Bharuchના આ ગામમાં શાળા નથી, એક શિક્ષક ઝાડ નીચે વિધાર્થીઓેને ભણાવે છે

તમે ઘણી શાળાઓ જોઈ હશે ઘણા શિક્ષકો જોયા હશે અને ઘણા શિક્ષક દિવસ ઉજવ્યા પણ હશે, પરંતુ આજે અમે એક એવો શિક્ષકની કહાની બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે પણ કહેશો શિક્ષકો હો તો એસા.ગુજરાતને ભારતનું સૌથી વિકાસશીલ રાજ્ય ગણવામાં આવે છે અને ભરૂચ જિલ્લાનું નામ એશિયાની સૌથી મોટી જીઆઇડીસીમાં આવે છે પરંતુ ભરૂચથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે આવેલું આલિયાબેટ ગામ આજે પણ વિકાસ ઝંખી રહ્યુ છે. આજે શિક્ષક દિવસ છે આ દિવસે આપને એક એવી શાળા અને એક એવા શિક્ષક સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને આપ પણ કહેશો શિક્ષક હો તો એસા હો.વાત છે આલિયાબેટ ગામની.135 ઘરની વસ્તી ધરાવતા આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ નથી આ ગામમાં વીજળી નથી આ ગામમાં રોડ નથી આ ગામમાં શૌચાલય નથી ત્યાં સુધી કે આ ગામમાં શાળા પણ નથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ આખા ગુજરાતમાં શાળાઓ છે પરંતુ આલિયાબેટ ગામના બાળકો ખુલ્લા આકાશમાં એક ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે સરકારની આ તો કેવી નીતિ કેમ માસૂમ બાળકોને અભ્યાસ કરવાનો પણ અધિકાર નથી આપતી. શિક્ષકનું નામ છે વિનોદ પરમાર હાંસોટ પાસેના એક નાનકડા ગામમાં રહેતા આ શિક્ષકનું નામ છે વિનોદ પરમાર ઉચ્ચ અભ્યાસ કરીને તેમણે એક સારા શિક્ષક બનવાનો સ્વપ્ન જોયું હતું અને એમનું સપનું હતું કે કોઈ સરસ શાળામાં તેઓ વિદ્યાર્થીઓને ભણાવશે પરંતુ 12 વર્ષ અગાઉ બાળ મિત્ર તરીકે એમની પોસ્ટિંગ થઈ આલિયાબેટ ગામમાં ત્યાં જઈને વિનોદભાઈએ જોયું કે આ ગામમાં રહેવા માટે ઘર નથી વીજળી નથી રોડથી અને શૌચાલય પણ નથી જ્યારે કે વિનોદ પરમારનું જીવન એક સારા ઘરમાં વીત્યું હતું પરંતુ શિક્ષા આપવાનો તેમનો દ્રઢ નિશ્ચય તેમને આ ગામમાં રહેવા માટે મજબૂર કરી રહ્યો હતો. બાળકોને શિક્ષીત કરી દીધા બાળકો કચ્છી ભાષા બોલતા હતા એવામાં ગુજરાતીમાં શિક્ષણ આપવું એમના માટે કઠિન હતું પરંતુ એમને શિક્ષા આપવા માટે તેઓ કચ્છી ભાષા પણ શીખ્યા અને ત્યારબાદ બાળકોને ગુજરાતી ભાષા પણ શીખવાડી ખુલ્લા ઝાડ નીચે ઝાડના થડ પર બ્લેકબોર્ડ ટિંગવીને તેમણે શિક્ષા આપવાની શરૂઆત કરી અને જોતજોતામાં ઘણા બધા બાળકોને શિક્ષિત કરી દીધા. આ ભગીરથ કામમાં લાગી પડયા શિક્ષા આપવાની લગન એવી હતી કે પોતાના સારા ઘર છોડીને તેઓ ઝૂંપડામાં રહેવા લાગ્યા રસોઈ બનાવતા ન્હોતું આવડતું છતાં પણ તેઓ શીખ્યા જાતે જ રસોઈ બનાવે છે જાતે જ એમના કપડાં પણ જોવે છે અને જાતે જ ઘરની સાફ સફાઇ પણ કરે છે સામાજિક જીવન ભૂલીને તેમણે વિચાર્યું કે બસ આ ગામના બાળકોને શિક્ષિત કરવા છે સંદેશ સાથે વાત કરતા અને અનુભવ વાગોળતા વિનોદ ભાઈ રડી પડ્યા આટલા સંઘર્ષ છતાં હિંમત હાર્યા વગર તેઓ આ ભગીરથ કામમાં લાગી પડયા છે.અભ્યાસને માઠી અસર પડી રહી છે વિકાસથી વંચિત આ ગામ શાળા થી પણ વંચિત હોવાથી બાળકોના અભ્યાસ ને માઠી અસર પડી રહી છે આ ગામના લોકોની માંગ છે કે એમને પણ અન્ય ગામો ની જેમ એક શાળા મળે એમના બાળકો સારી સુવિધા હેઠળ ભણે અને ખૂબ આગળ વધે વિકાસ ડાયો છે વિકાસ ગાડો છે એના કરતાં એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે આ ગામમાં વિકાસ ભૂલાયો છે.

