નવરાત્રિ અને શનિ-રવિની રજા, પાવાગઢ-અંબાજીમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી

Crowd Of Devotees in Pavagadh-Ambaji : નવરાત્રિના તહેવાર દરમિયાન ઠેર-ઠેર ખેલૈયાઓ ગરબાની મજા માણી રહ્યાં છે, આ દરમિયાન રાજ્યના અંબાજી, પાવાગઢ સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે પંચમહાલના પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના પવિત્ર સ્થાને શનિ-રવિ રજાના દિવસોમાં ત્રીજા અને ચોથા નોરતામાં માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો પહોંચ્યા. આ પણ વાંચો : નવરાત્રિમાં માતા શૈલપુત્રીના ગરબાને બદલે સિંગર શકીરાના ગીતો! રાજ્યના અનેક સ્થળે સંસ્કૃતિની ઘોર ખોદાઈપાવાગઢમાં માઈ ભક્તોની ભીડચૈત્રી નવરાત્રિ દરમિયાન વહેલી સવારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દ્વાર ખોલતાની સાથે માઈભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં ઉમટી પડ્યું. માતાજીના દર્શન કરવા માટે પહોંચેલા માઈભક્તોએ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. નવરાત્રિના તહેવાર વચ્ચે રજાના માહોલમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન આવ્યાં. જેમાં કેટલાક માઈભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા ચાલીને આવે છે. તેવામાં દુધિયા તળાવ પગથિયાથી મંદિર સુધીના માર્ગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. આ પણ વાંચો : ડીજે અને મોટા ભારે સાઉન્ડની બોલબાલા વચ્ચે પરંપરાગત ગરબા અડીખમઅંબાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર રાજ્યમાં પાવાગઢ સહિત અંબાજીમાં પણ આજે રવિવારે માતાજીના દર્શન કરવા માટે માઈભક્તોની ભીડ જોવા મળી. નવરાત્રિ અને રજાના માહોલમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા. મંદિર જવાનો રસ્તે, મંદિરનું પરિસર અને ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી.

નવરાત્રિ અને શનિ-રવિની રજા, પાવાગઢ-અંબાજીમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Pavagadh

Crowd Of Devotees in Pavagadh-Ambaji : નવરાત્રિના તહેવાર દરમિયાન ઠેર-ઠેર ખેલૈયાઓ ગરબાની મજા માણી રહ્યાં છે, આ દરમિયાન રાજ્યના અંબાજી, પાવાગઢ સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે પંચમહાલના પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના પવિત્ર સ્થાને શનિ-રવિ રજાના દિવસોમાં ત્રીજા અને ચોથા નોરતામાં માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો પહોંચ્યા. 

આ પણ વાંચો : નવરાત્રિમાં માતા શૈલપુત્રીના ગરબાને બદલે સિંગર શકીરાના ગીતો! રાજ્યના અનેક સ્થળે સંસ્કૃતિની ઘોર ખોદાઈ

પાવાગઢમાં માઈ ભક્તોની ભીડ

ચૈત્રી નવરાત્રિ દરમિયાન વહેલી સવારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દ્વાર ખોલતાની સાથે માઈભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં ઉમટી પડ્યું. માતાજીના દર્શન કરવા માટે પહોંચેલા માઈભક્તોએ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. નવરાત્રિના તહેવાર વચ્ચે રજાના માહોલમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન આવ્યાં. જેમાં કેટલાક માઈભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા ચાલીને આવે છે. તેવામાં દુધિયા તળાવ પગથિયાથી મંદિર સુધીના માર્ગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. 

આ પણ વાંચો : ડીજે અને મોટા ભારે સાઉન્ડની બોલબાલા વચ્ચે પરંપરાગત ગરબા અડીખમ

અંબાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર 

રાજ્યમાં પાવાગઢ સહિત અંબાજીમાં પણ આજે રવિવારે માતાજીના દર્શન કરવા માટે માઈભક્તોની ભીડ જોવા મળી. નવરાત્રિ અને રજાના માહોલમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા. મંદિર જવાનો રસ્તે, મંદિરનું પરિસર અને ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી.