Suratમા ગોલ્ડ રિફાઇનરીમાંથી 1.46 કરોડનો સોનાનો પાવડર ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

સુરત શહેરના વસ્તાદેવડી રોડ ઉપર આવેલી ગોલ્ડ રિફાઇનરીમાંથી ૧.૪૬ કરોડ કિંમતનું ૧૮૨૨ ગ્રામ શુદ્ધ સોનાનો પાઉડર ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.મોટા વરાછામાં સુદામા ચોક પાસે એપલ હાઇટ્સમાં જીગ્નેશ નટુભાઈ ઈટાલીયા મહિધરપુરા વસ્તાદેવડી રોડ ખાતે જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગમાં મેઝારીયા જવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી સોના ચાંદીનુ પ્યોરીફીકેશન તથા રિફાઇનિંગ કરવાનો વેપાર કરે છે. અલગ બિકરમાં મૂકતા સોનાને અલગ અલગ જ્વેલર્સ તથા વેપારી લોકો અમોને અલગ-અલગ ફોર્મેટમાં, અલગ-અલગ કેરેટનુ સોનુ આપી જતા હોય છે જેને અમે રાસાયણિક પ્રોસેસ કરી, ગોલ્ડ પ્યોરીફીકેશન કરી આપવામાં આવે છે.આ મેઝારીવા જવેલ્સમાં ૧૦૦ જેટલા કારીગરો કામ કરે છે. અહીં ગત ૨૩મી તારીખે અલગ-અલગ પાર્ટીનુ સોનુ જે ડસ્ટ અથવા જવેલરી કોમમાં આવ્યું હોય તેને પ્યોરીફીકેશનની રાસાયણિક પ્રક્રિયા માટે ઉપરના માળે રિફાઇનિંગ વિભાગમાં અપાવું હતું, જ્યાં મેનેજરે માનવભાઈએ ડાયમંડ સાથેની સોનાની જવેલરીને HCL નાઈટ્રોજન એસીડમાં રાખી ડાયમંડ અલગ કયાં અને બાકી ના લિકિવડ સોનાને પુરિયા નાખી સ્ટરલાઇઝ કર્યું હતું. આ રીતે રીફાઈન થયેલા સોનાને અલગ-અલગ ત્રણ બિકરમાં રાખવામાં આવ્યું હતું. સવારે ઓફીસ આવતા થઈ જાણ ગત ૨૬મી તારીખે રાતે રિફાઇનરી મેનેજર આનંદ ભાઈ તથા માલિક ઈટાલિયા ફેક્ટરી બંધ કરી ઘરે જતા રહ્યા હતાં. ૨૭મી તારીખે સવારે મેનેજર આનંદ માલિક ઈટાલિયાને કોલ કર્યો હતો. તેણે કહ્યુ કે, રિફાઇનિંગ વિભાગની છતમાં વેન્ટીલેશન માટે ગોઠવેલો એક્ઝોસ્ટ ફેન પણ તુટેલો છે અને બીકરમાંથી આશરે ૧૫૦૦ ગ્રામ પાવડર કોર્મેટમાં રહેલ શુદ્ધ સોનું ગાયબ થયેલું જણાય છે. અલગ -અલગ ડોલમાં પ્રોસેસમાં રાખેલ સોના પૈકી પ્રોસેસ પુરી થઈ ગઈ હોય તેવું ડસ્ટ ફોર્મેટનું શુદ્ધ સોનું પણ મળતું નથી મેનેજરના આ કોલ બાદ ઈટાલિયા ફેક્ટરી દોડી ગયા હતાં. તેમણે તપાસ કરી કલ્પવીર જવેલર્સનુ ૩૮.૮૪૦ કિ.ગ્રા. ગોલ્ડ તથા લીનસ જવેલર્સનુ ૧૨.૮૨૦ કિ.