Ahmedabadના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની વધુ એક ફજેતી, ચોરીનો આરોપી ચકમો આપી ફરાર
અમદાવાદ પોલીસની વધુ એક ફજેતી સામે આવી છે જેમાં પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી ફરાર થઈ ગયો છે,જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા બેઠો હતો અને પોલીસ સ્ટેશનમાંથી અચાનક તે ફરાર થઈ જતા પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે,પોલીસની બેદરકારીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. કાગડાપીઠ પો.સ્ટે.માંથી ચોરીનો આરોપી ફરાર કાગડાપીઠ પોલીસ છેલ્લા એક અઠવાડીયાથી વિવાદમાં આવી છે જેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે,પહેલા હત્યાને લઈ વિવાદમાં આવી અને હવે આરોપી ફરાર થઈ ગયો તેને લઈ વિવાદમાં આવી છે,ત્યારે કાગડાપીઠ પોલીસને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે,ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી અને હિતેશ ઉર્ફે રોકી વાઘેલા ફરાર થઈ ગયો હતો,આમાં પોલીસની મોટી બેદરકારી સામે આવી છે,પોલીસના આશીર્વાદ હેઠળ આરોપી ફરાર થયો હોય તેવી વાત સૂત્રોથી મળી રહી છે.આરોપીની શોધખોળ શરૂ કરાઈ સમગ્ર ઘટના બનતાની સાથે જ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે,અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે,આરોપી જલદીથી પકડાઈ જશે તેવો દાવો પોલીસ કરી રહી છે પરંતુ આરોપી હજી ઝડપાયો નથી,પોલીસની કેવી મોટી બેદરકારી કહેવાય કે પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી ફરાર થઈ ને જતો રહે છે,આવા કિસ્સા અમદાવાદના ઘણા પોલીસ સ્ટેશનોમાં બન્યા છે જેમાં આરોપીઓ ફરાર થઈ ગયા છે પોલીસની કસ્ટડીમાંથી અને પોલીસને ડાઘ લાગ્યો છે. જાણો કોણ છે આરોપીઓ આ ત્રણ પૈકી બે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તો બીજી તરફ આ આરોપીઓ કાલુપુર સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડથી રીક્ષામાં પેસન્જરોને બેસાડતા હતા, પછી પેસેન્જરોની નજર ચૂકવીને રોકડ કે મોબાઈલ સેરવી લેતા હતા. તો બીજી તરફ આ શખ્સો ખુલ્લા ઘરોમાં પ્રવેશની ચોરીનો અંજામ આપતા હતા,હિતેશ ઉર્ફે રોકી રમેશ વાઘેલા,ભાવેશ ઉર્ફે ભાવલો નટવરલાલ ચાવડા,પ્રકાશ ઉર્ફે પિંટો ઉર્ફે દાતરો લક્ષ્મણ પરમાર.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પોલીસની વધુ એક ફજેતી સામે આવી છે જેમાં પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી ફરાર થઈ ગયો છે,જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા બેઠો હતો અને પોલીસ સ્ટેશનમાંથી અચાનક તે ફરાર થઈ જતા પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે,પોલીસની બેદરકારીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.
કાગડાપીઠ પો.સ્ટે.માંથી ચોરીનો આરોપી ફરાર
કાગડાપીઠ પોલીસ છેલ્લા એક અઠવાડીયાથી વિવાદમાં આવી છે જેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે,પહેલા હત્યાને લઈ વિવાદમાં આવી અને હવે આરોપી ફરાર થઈ ગયો તેને લઈ વિવાદમાં આવી છે,ત્યારે કાગડાપીઠ પોલીસને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે,ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી અને હિતેશ ઉર્ફે રોકી વાઘેલા ફરાર થઈ ગયો હતો,આમાં પોલીસની મોટી બેદરકારી સામે આવી છે,પોલીસના આશીર્વાદ હેઠળ આરોપી ફરાર થયો હોય તેવી વાત સૂત્રોથી મળી રહી છે.
આરોપીની શોધખોળ શરૂ કરાઈ
સમગ્ર ઘટના બનતાની સાથે જ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે,અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે,આરોપી જલદીથી પકડાઈ જશે તેવો દાવો પોલીસ કરી રહી છે પરંતુ આરોપી હજી ઝડપાયો નથી,પોલીસની કેવી મોટી બેદરકારી કહેવાય કે પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી ફરાર થઈ ને જતો રહે છે,આવા કિસ્સા અમદાવાદના ઘણા પોલીસ સ્ટેશનોમાં બન્યા છે જેમાં આરોપીઓ ફરાર થઈ ગયા છે પોલીસની કસ્ટડીમાંથી અને પોલીસને ડાઘ લાગ્યો છે.
જાણો કોણ છે આરોપીઓ
આ ત્રણ પૈકી બે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તો બીજી તરફ આ આરોપીઓ કાલુપુર સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડથી રીક્ષામાં પેસન્જરોને બેસાડતા હતા, પછી પેસેન્જરોની નજર ચૂકવીને રોકડ કે મોબાઈલ સેરવી લેતા હતા. તો બીજી તરફ આ શખ્સો ખુલ્લા ઘરોમાં પ્રવેશની ચોરીનો અંજામ આપતા હતા,હિતેશ ઉર્ફે રોકી રમેશ વાઘેલા,ભાવેશ ઉર્ફે ભાવલો નટવરલાલ ચાવડા,પ્રકાશ ઉર્ફે પિંટો ઉર્ફે દાતરો લક્ષ્મણ પરમાર.