Kalol નગરપાલિકામાં ભાજપના જ બે જૂથ સામસામે, તોડફોડ અને લાફાવાળી થઈ
કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 7.30 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં સોસાયટીઓમાં પેવર બ્લોક અને સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલ કામનું રીટેન્ડરીંગ માગવામાં આવ્યું હતું અને કામ ખોરવાઈ ગયું છે.કામ ખોરવાઈ જવાના પગલે સોસાયટીઓના રહીશોમાં આક્રોશ ફેલાયો ત્યારે કામ ખોરવાઈ જવાના પગલે સોસાયટીઓના રહીશોમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને તેઓ પોતાની રજૂઆત કરવા આજે કલોલ નગરપાલિકા કચેરી આવ્યા હતા અને તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જવાબ માગ્યો હતો કે તમે રિટેન્ડરીંગ કેમ માગ્યું? વિકાસના કામોમાં રોડા કેમ નાખ્યા? તેમ કહી ભારે આક્રોશ વ્યક્ત કરી હલ્લાબોલ કર્યો હતો. જેના પગલે પોલીસ દોડી આવી હતી તેઓએ નગરપાલિકામાં હાજર નહીં મળેલા પ્રમુખને બોલાવવાની માગણી કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરઘડેનો ઘેરાવ કરી સુત્રોચ્ચાર કર્યા હતા . 200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી તમને જણાવી દઈએ કે ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતા એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને રજુઆત કરાઈ હતી અને ત્યારબાદ તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી હતી. પ્રજાના કામ ન થતાં હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે 200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને કલોલ નગરપાલિકામાં વિકાસના કામો ખોરવાતા નાગરિકોએ પાલિકામાં હોબાળો મચાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 7.30 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં સોસાયટીઓમાં પેવર બ્લોક અને સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલ કામનું રીટેન્ડરીંગ માગવામાં આવ્યું હતું અને કામ ખોરવાઈ ગયું છે.
કામ ખોરવાઈ જવાના પગલે સોસાયટીઓના રહીશોમાં આક્રોશ ફેલાયો
ત્યારે કામ ખોરવાઈ જવાના પગલે સોસાયટીઓના રહીશોમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને તેઓ પોતાની રજૂઆત કરવા આજે કલોલ નગરપાલિકા કચેરી આવ્યા હતા અને તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જવાબ માગ્યો હતો કે તમે રિટેન્ડરીંગ કેમ માગ્યું? વિકાસના કામોમાં રોડા કેમ નાખ્યા? તેમ કહી ભારે આક્રોશ વ્યક્ત કરી હલ્લાબોલ કર્યો હતો. જેના પગલે પોલીસ દોડી આવી હતી તેઓએ નગરપાલિકામાં હાજર નહીં મળેલા પ્રમુખને બોલાવવાની માગણી કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરઘડેનો ઘેરાવ કરી સુત્રોચ્ચાર કર્યા હતા .
200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી
તમને જણાવી દઈએ કે ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતા એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને રજુઆત કરાઈ હતી અને ત્યારબાદ તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી હતી. પ્રજાના કામ ન થતાં હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે 200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને કલોલ નગરપાલિકામાં વિકાસના કામો ખોરવાતા નાગરિકોએ પાલિકામાં હોબાળો મચાવ્યો હતો.