ગ્રા. સોનુ જે એચસીએલ નાઈટ્રોજનમાં મુકેલ તે તેમજ ૪૯૦ ગ્રામ ચાંદી પણ અલગથી એસીડમાં શુદ્ધ થવાની પ્રોસેસ માં મુકેલ તે સૌનું-ચાંદી જેમનું તેમ દેખાયું હતું. છ યુવકોની ધરપકડ જયારે અલગ ડોલમાં સ્ટરબાઈઝ કરવા માટે શુદ્ધ થઈ ગયેલ સોના પૈકિલિનસ જવેલર્સ નું ૧૬ ગ્રામ તથા કલ્પવીર જવેલર્સનુ શુદ્ધ થઈ ગયેલ ૨૯૧ ગ્રામ સોનુ તથા વાર્કોસ જવેલર્સનુ ૧૫ ગ્રામ મળી કુલ્લે ૧૮૨૨ ગ્રામ શુદ્ધ થઈ ગયેલ સૌનુ ચોરાઈ જતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી, પોલીસે સીસી કેમેરા ફૂટેજના આધારે તપાસ આરંભી હતી. ટેકનીકલ સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે ચૌરીમા સામેલ છ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રિષ્ના ઉર્ફે કાનો અમરનાથ ગુપ્તા તથા સંદિપ રાજુભાઈ બીંદ પાસેથી ૪૦૩.૫૯ ગ્રામ જ્યારે રોશન તથા રાહુલ પાસેથી ૪૯૫.૮૭૦ ગ્રામ મળી કુલ ૧૦૯૯.૪૯ ગ્રામ સોનું રીકવર કરવામાં આવ્યું છે રૂપિયાની વહેંચણી પણ કરી વસ્તાદેવડી સ્થિત રિફાઇનરીમાંથી ૧.૪૯ કરોડનું ૧૮૨૨ ગ્રામ શુદ્ધ સોનુ ચોરનાર છે યુવકોને પકડી મહિધરપુરા પોલીસે ૮મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ બિંદ, સંદીપ બિંદ, રોશન નિશાદ તથા વોન્ટેડ સુનિલ ચોરી કર્યા બાદ ગોલ્ડ ડસ્ટ લઇ મુંબઈ ગયા હતાં. કાંદરપાડા મેટ્રો સ્ટેશન પાસે આવેલી કોલોનીમાં રહેતા રોશનનિશાદ ના મિત્રના ઘરે તેઓ પહોંચ્યા હતાં. અહીં તેઓએ ચોરી કરેલી ગોલ્ડ ડસ્ટને ગરમ પાણીથી પોઈ હતી. ત્યારબાદ ચોરીના માલની 7 ભાગ બટાઈ કરવામાં આવી હતી. પોલીસે પકડેલા છ યુવકો પાસેથી ૧૦૯૯.૪૯ સોનું કબજે કરાયું છે. જ્યારે બાકીનું ૭૨૩ ગ્રામ જેટલી ગોલ્ડ ડસ્ટ સુનિલ પાસે હોવાનું બહાર આવ્યું છે. આ સુનિલ રાહુલ તથા રોશનનો મિત્ર છે. આ સમગ્ર કાંડમાં રાહુલની ભૂમિકા પણ ચાવીરૂપ રહી હોવાથી તેને શોધી કાઢવા માટે પોલીસ કવાયત કરી રહી છે. આ સાથે જ રોશન નિશાદના જે મિત્રના ઘરે ચોરીના માલની વહેંચણી કરાઈ એની તપાસ માટે પણ ટીમ રવાના થઈ હોવાનું જાણવા મળે છે. ગોલ્ડ થીવ્સનો નોકરી-ધંધાનો ઇતિહાસ ૧) અનુકુમાર માતાપ્રસાદ નિશાદ (રએ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરોલી સુરત. મુળ વતન કાઠીપુર જીલ્લા સુલતાનપુર ઉત્તર પ્રદેશ) જે મેઝારીયા જવેલ્સ પ્રા. લીમીટેડ''ના રિફાઇનિંગ | માં નોકરી કરે છે. (૨) સોનુ રામફલ બિંદ (રહે ગીલોક માર્કેટ, અખંડાનંદ કોલેજ પાસે, પંડોળ, ચોક બજાર. વતન કાદીપુર જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશ) જે વેડ રોડ ખાતે રામદેવ એલ્યુમિનીયમ નામની દુકાનમાં બારી-દરવાજા બનાવવાનું કામ કરે છે. તે અગાઉ મુંબઈ અંધેરીમાં આવેલી કારા જવેલરી નામની સોનાની રિફાઇનરીમાં કામ કરતો હતો. આ કંપની બંધ થઈ જતા છેલ્લા દોઢ માસથી સુરત આવી ગયો હતો. (૩) સંદિપ રાજુભાઇ બીંદ (રહે, ત્રિકોળનગર સોસાયટી, પંડોળ, વેડરોડ, સુરત. વતન કોલપુર જિલ્લા આઝમગઢ) છેલ્લા બે માસથી સુરત ડભોલી વેડ રોડ ખાતે આવેલ રામદેવ એલ્યુમિનીયમ નામની દુકાનમાં ભારી-દરવાજા ફીટીંગનું કામ કરે છે. ( ૪) ક્રિષ્ના ઉર્ફે કાનો અમરનાથ ગુપ્તા (રહે, શીવ પેલેસ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, અમરોલી. વતન બેલીયાડ જીલ્લો ગોરબપુર ઉત્તર પ્રદેશ). વેડ રોડ ખાતે આવેલ રામદેવ એલ્યુમિનીયમ નામની દુકાનમાં બારી-દરવાજા બનાવવાનું કામ કરે છે. (૫) રાહુલ આત્મારામ બિંદ (રહે- ખાલીસપુર, તા-કાંદીપુર જી સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) મુંબઈ જોગેશ્વરી ગીતમ નગરમાં રહે છે અને અંધેરી રિચત પેપર બોક્સ નદભવન ઈન્ટીઝમાં આવેલ ઉંમા જવેલરી નામની સોનાની રિફાઈનરીમાં કામ કરે છે. (૬)રોશન લાલબહાદુર નિશાદ (રહે, જેસીંગપુર જી-સુલ્તાનપુર, ઉત્તરપ્રદેશ) જે ૨૧/૧૦/૨૦૨૪ ના રોજ સુરત ખાતે કામની શોધમાં આવ્યો હતો અને સંદિપ બિંદ સાથે રહે છે. સોનાનો પાવડર ચોરી ગયા મેઝારીયા જવેલમાં ચોરી પહેલા દિવસ દરમિયાન એન્ટ્રી અને એક્ઝીટ રસ્તાઓ ચેક કરાયા હતાં. રાત્રીના સમયે મેઝારીયા જવેલ્સ ના પાછળના ભાગેથી આવી ઝાડ ઉપરથી કંપનીના છત ઉપર પહોંચ્યા હતા. છતના ભાગે વેન્ટીલેશન માટે ગોઠવેલ એકઝોસ્ટ ફેનની જગ્યામાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યાંથી તેઓ ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં પ્રવેશ્યા હતાં. પોતાના કામનો અનુભવ કામે લગાવી તેઓ પ્યોરીફીકેશન થઈ ગયેલ પાવડર ફોર્મનુ સોનુ જેસ્ટરલાઈઝ થવા માટે અલગ-અ

