Vadodara: વડોદરામાં ટાળાએ 2 યુવકોને ચોર સમજીને ફટકારતા એકનું મોત
વડોદરા શહેર જિલ્લામાં એકતરફ ચોર લૂંટ આચરતી ટોળકીએ દેહશતમાં મચાવી છે. બીજી બાજુ પોલીસ કમિશનર અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરીને અફવાથી દૂર રહેવું તેવી વિનંતી કરતા રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વારસિયા ઝુલેલાલ મંદિર પાસે ત્રણ લઘુમતી કોમના યુવક ચા પીવા ગયા હતા. ત્યારે લોકોના ટોળાએ બે યુવકને પકડીને જાહેરમાં માર મારી વિડીયો વાયરલ કર્યો હતો. બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક સારવાર ચાલી રહી છે તો અન્ય એક યુવાન ટોળામાંથી બચીને ચાલ્યો ગયો હતો. વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં રોજબરોજ ચોરીના બનાવો બનતા રહે છે. હવે તો લોકોએ પોતાના ઘરની આજુબાજુમાં પણ સીસીટીવી લગાવી દીધા છે. જેથી અનેક કિસ્સાઓમાં ચોર ટોળકીના સભ્યો કેદ થયા છે. તો બીજીબાજુ વડોદરા શહેર જિલ્લામાં આવા વીડિયો અન્ય જિલ્લાના હોવાનું જણાવી લોકોને અફવાથી દૂર રહેવા અને આવા કોઈ ચોર જણાઈ આવે તો તેઓને મારવા નહીં અને પોલીસને બોલાવીને સોંપી દેવા તેવી સલાહ આપવામાં આવી રહી છે. શુક્રવારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તેમની ટીમ લઈને ગોરવા અને ચાર દરવાજા (શેર વિસ્તાર)માં લોકોને જાગૃત કરી ચોર ટોળકીની અફવાથી દૂર રહેવા અપીલ કરતાં હતા. શુક્રવારે મોડી રાત્રે વારસિયા વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિર પાસેથી પસાર થતાં ત્રણ યુવકો ચા પીવા નીકળ્યા હતા. દરમિયાનમાં તેમની બાઈક અચાનક બંધ પડી જતા તે યુવકો બાઈક ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન કેટલાક લોકોને ચોર હોવાની શંકા જતા તેઓએ બહાર આવી ગયા હતા અને ચોર-ચોરની બૂમો પાડી હતી. જેથી 300 જેટલા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જેમાં ત્રણ યુવકમાંથી બે યુવકને પકડી પાડ્યા હતા અને જાહેરમાં માર માર્યો હતો. દરમિયાનમાં પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર આવી બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ છે. તે સારવાર હેઠળ છે આ બે યુવક ઉપરાંત એક યુવક હતો તે ટોળાથી બચીને ભાગી ગયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેર જિલ્લામાં એકતરફ ચોર લૂંટ આચરતી ટોળકીએ દેહશતમાં મચાવી છે. બીજી બાજુ પોલીસ કમિશનર અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરીને અફવાથી દૂર રહેવું તેવી વિનંતી કરતા રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વારસિયા ઝુલેલાલ મંદિર પાસે ત્રણ લઘુમતી કોમના યુવક ચા પીવા ગયા હતા. ત્યારે લોકોના ટોળાએ બે યુવકને પકડીને જાહેરમાં માર મારી વિડીયો વાયરલ કર્યો હતો. બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક સારવાર ચાલી રહી છે તો અન્ય એક યુવાન ટોળામાંથી બચીને ચાલ્યો ગયો હતો.
વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં રોજબરોજ ચોરીના બનાવો બનતા રહે છે. હવે તો લોકોએ પોતાના ઘરની આજુબાજુમાં પણ સીસીટીવી લગાવી દીધા છે. જેથી અનેક કિસ્સાઓમાં ચોર ટોળકીના સભ્યો કેદ થયા છે. તો બીજીબાજુ વડોદરા શહેર જિલ્લામાં આવા વીડિયો અન્ય જિલ્લાના હોવાનું જણાવી લોકોને અફવાથી દૂર રહેવા અને આવા કોઈ ચોર જણાઈ આવે તો તેઓને મારવા નહીં અને પોલીસને બોલાવીને સોંપી દેવા તેવી સલાહ આપવામાં આવી રહી છે.
શુક્રવારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તેમની ટીમ લઈને ગોરવા અને ચાર દરવાજા (શેર વિસ્તાર)માં લોકોને જાગૃત કરી ચોર ટોળકીની અફવાથી દૂર રહેવા અપીલ કરતાં હતા. શુક્રવારે મોડી રાત્રે વારસિયા વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિર પાસેથી પસાર થતાં ત્રણ યુવકો ચા પીવા નીકળ્યા હતા. દરમિયાનમાં તેમની બાઈક અચાનક બંધ પડી જતા તે યુવકો બાઈક ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન કેટલાક લોકોને ચોર હોવાની શંકા જતા તેઓએ બહાર આવી ગયા હતા અને ચોર-ચોરની બૂમો પાડી હતી. જેથી 300 જેટલા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જેમાં ત્રણ યુવકમાંથી બે યુવકને પકડી પાડ્યા હતા અને જાહેરમાં માર માર્યો હતો. દરમિયાનમાં પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર આવી બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ છે. તે સારવાર હેઠળ છે આ બે યુવક ઉપરાંત એક યુવક હતો તે ટોળાથી બચીને ભાગી ગયો હતો.