Dhandhuka: રોષ: ધંધૂકાની માધવ સોસાયટીના રહીશો માળખાગત સુવિધાથી વંચિત

ધંધુકાના ભાવનગર રોડ પરની માધવ સોસાયટીમાં રોડ રસ્તા, પાણી, ગટર જેવી સુવિધાઓ થી વંચિત રહેતા લોકો પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે. ઘરડા ઘર પાસેની સોસાયટીઓના રહીશો પાલિકા તંત્ર સામે બાંયો ચડાવવા મજબુર બન્યા છે. રોડ પાણી ગટર વરસાદી પાણીના ભરાવા જેવી સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે. અહીંના રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા સાથે પાલિકા દ્વારા અપાતું પાણી પણ દૂષિત છે. ગંદા પાણીના નિકાલ માટે ગટરની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. પાછલા ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પાણીની સુવિધાથી વંચીત રહેતા સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો અને આગામી થોડા દિવસોમાં જો આ સમસ્યાઓનો કાયમી ઉકેસ નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી પાલિકા સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તંત્રને વારંવારની રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ તો આવ્યો જ નહીં પરંતુ સમસ્યાઓ વધુ ને વધુ જટિલ બનતી જાય છે. ત્યારે પાયાની સુવિધાઓ પાલિકા સત્વરે પુરી પાડે તેવી માંગ કરી રહ્યા છે.ધંધુકા શહેરના ઘરડા ઘર નજીક આવેલ માધવ સોસાયટી અને અન્ય સોસાયટીઓના રહીશો પાછલા 7 વર્ષથી પાલિકાને ટેક્સ તો પૂરો ભરી રહ્યા છે પરંતુ પાલિકા દ્વારા રોડ, રસ્તા અને પાણી ગટર ની સુવિધાઓ નો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા બન્યા જ નથી અને બારે માસ વૃદ્ધો, બાળકો ખરાબ માર્ગને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વળી ચોમાસામાં તો વિસ્તારની અતિ દારુણ દશા હોય છે. વારંવાર પાલિકા, સ્થાનિક કોર્પોરેટરો અને પ્રાંત અધિકારી સુધી રજૂઆતો કરવા છતાં સમસ્યાઓ નો કોઈ ઉકેલ આવ્યો જ નથી અહીં રસ્તા નો 7 વર્ષથી અભાવ જોવા મળી રહ્યો છે તો પાલિકા દ્વારા આવતું પાણી પણ દૂષિત આવી રહ્યું છે વળી ગટરની પણ કોઈ વ્યવસ્થા નહિ હોવાના કારણે ગંદા પાણી ની પારાવાર સમસ્યા સર્જાય છે ત્યારે સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે આક્રોશ સાથે તેમની વેદના ઠાલવી હતી અને જો આગામી થોડા દિવસોમાં રોડ, પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચિમકી આપી છે. પૂરો ટેક્સ ભરવા છતાં કોઈ સુવિધા નહીં: સ્થાનિકો માધવ સોસાયટીની સમસ્યાને લઈ સ્થાનિકોએ જણાવ્યું કે,અમારી સોસાયટી બન્યાના 7 વર્ષ પછી પણ પાયાની સુવિધાનો અભાવ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.પૂરો ટેક્સ ભરવા છતાં પાલિકા તંત્ર ઓરમાયું વર્તન રાખી આ વિસ્તારને વિકાસ થી વંચીત રાખતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો જો આનો કાયમી ઉકેલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.

Dhandhuka: રોષ: ધંધૂકાની માધવ સોસાયટીના રહીશો માળખાગત સુવિધાથી વંચિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધંધુકાના ભાવનગર રોડ પરની માધવ સોસાયટીમાં રોડ રસ્તા, પાણી, ગટર જેવી સુવિધાઓ થી વંચિત રહેતા લોકો પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે. ઘરડા ઘર પાસેની સોસાયટીઓના રહીશો પાલિકા તંત્ર સામે બાંયો ચડાવવા મજબુર બન્યા છે. રોડ પાણી ગટર વરસાદી પાણીના ભરાવા જેવી સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે. અહીંના રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા સાથે પાલિકા દ્વારા અપાતું પાણી પણ દૂષિત છે. ગંદા પાણીના નિકાલ માટે ગટરની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. પાછલા ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પાણીની સુવિધાથી વંચીત રહેતા સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો અને આગામી થોડા દિવસોમાં જો આ સમસ્યાઓનો કાયમી ઉકેસ નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી પાલિકા સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તંત્રને વારંવારની રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ તો આવ્યો જ નહીં પરંતુ સમસ્યાઓ વધુ ને વધુ જટિલ બનતી જાય છે. ત્યારે પાયાની સુવિધાઓ પાલિકા સત્વરે પુરી પાડે તેવી માંગ કરી રહ્યા છે.

ધંધુકા શહેરના ઘરડા ઘર નજીક આવેલ માધવ સોસાયટી અને અન્ય સોસાયટીઓના રહીશો પાછલા 7 વર્ષથી પાલિકાને ટેક્સ તો પૂરો ભરી રહ્યા છે પરંતુ પાલિકા દ્વારા રોડ, રસ્તા અને પાણી ગટર ની સુવિધાઓ નો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા બન્યા જ નથી અને બારે માસ વૃદ્ધો, બાળકો ખરાબ માર્ગને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વળી ચોમાસામાં તો વિસ્તારની અતિ દારુણ દશા હોય છે. વારંવાર પાલિકા, સ્થાનિક કોર્પોરેટરો અને પ્રાંત અધિકારી સુધી રજૂઆતો કરવા છતાં સમસ્યાઓ નો કોઈ ઉકેલ આવ્યો જ નથી અહીં રસ્તા નો 7 વર્ષથી અભાવ જોવા મળી રહ્યો છે તો પાલિકા દ્વારા આવતું પાણી પણ દૂષિત આવી રહ્યું છે વળી ગટરની પણ કોઈ વ્યવસ્થા નહિ હોવાના કારણે ગંદા પાણી ની પારાવાર સમસ્યા સર્જાય છે ત્યારે સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે આક્રોશ સાથે તેમની વેદના ઠાલવી હતી અને જો આગામી થોડા દિવસોમાં રોડ, પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચિમકી આપી છે.

પૂરો ટેક્સ ભરવા છતાં કોઈ સુવિધા નહીં: સ્થાનિકો

માધવ સોસાયટીની સમસ્યાને લઈ સ્થાનિકોએ જણાવ્યું કે,અમારી સોસાયટી બન્યાના 7 વર્ષ પછી પણ પાયાની સુવિધાનો અભાવ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.પૂરો ટેક્સ ભરવા છતાં પાલિકા તંત્ર ઓરમાયું વર્તન રાખી આ વિસ્તારને વિકાસ થી વંચીત રાખતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો જો આનો કાયમી ઉકેલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.