Education: ધોરણ 9 અને 11ની પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મહત્વના ફેરફાર, જાણો વિગત

રાજ્યમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષાની પદ્ધતિમાં આ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર વધારવામાં આવતા વિદ્યાર્થીઓને ફાયદો હવેથી ધોરણ 9 અને ધોરણ 11માં વર્ણાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે અને આ સાથે જ હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ વધારવામાં આવ્યો છે. હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર હવે 20 ટકાની જગ્યાએ 30 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે હવે વર્ણાત્મક પ્રશ્નોનો ગુણભાર 80 ટકાની જગ્યાએ 70 ટકા કરવામાં આવ્યો છે. ફેરફારોનો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવ્યો ત્યારે આ ફેરફાર કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે અને હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભારમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટી સરળતા પણ રહેશે. આ ઉપરાંત વણાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા ફેરફારોનો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. 4 દિવસ પહેલા રાજ્ય સરકારે 4 હજાર જૂના શિક્ષકોની ભરતી કરવાની કરી જાહેરાત 4 દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. માધ્યમિક વિભાગ માટે 2,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 એમ કુલ મળી 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારોએ આગામી 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી gserc.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે આ જાણકારી કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેર ડીંડોર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જૂના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટતાઓ સાથે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછાં 5 વર્ષનો અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરીને લાભ લઈ શકશે.

Education: ધોરણ 9 અને 11ની પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મહત્વના ફેરફાર, જાણો વિગત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષાની પદ્ધતિમાં આ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર વધારવામાં આવતા વિદ્યાર્થીઓને ફાયદો

હવેથી ધોરણ 9 અને ધોરણ 11માં વર્ણાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે અને આ સાથે જ હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ વધારવામાં આવ્યો છે. હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર હવે 20 ટકાની જગ્યાએ 30 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે હવે વર્ણાત્મક પ્રશ્નોનો ગુણભાર 80 ટકાની જગ્યાએ 70 ટકા કરવામાં આવ્યો છે.

ફેરફારોનો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવ્યો

ત્યારે આ ફેરફાર કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે અને હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભારમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટી સરળતા પણ રહેશે. આ ઉપરાંત વણાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા ફેરફારોનો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.

4 દિવસ પહેલા રાજ્ય સરકારે 4 હજાર જૂના શિક્ષકોની ભરતી કરવાની કરી જાહેરાત

4 દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. માધ્યમિક વિભાગ માટે 2,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 એમ કુલ મળી 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારોએ આગામી 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી gserc.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે આ જાણકારી કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેર ડીંડોર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે જૂના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટતાઓ સાથે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછાં 5 વર્ષનો અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરીને લાભ લઈ શકશે.