Suratમા ગોલ્ડ રિફાઇનરીમાંથી 1.46 કરોડનો સોનાનો પાવડર ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના વસ્તાદેવડી રોડ ઉપર આવેલી ગોલ્ડ રિફાઇનરીમાંથી ૧.૪૬ કરોડ કિંમતનું ૧૮૨૨ ગ્રામ શુદ્ધ સોનાનો પાઉડર ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.મોટા વરાછામાં સુદામા ચોક પાસે એપલ હાઇટ્સમાં જીગ્નેશ નટુભાઈ ઈટાલીયા મહિધરપુરા વસ્તાદેવડી રોડ ખાતે જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગમાં મેઝારીયા જવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી સોના ચાંદીનુ પ્યોરીફીકેશન તથા રિફાઇનિંગ કરવાનો વેપાર કરે છે.

અલગ બિકરમાં મૂકતા સોનાને

અલગ અલગ જ્વેલર્સ તથા વેપારી લોકો અમોને અલગ-અલગ ફોર્મેટમાં, અલગ-અલગ કેરેટનુ સોનુ આપી જતા હોય છે જેને અમે રાસાયણિક પ્રોસેસ કરી, ગોલ્ડ પ્યોરીફીકેશન કરી આપવામાં આવે છે.આ મેઝારીવા જવેલ્સમાં ૧૦૦ જેટલા કારીગરો કામ કરે છે. અહીં ગત ૨૩મી તારીખે અલગ-અલગ પાર્ટીનુ સોનુ જે ડસ્ટ અથવા જવેલરી કોમમાં આવ્યું હોય તેને પ્યોરીફીકેશનની રાસાયણિક પ્રક્રિયા માટે ઉપરના માળે રિફાઇનિંગ વિભાગમાં અપાવું હતું, જ્યાં મેનેજરે માનવભાઈએ ડાયમંડ સાથેની સોનાની જવેલરીને HCL નાઈટ્રોજન એસીડમાં રાખી ડાયમંડ અલગ કયાં અને બાકી ના લિકિવડ સોનાને પુરિયા નાખી સ્ટરલાઇઝ કર્યું હતું. આ રીતે રીફાઈન થયેલા સોનાને અલગ-અલગ ત્રણ બિકરમાં રાખવામાં આવ્યું હતું.

સવારે ઓફીસ આવતા થઈ જાણ

ગત ૨૬મી તારીખે રાતે રિફાઇનરી મેનેજર આનંદ ભાઈ તથા માલિક ઈટાલિયા ફેક્ટરી બંધ કરી ઘરે જતા રહ્યા હતાં. ૨૭મી તારીખે સવારે મેનેજર આનંદ માલિક ઈટાલિયાને કોલ કર્યો હતો. તેણે કહ્યુ કે, રિફાઇનિંગ વિભાગની છતમાં વેન્ટીલેશન માટે ગોઠવેલો એક્ઝોસ્ટ ફેન પણ તુટેલો છે અને બીકરમાંથી આશરે ૧૫૦૦ ગ્રામ પાવડર કોર્મેટમાં રહેલ શુદ્ધ સોનું ગાયબ થયેલું જણાય છે. અલગ -અલગ ડોલમાં પ્રોસેસમાં રાખેલ સોના પૈકી પ્રોસેસ પુરી થઈ ગઈ હોય તેવું ડસ્ટ ફોર્મેટનું શુદ્ધ સોનું પણ મળતું નથી મેનેજરના આ કોલ બાદ ઈટાલિયા ફેક્ટરી દોડી ગયા હતાં. તેમણે તપાસ કરી કલ્પવીર જવેલર્સનુ ૩૮.૮૪૦ કિ.ગ્રા. ગોલ્ડ તથા લીનસ જવેલર્સનુ ૧૨.૮૨૦ કિ.ગ્રા. સોનુ જે એચસીએલ નાઈટ્રોજનમાં મુકેલ તે તેમજ ૪૯૦ ગ્રામ ચાંદી પણ અલગથી એસીડમાં શુદ્ધ થવાની પ્રોસેસ માં મુકેલ તે સૌનું-ચાંદી જેમનું તેમ દેખાયું હતું.

છ યુવકોની ધરપકડ

જયારે અલગ ડોલમાં સ્ટરબાઈઝ કરવા માટે શુદ્ધ થઈ ગયેલ સોના પૈકિલિનસ જવેલર્સ નું ૧૬ ગ્રામ તથા કલ્પવીર જવેલર્સનુ શુદ્ધ થઈ ગયેલ ૨૯૧ ગ્રામ સોનુ તથા વાર્કોસ જવેલર્સનુ ૧૫ ગ્રામ મળી કુલ્લે ૧૮૨૨ ગ્રામ શુદ્ધ થઈ ગયેલ સૌનુ ચોરાઈ જતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી, પોલીસે સીસી કેમેરા ફૂટેજના આધારે તપાસ આરંભી હતી. ટેકનીકલ સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે ચૌરીમા સામેલ છ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રિષ્ના ઉર્ફે કાનો અમરનાથ ગુપ્તા તથા સંદિપ રાજુભાઈ બીંદ પાસેથી ૪૦૩.૫૯ ગ્રામ જ્યારે રોશન તથા રાહુલ પાસેથી ૪૯૫.૮૭૦ ગ્રામ મળી કુલ ૧૦૯૯.૪૯ ગ્રામ સોનું રીકવર કરવામાં આવ્યું છે