Bharuchના આ ગામમાં શાળા નથી, એક શિક્ષક ઝાડ નીચે વિધાર્થીઓેને ભણાવે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તમે ઘણી શાળાઓ જોઈ હશે ઘણા શિક્ષકો જોયા હશે અને ઘણા શિક્ષક દિવસ ઉજવ્યા પણ હશે, પરંતુ આજે અમે એક એવો શિક્ષકની કહાની બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે પણ કહેશો શિક્ષકો હો તો એસા.ગુજરાતને ભારતનું સૌથી વિકાસશીલ રાજ્ય ગણવામાં આવે છે અને ભરૂચ જિલ્લાનું નામ એશિયાની સૌથી મોટી જીઆઇડીસીમાં આવે છે પરંતુ ભરૂચથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે આવેલું આલિયાબેટ ગામ આજે પણ વિકાસ ઝંખી રહ્યુ છે.

આજે શિક્ષક દિવસ છે

આ દિવસે આપને એક એવી શાળા અને એક એવા શિક્ષક સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને આપ પણ કહેશો શિક્ષક હો તો એસા હો.વાત છે આલિયાબેટ ગામની.135 ઘરની વસ્તી ધરાવતા આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ નથી આ ગામમાં વીજળી નથી આ ગામમાં રોડ નથી આ ગામમાં શૌચાલય નથી ત્યાં સુધી કે આ ગામમાં શાળા પણ નથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ આખા ગુજરાતમાં શાળાઓ છે પરંતુ આલિયાબેટ ગામના બાળકો ખુલ્લા આકાશમાં એક ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે સરકારની આ તો કેવી નીતિ કેમ માસૂમ બાળકોને અભ્યાસ કરવાનો પણ અધિકાર નથી આપતી.


શિક્ષકનું નામ છે વિનોદ પરમાર

હાંસોટ પાસેના એક નાનકડા ગામમાં રહેતા આ શિક્ષકનું નામ છે વિનોદ પરમાર ઉચ્ચ અભ્યાસ કરીને તેમણે એક સારા શિક્ષક બનવાનો સ્વપ્ન જોયું હતું અને એમનું સપનું હતું કે કોઈ સરસ શાળામાં તેઓ વિદ્યાર્થીઓને ભણાવશે પરંતુ 12 વર્ષ અગાઉ બાળ મિત્ર તરીકે એમની પોસ્ટિંગ થઈ આલિયાબેટ ગામમાં ત્યાં જઈને વિનોદભાઈએ જોયું કે આ ગામમાં રહેવા માટે ઘર નથી વીજળી નથી રોડથી અને શૌચાલય પણ નથી જ્યારે કે વિનોદ પરમારનું જીવન એક સારા ઘરમાં વીત્યું હતું પરંતુ શિક્ષા આપવાનો તેમનો દ્રઢ નિશ્ચય તેમને આ ગામમાં રહેવા માટે મજબૂર કરી રહ્યો હતો.

બાળકોને શિક્ષીત કરી દીધા

બાળકો કચ્છી ભાષા બોલતા હતા એવામાં ગુજરાતીમાં શિક્ષણ આપવું એમના માટે કઠિન હતું પરંતુ એમને શિક્ષા આપવા માટે તેઓ કચ્છી ભાષા પણ શીખ્યા અને ત્યારબાદ બાળકોને ગુજરાતી ભાષા પણ શીખવાડી ખુલ્લા ઝાડ નીચે ઝાડના થડ પર બ્લેકબોર્ડ ટિંગવીને તેમણે શિક્ષા આપવાની શરૂઆત કરી અને જોતજોતામાં ઘણા બધા બાળકોને શિક્ષિત કરી દીધા.

આ ભગીરથ કામમાં લાગી પડયા

શિક્ષા આપવાની લગન એવી હતી કે પોતાના સારા ઘર છોડીને તેઓ ઝૂંપડામાં રહેવા લાગ્યા રસોઈ બનાવતા ન્હોતું આવડતું છતાં પણ તેઓ શીખ્યા જાતે જ રસોઈ બનાવે છે જાતે જ એમના કપડાં પણ જોવે છે અને જાતે જ ઘરની સાફ સફાઇ પણ કરે છે સામાજિક જીવન ભૂલીને તેમણે વિચાર્યું કે બસ આ ગામના બાળકોને શિક્ષિત કરવા છે સંદેશ સાથે વાત કરતા અને અનુભવ વાગોળતા વિનોદ ભાઈ રડી પડ્યા આટલા સંઘર્ષ છતાં હિંમત હાર્યા વગર તેઓ આ ભગીરથ કામમાં લાગી પડયા છે.


અભ્યાસને માઠી અસર પડી રહી છે

વિકાસથી વંચિત આ ગામ શાળા થી પણ વંચિત હોવાથી બાળકોના અભ્યાસ ને માઠી અસર પડી રહી છે આ ગામના લોકોની માંગ છે કે એમને પણ અન્ય ગામો ની જેમ એક શાળા મળે એમના બાળકો સારી સુવિધા હેઠળ ભણે અને ખૂબ આગળ વધે વિકાસ ડાયો છે વિકાસ ગાડો છે એના કરતાં એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે આ ગામમાં વિકાસ ભૂલાયો છે.