠાને મોટી અસર થઈ છે.
અન્ય જીલ્લાની પીજીવીજીસીએલની ટીમ કામે લાગી
યુધ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલ કચેરીની 84 ટીમો, 10 ટીમો ઉત્તર ગુજરાતની, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગરથી મળીને અન્ય કુલ 41 ટીમો બહારની મળીને વીજપુરવઠો પૂર્વવત કરવા કામ કરી રહી છે.કચ્છ જિલ્લામાં માંડવી અને મુન્દ્રા તાલુકામાં વધારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે વરસાદના પાણીમાં લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હાલમાં PGVCL ના કર્મચારીઓ દોરડાઓના મદદથી તેમજ બોટ બનાવીને વીજ પુરવઠો ફરી સ્થાપિત કરવા માટે જોખમ લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે.
સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ
મહત્વનું છે કે,જયાંથી વીજ પુરવઠો આવે છે એ વીજ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,ઉધોગોમાં તેમજ ગામના સ્થાનિકોને જે વીજળી મળતી હતી તે વીજળી મળી નથી રહી સાથે સાથે ઉધોગોને ભારે નુકસાનીનો વારો આવ્યો છે.પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યો છે અને આ પંપ વડે પાણી ઉલેચવામાં આવી રહ્યું છે,ગ્રામજનો તેમજ ઉધોગોનો જલદીથી વીજળી મળે તેને લઈ કામગીરી કરવામાં આવી રહી છે.