રૂપિયાની વહેંચણી પણ કરી

વસ્તાદેવડી સ્થિત રિફાઇનરીમાંથી ૧.૪૯ કરોડનું ૧૮૨૨ ગ્રામ શુદ્ધ સોનુ ચોરનાર છે યુવકોને પકડી મહિધરપુરા પોલીસે ૮મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ બિંદ, સંદીપ બિંદ, રોશન નિશાદ તથા વોન્ટેડ સુનિલ ચોરી કર્યા બાદ ગોલ્ડ ડસ્ટ લઇ મુંબઈ ગયા હતાં. કાંદરપાડા મેટ્રો સ્ટેશન પાસે આવેલી કોલોનીમાં રહેતા રોશનનિશાદ ના મિત્રના ઘરે તેઓ પહોંચ્યા હતાં. અહીં તેઓએ ચોરી કરેલી ગોલ્ડ ડસ્ટને ગરમ પાણીથી પોઈ હતી. ત્યારબાદ ચોરીના માલની 7 ભાગ બટાઈ કરવામાં આવી હતી. પોલીસે પકડેલા છ યુવકો પાસેથી ૧૦૯૯.૪૯ સોનું કબજે કરાયું છે. જ્યારે બાકીનું ૭૨૩ ગ્રામ જેટલી ગોલ્ડ ડસ્ટ સુનિલ પાસે હોવાનું બહાર આવ્યું છે. આ સુનિલ રાહુલ તથા રોશનનો મિત્ર છે. આ સમગ્ર કાંડમાં રાહુલની ભૂમિકા પણ ચાવીરૂપ રહી હોવાથી તેને શોધી કાઢવા માટે પોલીસ કવાયત કરી રહી છે. આ સાથે જ રોશન નિશાદના જે મિત્રના ઘરે ચોરીના માલની વહેંચણી કરાઈ એની તપાસ માટે પણ ટીમ રવાના થઈ હોવાનું જાણવા મળે છે.

ગોલ્ડ થીવ્સનો નોકરી-ધંધાનો ઇતિહાસ

૧) અનુકુમાર માતાપ્રસાદ નિશાદ (રએ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરોલી સુરત. મુળ વતન કાઠીપુર જીલ્લા સુલતાનપુર ઉત્તર પ્રદેશ) જે મેઝારીયા જવેલ્સ પ્રા. લીમીટેડ''ના રિફાઇનિંગ | માં નોકરી કરે છે.

(૨) સોનુ રામફલ બિંદ (રહે ગીલોક માર્કેટ, અખંડાનંદ કોલેજ પાસે, પંડોળ, ચોક બજાર. વતન કાદીપુર જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશ) જે વેડ રોડ ખાતે રામદેવ એલ્યુમિનીયમ નામની દુકાનમાં બારી-દરવાજા બનાવવાનું કામ કરે છે. તે અગાઉ મુંબઈ અંધેરીમાં આવેલી કારા જવેલરી નામની સોનાની રિફાઇનરીમાં કામ કરતો હતો. આ કંપની બંધ થઈ જતા છેલ્લા દોઢ માસથી સુરત આવી ગયો હતો.

(૩) સંદિપ રાજુભાઇ બીંદ (રહે, ત્રિકોળનગર સોસાયટી, પંડોળ, વેડરોડ, સુરત. વતન કોલપુર જિલ્લા આઝમગઢ) છેલ્લા બે માસથી સુરત ડભોલી વેડ રોડ ખાતે આવેલ રામદેવ એલ્યુમિનીયમ નામની દુકાનમાં ભારી-દરવાજા ફીટીંગનું કામ કરે છે.

