Trainના એસી કોચમાંથી બેડશીટની ચોરી કરીને ભાગી રહેલા બે આરોપીને પોલીસે ઝડપ્યા
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં કામ કરતા રેલવે કર્મચારીઓ મુસાફરોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે અને સાથે સાથે ડિવિઝનના સતર્ક કર્મચારીઓ રેલવેની સંપત્તિની સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યા છે.સિહોર રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા રાજકુમાર (પીમેન/સિહોર) એ બે વ્યક્તીઓને ટ્રેનના એરકન્ડિશન્ડ કોચની બેડશીટ લઈ જતા હતા તે દરમિયાન ઝડપી પાડયા છે.આરપીએફને કરાઈ જાણ સિહોર સ્ટેશનની બહાર જતા જોતા તે વ્યક્તીઓને બૂમ પાડીને થોભવાનું કહેતા બન્ને વ્યકતિઓ ત્યાથી ભાગવા લાગ્યા.રાજકુમાર (પોઈન્ટ્સ મેન/સિહોર) અને અજય કુમાર (ગેંગમેન/સિહોર) એ દોડીને બંને વ્યક્તિને પકડી લીધા. ઝડપાયા બાદ બંને વ્યકતિઓને સિહોર સ્ટેશન માસ્ટરની ઓફિસે લઇ જવામા આવ્યા. ત્યાં ફરજ બજાવી રહેલા સ્ટેશન માસ્ટર સાગર પરમારે સિહોર સ્ટેશનના જીઆરપીને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જે બાદ સ્ટેશન માસ્ટર દ્વારા આ ઘટના અંગે આરપીએફ પોસ્ટ ભાવનગરને જાણ કરવામાં આવી હતી. પોલીસે હાથધરી તપાસ માહિતી મળતાં સબ ઇન્સ્પેક્ટર અશ્વિન વરૂ અને કોન્સ્ટેબલ નારસંગ ભાઈ સિહોર સ્ટેશને પહોંચ્યા અને ઘટનાની તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને પાસે એસી કોચની બેડશીટના ત્રણ- ત્રણ પેકેટ (કુલ 12 નગ બેડસીટ) હતા, જેને બંને વેચવાના ઈરાદાથી લઇ જય રહ્યા હતા.સ્ટેશન માસ્ટરે તે બે વ્યક્તિને આગળની કાર્યવાહી માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને સોંપી દીધા. ભાવનગર ટર્મિનસ પોસ્ટ ના સબ ઈન્સ્પેક્ટર અશ્વિન વરૂ દ્વારા તપાસ ચાલુ છે. રેલવે વિભાગ સજાગ છે વેસ્ટર્ન રેલવેનું ભાવનગર ડિવિઝન રેલવે મુસાફરોને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશકુમાર એ માહિતી આપતા જણાવ્યું હતું કે, 11 નવેમ્બર 2024 સોમવારના રોજ રાત્રિના લગભગ 10 વાગ્યે એક મુસાફર ટિકિટ લેવા માટે ભાવનગર પરા રેલવે સ્ટેશનની ટિકિટ બુકિંગ વિન્ડો પર આવ્યો હતો, ટિકિટ લીધા બાદ તે ત્યાંથી નીકળી ગયો, તે દરમિયાન તેણે ભૂલથી તેનો એક મોબાઈલ ફોન ટિકિટ બુકિંગ વિન્ડો પર છોડી દીધો, જેની અંદાજિત કિંમત રૂપિયા 25,000 હશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -