Suratમા પોલીસ પુત્રની હત્યામા 5 આરોપીઓને રાંદેર પોલીસે દબોચ્યા,થયા અનેક ખુલાસા

આરોપી અમિત બેહેરા, પ્રિન્સ જાવલેની ધરપકડ પ્રથમ અખાડે, રાહુલ ગોહિલની ધરપકડ પોલીસે આરોપી મહેન્દ્ર ગોહિલની કરી ધરપકડ સુરતમાં બે દિવસ પહેલા મોપેડને ઓવરટેક કરી યુ-ટર્ન મારવા મુદ્દે બબાલ થઈ હતી,જેમાં પોલીસ પુત્રનુ મોત થયું હતુ અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો,સમગ્ર ઘટનાને લઈ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આરોપીઓને પોલીસ પુત્રએ ટકોર કરાતા ચપ્પુથી હુમલો કર્યો હતો. ASIના પુત્ર ધીરજ વળવીની કરાઇ હતી હત્યા રાંદેર પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે,આરોપી અમિત બેહેરા, પ્રિન્સ જાવલે, પ્રથમ અખાડે, રાહુલ ગોહિલ અને મહેન્દ્ર ગોહિલની ધરપકડ.આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને વિસ્તારમાં અસામાજીક તત્વો તરીકે ઓળખાય છે,ત્યારે ધરપકડ કરી તમામને જેલના સળિયા ગણતા કરી દીધા છે. રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. સચીનમાં નિવૃત પોલીસ કર્મચારીના મકાનમાં હત્યા થઈ છે. ત્યારે સચીન વિસ્તારમાં પોલીસના પુત્ર રવિને કોણે અને કયા કારણે મોતને ઘાટ ઉતાર્યો તે પણ એક રહસ્ય હતુ. ત્યારે રાંદેર વિસ્તારમાં રોડ પર સરાજાહેર પોલીસ પુત્ર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન ધીરજ રામણભાઈ વળવીનું મોત નીપજ્યુ હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતીરાંદેર રોડ પર આવેલી રૂપાલી ટોકીઝ પાસે આ બનાવ બન્યો હતો. ધીરજ રામણભાઈ વળવીના પિતા સુરત શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવે છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે બાઈક યુ ટર્ન લેવા બાબતે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ આ હત્યા થઈ હોવાનું અનુમાન છે. ત્યારે રાંદેર પોલીસે હવે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Suratમા પોલીસ પુત્રની હત્યામા 5 આરોપીઓને રાંદેર પોલીસે દબોચ્યા,થયા અનેક ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપી અમિત બેહેરા, પ્રિન્સ જાવલેની ધરપકડ
  • પ્રથમ અખાડે, રાહુલ ગોહિલની ધરપકડ
  • પોલીસે આરોપી મહેન્દ્ર ગોહિલની કરી ધરપકડ

સુરતમાં બે દિવસ પહેલા મોપેડને ઓવરટેક કરી યુ-ટર્ન મારવા મુદ્દે બબાલ થઈ હતી,જેમાં પોલીસ પુત્રનુ મોત થયું હતુ અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો,સમગ્ર ઘટનાને લઈ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આરોપીઓને પોલીસ પુત્રએ ટકોર કરાતા ચપ્પુથી હુમલો કર્યો હતો.

ASIના પુત્ર ધીરજ વળવીની કરાઇ હતી હત્યા

રાંદેર પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે,આરોપી અમિત બેહેરા, પ્રિન્સ જાવલે, પ્રથમ અખાડે, રાહુલ ગોહિલ અને મહેન્દ્ર ગોહિલની ધરપકડ.આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને વિસ્તારમાં અસામાજીક તત્વો તરીકે ઓળખાય છે,ત્યારે ધરપકડ કરી તમામને જેલના સળિયા ગણતા કરી દીધા છે.


રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા

રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. સચીનમાં નિવૃત પોલીસ કર્મચારીના મકાનમાં હત્યા થઈ છે. ત્યારે સચીન વિસ્તારમાં પોલીસના પુત્ર રવિને કોણે અને કયા કારણે મોતને ઘાટ ઉતાર્યો તે પણ એક રહસ્ય હતુ. ત્યારે રાંદેર વિસ્તારમાં રોડ પર સરાજાહેર પોલીસ પુત્ર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન ધીરજ રામણભાઈ વળવીનું મોત નીપજ્યુ હતું.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી

રાંદેર રોડ પર આવેલી રૂપાલી ટોકીઝ પાસે આ બનાવ બન્યો હતો. ધીરજ રામણભાઈ વળવીના પિતા સુરત શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવે છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે બાઈક યુ ટર્ન લેવા બાબતે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ આ હત્યા થઈ હોવાનું અનુમાન છે. ત્યારે રાંદેર પોલીસે હવે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.