Ahmedabad: ગોમતીપુરના પોલીસ કસ્ટડીમાં પ્રોહિબિશન ગુનાના આરોપી યુવકનું મોત
અમદાવાદના ગોમતીપુર પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત થયું હોવાના આક્ષેપ. દર્શન ચૌહાણ નામના યુવકનું ગઈ કાલે રાત્રે મોત નીપજ્યું. 8 આરોપીઓને હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે મોત નીપજ્યું. 8 આરોપીઓને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા બળાત્કાર, ગુનાખોરી મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે રાજ્યમાં દરિયાકિનારો પણ ખૂબ જ વિશાળ હોવાને કારણે નશીલા પદાર્થો પણ ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના ગોમતીપુરમાં થોડા દિવસ પહેલા જ રહીશોએ દારુના વેચાણને લઈને પ્રદર્શન કર્યું હતું. દરેક જગ્યાએ દારુના વેચાણના પ્રતિબંધને લઈને બેનરો લગાવવામાં આવ્યા હતા. તેમ છતા રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રને જાણ કરવા છતાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગોમતીપુરમાંથી ઝડપાયેલ 8 આરોપીઓ પણ દારુનું સેવન કરેલ હોવાના આક્ષેપ સાથે 8 યુવકોની ધરપકડ કરી હતી અને 8 આરોપીઓના મેડીકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા જે દરમિયાન દર્શન ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો હતો. લોકસભાના સાંસદ થરુંવલ્લમ થોલએ સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કસ્ટોડિયલ ડેથ કેટલા થયા છે. જેને લઈને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનથી ગૃહ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કે કસ્ટોડિયલ સૌથી વધુ જોવા મળ્યાં છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો પોલીસ ટોર્ચર, સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ ન મળવા સહિતના કારણે આરોપીઓના મોત થયા હતા. સાથે જ ગુજરાતમાં સતત માનવ અધિકારોનું મોટા પ્રમાણે ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે ખૂબ જ ચિંતાનો વિષય ગણી શકાય છે. વર્ષ 2022માં ગુજરાતમાં સૌથી વધુ 24 જેટલા લોકોના પોલીસ કસ્ટડીમાં જ મોત થયા હતા. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના રિપોર્ટમાં કસ્ટડીયલ ડેથના આંકડાએ સરકારની પોલ ખુલ્લી નાખી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 2017-18 માં 14, 2018-19 માં 13, 2019 -20માં 12, 2021-22માં 24 અને 2022-23 માં 15 જેટલાં લોકો ક્સ્ટોડીયલ ડેથ થયા છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વધુ કેસ સમગ્ર દેશમાં 164 લોકોના મોત લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અન્ય રાજ્યોની સરખામણી વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં કસ્ટડીયલ ડેથમાં ગુજરાતમાં સૌથી વધુ 81 લોકોના મોત થયા છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં 80, ઉત્તર પ્રદેશમાં 41, તમિલનાડુમાં 36, બિહારમાં 48 લોકોના મોત થયા છે. જેમાં ચાલુ વર્ષમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 23 લોકોના કસ્ટોડિયલ ડેટ થયા છે. ગયા વર્ષ દરમિયાન 2022-23 માં સમગ્ર દેશમાંથી 164 જેટલા મોત નીપજ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ગોમતીપુર પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત થયું હોવાના આક્ષેપ. દર્શન ચૌહાણ નામના યુવકનું ગઈ કાલે રાત્રે મોત નીપજ્યું. 8 આરોપીઓને હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે મોત નીપજ્યું. 8 આરોપીઓને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા બળાત્કાર, ગુનાખોરી મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે રાજ્યમાં દરિયાકિનારો પણ ખૂબ જ વિશાળ હોવાને કારણે નશીલા પદાર્થો પણ ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના ગોમતીપુરમાં થોડા દિવસ પહેલા જ રહીશોએ દારુના વેચાણને લઈને પ્રદર્શન કર્યું હતું. દરેક જગ્યાએ દારુના વેચાણના પ્રતિબંધને લઈને બેનરો લગાવવામાં આવ્યા હતા. તેમ છતા રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રને જાણ કરવા છતાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગોમતીપુરમાંથી ઝડપાયેલ 8 આરોપીઓ પણ દારુનું સેવન કરેલ હોવાના આક્ષેપ સાથે 8 યુવકોની ધરપકડ કરી હતી અને 8 આરોપીઓના મેડીકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા જે દરમિયાન દર્શન ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો હતો.
લોકસભાના સાંસદ થરુંવલ્લમ થોલએ સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કસ્ટોડિયલ ડેથ કેટલા થયા છે. જેને લઈને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનથી ગૃહ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કે કસ્ટોડિયલ સૌથી વધુ જોવા મળ્યાં છે.
છેલ્લા પાંચ વર્ષના આંકડા
છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો પોલીસ ટોર્ચર, સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ ન મળવા સહિતના કારણે આરોપીઓના મોત થયા હતા. સાથે જ ગુજરાતમાં સતત માનવ અધિકારોનું મોટા પ્રમાણે ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે ખૂબ જ ચિંતાનો વિષય ગણી શકાય છે. વર્ષ 2022માં ગુજરાતમાં સૌથી વધુ 24 જેટલા લોકોના પોલીસ કસ્ટડીમાં જ મોત થયા હતા. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના રિપોર્ટમાં કસ્ટડીયલ ડેથના આંકડાએ સરકારની પોલ ખુલ્લી નાખી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 2017-18 માં 14, 2018-19 માં 13, 2019 -20માં 12, 2021-22માં 24 અને 2022-23 માં 15 જેટલાં લોકો ક્સ્ટોડીયલ ડેથ થયા છે.
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વધુ કેસ
સમગ્ર દેશમાં 164 લોકોના મોત લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અન્ય રાજ્યોની સરખામણી વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં કસ્ટડીયલ ડેથમાં ગુજરાતમાં સૌથી વધુ 81 લોકોના મોત થયા છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં 80, ઉત્તર પ્રદેશમાં 41, તમિલનાડુમાં 36, બિહારમાં 48 લોકોના મોત થયા છે. જેમાં ચાલુ વર્ષમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 23 લોકોના કસ્ટોડિયલ ડેટ થયા છે. ગયા વર્ષ દરમિયાન 2022-23 માં સમગ્ર દેશમાંથી 164 જેટલા મોત નીપજ્યા છે.