Morbiના 13 ગામોમાં પાવરગ્રીડ કંપનીને લઈ પ્રવેશબંધીના બેનર લાગ્યા, ખેડૂતોમાં ભારે આક્રોશ
મોરબીના હળવદના અમદાવાદ-લાકડીયા 765 કેવી વીજલાઈન મામલે ખેડૂતોએ ફરી વિરોધનો વંટોળ શરૂ કર્યો છે જેમાં મંગળપુર, વેગડવાવ, ઇસનપુર , અમરાપર ઘનશ્યામગઢ સહિતના ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે રણશિંગુ ફૂક્યું ખેતરમાં પ્રવેશ કરવો નહીં તેવા ઠેર-ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે. માળીયા તાલુકામાં પણ આવા બેનરો લગાવવામાં આવ્યા છે. વીજલાઈન થઈ રહી છે પસાર અમદાવાદ-લાકડીયા 765 કેવી વીજલાઈન મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે વીજ લાઈન મંગળપુર, અમરાપર ,ઈશનપુર,ઘનશ્યામગઢ સહિત 9 ગામના ખેતરોમાંથી પસાર થાય છે.માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી, વેજલપર અને ઘાંટીલા સહિત 4 ગામના ખેતરોમાંથી પસાર થાય છે.છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવાર ઘર્ષણ થઈ રહ્યું છે. વિજપોલ પસાર થઈ રહ્યાં છે છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવાર ઘર્ષણ થઈ રહ્યું છે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે હવે હળવદના નવા વેગડવાવમા આજે ખેડૂતો એકઠા થઇ બેનર લગાવી કંપનીનો વિરોધ કર્યો હતો.ખેડૂતોને હાલમાં એક મિટરના 150 આપવામાં આવે છે તેની જગ્યાએ 1 હજાર ચુકવણી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ખેડૂતોએ વેગડવાવ ગામે બેનરો બાંધીને વિરોધ કર્યો હતો તો સાથે હળવદના 9 અને માળીયાના 4 આમ કુલ 13 ગામોમાંથી પાવરગ્રીડ કંપનીના વિજપોલ પસાર થઈ રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -