Ahmedabadમાં બિલ્ડર દ્વારા છેતરપિંડીને લઈ તપાસ, સમગ્ર મામલે SPએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન સાથે 3.33 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પોલીસે જયદીપ કોટકની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે 8 જાન્યુઆરી 2025 બપોરે 2:30 વાગ્યા સુધીના એટલે કે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલે SP ઓમ પ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું છે.અમદાવાદમાં બિલ્ડર દ્વારા છેતરપિંડી મામલે SP ઓમ પ્રકાશ જાટનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર દ્વારા છેતરપિંડી આચરતા જયદીપ કોટક અને હિરેન કારિયા સામે ફરિયાદ નોંધાઈ છે. બોપલ પાસે આવેલી સ્લેસ્ટિયલ બાય 14 સ્ટોરી સ્કીમમાં રિચમન્ટ બાય 22 સ્ટોરી નામની સ્કીમ ઊભી કરી હતી. બન્ને બિલ્ડર પાસે કોઈ સ્કીમ જગ્યા અને રેરા કશું હતું નહીં. અત્યાર સુધી 183 અરજીઓ આવી છે. ફલેટના ચિટિંગ મામલે SITની રચના કરવામાં આવી છે. SITમાં 2 DYSP અને 2 PI હતા. અત્યાર સુધીમાં 35 કરોડનું ચિટિંગ કરી હોવાનું સામે આવ્યું છે.બન્ને સ્કીમની બે અલગ અલગ ફરિયાદ છે. જોકે આરોપી હિરેન કારિયા ફરાર છે. આ આરોપીઓ રોકાણકારોને રકમ પરત મળે તે પ્રાયોરીટી આપતા હતા. આરોપીની તમામ મિલકત છે તે જપ્ત કરાશે. જમીન માલિકની સંડોવણી હશે તો તેને સાખી લેવામાં નહીં આવે તેની પણ ધરપકડ થશે. જયદીપ 2013થી જમીન દલાલ છે. હિરેન કારીયા વિરુધ્ધ ખંડણીનો ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન સાથે 3.33 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પોલીસે જયદીપ કોટકની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે 8 જાન્યુઆરી 2025 બપોરે 2:30 વાગ્યા સુધીના એટલે કે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલે SP ઓમ પ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું છે.
અમદાવાદમાં બિલ્ડર દ્વારા છેતરપિંડી મામલે SP ઓમ પ્રકાશ જાટનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર દ્વારા છેતરપિંડી આચરતા જયદીપ કોટક અને હિરેન કારિયા સામે ફરિયાદ નોંધાઈ છે. બોપલ પાસે આવેલી સ્લેસ્ટિયલ બાય 14 સ્ટોરી સ્કીમમાં રિચમન્ટ બાય 22 સ્ટોરી નામની સ્કીમ ઊભી કરી હતી. બન્ને બિલ્ડર પાસે કોઈ સ્કીમ જગ્યા અને રેરા કશું હતું નહીં. અત્યાર સુધી 183 અરજીઓ આવી છે. ફલેટના ચિટિંગ મામલે SITની રચના કરવામાં આવી છે. SITમાં 2 DYSP અને 2 PI હતા. અત્યાર સુધીમાં 35 કરોડનું ચિટિંગ કરી હોવાનું સામે આવ્યું છે.
બન્ને સ્કીમની બે અલગ અલગ ફરિયાદ છે. જોકે આરોપી હિરેન કારિયા ફરાર છે. આ આરોપીઓ રોકાણકારોને રકમ પરત મળે તે પ્રાયોરીટી આપતા હતા. આરોપીની તમામ મિલકત છે તે જપ્ત કરાશે. જમીન માલિકની સંડોવણી હશે તો તેને સાખી લેવામાં નહીં આવે તેની પણ ધરપકડ થશે. જયદીપ 2013થી જમીન દલાલ છે. હિરેન કારીયા વિરુધ્ધ ખંડણીનો ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.