( ૪) ક્રિષ્ના ઉર્ફે કાનો અમરનાથ ગુપ્તા (રહે, શીવ પેલેસ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, અમરોલી. વતન બેલીયાડ જીલ્લો ગોરબપુર ઉત્તર પ્રદેશ). વેડ રોડ ખાતે આવેલ રામદેવ એલ્યુમિનીયમ નામની દુકાનમાં બારી-દરવાજા બનાવવાનું કામ કરે છે.

(૫) રાહુલ આત્મારામ બિંદ (રહે- ખાલીસપુર, તા-કાંદીપુર જી સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) મુંબઈ જોગેશ્વરી ગીતમ નગરમાં રહે છે અને અંધેરી રિચત પેપર બોક્સ નદભવન ઈન્ટીઝમાં આવેલ ઉંમા જવેલરી નામની સોનાની રિફાઈનરીમાં કામ કરે છે.

(૬)રોશન લાલબહાદુર નિશાદ (રહે, જેસીંગપુર જી-સુલ્તાનપુર, ઉત્તરપ્રદેશ) જે ૨૧/૧૦/૨૦૨૪ ના રોજ સુરત ખાતે કામની શોધમાં આવ્યો હતો અને સંદિપ બિંદ સાથે રહે છે.

સોનાનો પાવડર ચોરી ગયા

મેઝારીયા જવેલમાં ચોરી પહેલા દિવસ દરમિયાન એન્ટ્રી અને એક્ઝીટ રસ્તાઓ ચેક કરાયા હતાં. રાત્રીના સમયે મેઝારીયા જવેલ્સ ના પાછળના ભાગેથી આવી ઝાડ ઉપરથી કંપનીના છત ઉપર પહોંચ્યા હતા. છતના ભાગે વેન્ટીલેશન માટે ગોઠવેલ એકઝોસ્ટ ફેનની જગ્યામાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યાંથી તેઓ ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં પ્રવેશ્યા હતાં. પોતાના કામનો અનુભવ કામે લગાવી તેઓ પ્યોરીફીકેશન થઈ ગયેલ પાવડર ફોર્મનુ સોનુ જેસ્ટરલાઈઝ થવા માટે અલગ-અલગ બીકર તથા બકેટમાં રાખવામાં આવ્યું હતું એ શોપી કાડયું હતું. રિફાઈનરીમાંથી તેઓ ૧,૪૫,૭૬,૦૦૦ જેટલી કિંમતનો ૧૮૨૨ ગ્રામ રીફાઇન સોનાનો પાવડર ચોરી ગયા હતાં

અલગ-અલગ રિફાઈનરીમાં કામ કરતા હતા

ચોરી કરનાર જવેલ થિફ યુવકો સોનાની અલગ-અલગ રિફાઈનરીમાં સુરત તેમજ મુંબઈ ખાતે કામ કરે છે કે કરી ચૂકયા છે. તેઓ કાચા સોનાને ૨૪ કેરેટનું સોનું તૈયાર કરવાની સંપૂર્ણ પ્રોસિજર થી માહિતગાર છે. આ યુવકો કોઈ સોનાની રિફાઈનરીમાં વધુ પ્રમાણમાં સોનાનો સ્ટોક આવે ત્યાંથી ચોરી કરવાનો છેલ્લા એક માસથી પ્લાન બનાવી રહી હતી. તેઓએ સોનાની અલગ-અલગ રિફાઈનરીમાં રેકી પણ કરી હતી. જેમાં મહિધરપુરા ખાતે આવેલ "મેઝારીયા જવેલ્સ પ્રા. લીમીટેડ"નામની કંપનીમાં રાત્રીના સમયે સિકયુરિટી ન હોય ત્યારે ચોરી કરવાનો નક્કી કરાયું હતું. અનુ માતાપ્રસાદ નિશાદ મેઝારીયા જવેલ્સ પ્રા. લિમિટેડમાં રિફાઇનિંગ વિભાગમાં નોકરી કરતો હોય તેને આ કંપનીમાં વધુ પ્રમાણમાં સોનું આવે ત્યારે જાવલ કરવાનું કહેવાયું હતું. આ નિશાદની ટીપના આધારે ૨૬મી ઓક્ટોબરે મેઝારીયા જવાલ્સમાં ચોરી કરાઇ હતી.