Ahmedabadના ગોતાના વસંતનગર ટાઉનશીપમા સ્થાનિકો ગટરના પાણીની વચ્ચે રહેવા મજબૂર !

વસંતનગર ટાઉનશીપની હાલત દયનીય ગોતામાં આવેલ ટાઉનશીપની 1 મહિનાથી દયનીય હાલત એક મહિનાથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન અમદાવાદના ગોતામાં આવેલ વસંતનગર ટાઉનશીપમાં સ્થાનિકો ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.8 હજાર જેટલા સ્થાનિકો દુર્ગંધયુક્ત પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સાથે સાથે ગટરના પાણી ભરાવાથી તમામ ઘરોમાં માંદગીના ખાટલા જોવા મળ્યા છે. 1 મહિનાથી નથી ઉતરતા ગટરના પાણી 1 મહિનાથી ગટરના પાણી ઉતરતા નહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.ગટરમાંથી આ પાણી બેક મારતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે,અવાર-નવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ આવતું નથી અને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.ગટરના પાણી ભરાવવાથી તમામ ઘરમા મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. અધિકારીઓ આ સમસ્યાનું નિરાકરણ તો લાવો સ્થાનિકો એ હદે કંટાળી ગયા છે કે,ઘરની બહાર નિકળે તો ગટરના પાણીમાં પગ મૂકીને નિકળવું પડે છે,આ સમસ્યા કોઈ એક બે દિવસની નહી પરંતુ એક મહિનાથી ચાલી આવે છે,નાના બાળકોને તાવ ઉતરતો નથી અને રોગાચળો ફેલાઈ ગયો હોય તેવી હાલત છે.અધિકારીઓ તેમની એસી ચેમ્બર છોડીને બહાર આવે તો તેમને ખબર પડે કે ખરેખર શું સ્થિતિ છે. ધરણાની ઉચ્ચારી ચિમકી સ્થાનિકોનું કહેવું છે કે,કોર્પોરેટર અને ધારાસભ્ય કોઈ અહીયા જોવા આવ્યું નથી.ત્યારે અમારે એમને વોટ શું કામ આપવા તેને લઈ ગુસ્સો પણ ઠાલવ્યો હતો,સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી હતી અને કહ્યું કે,જો અગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો રોડ પર બેસી ધરણા કરવામાં આવશે,અને કોર્પોરેશનની ઓફીસમાં હલ્લાબોલ પણ કરવામાં આવશે.

Ahmedabadના ગોતાના વસંતનગર ટાઉનશીપમા સ્થાનિકો ગટરના પાણીની વચ્ચે રહેવા મજબૂર !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વસંતનગર ટાઉનશીપની હાલત દયનીય
  • ગોતામાં આવેલ ટાઉનશીપની 1 મહિનાથી દયનીય હાલત
  • એક મહિનાથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન

અમદાવાદના ગોતામાં આવેલ વસંતનગર ટાઉનશીપમાં સ્થાનિકો ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.8 હજાર જેટલા સ્થાનિકો દુર્ગંધયુક્ત પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સાથે સાથે ગટરના પાણી ભરાવાથી તમામ ઘરોમાં માંદગીના ખાટલા જોવા મળ્યા છે.

1 મહિનાથી નથી ઉતરતા ગટરના પાણી

1 મહિનાથી ગટરના પાણી ઉતરતા નહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.ગટરમાંથી આ પાણી બેક મારતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે,અવાર-નવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ આવતું નથી અને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.ગટરના પાણી ભરાવવાથી તમામ ઘરમા મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે.


અધિકારીઓ આ સમસ્યાનું નિરાકરણ તો લાવો

સ્થાનિકો એ હદે કંટાળી ગયા છે કે,ઘરની બહાર નિકળે તો ગટરના પાણીમાં પગ મૂકીને નિકળવું પડે છે,આ સમસ્યા કોઈ એક બે દિવસની નહી પરંતુ એક મહિનાથી ચાલી આવે છે,નાના બાળકોને તાવ ઉતરતો નથી અને રોગાચળો ફેલાઈ ગયો હોય તેવી હાલત છે.અધિકારીઓ તેમની એસી ચેમ્બર છોડીને બહાર આવે તો તેમને ખબર પડે કે ખરેખર શું સ્થિતિ છે.

ધરણાની ઉચ્ચારી ચિમકી

સ્થાનિકોનું કહેવું છે કે,કોર્પોરેટર અને ધારાસભ્ય કોઈ અહીયા જોવા આવ્યું નથી.ત્યારે અમારે એમને વોટ શું કામ આપવા તેને લઈ ગુસ્સો પણ ઠાલવ્યો હતો,સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી હતી અને કહ્યું કે,જો અગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો રોડ પર બેસી ધરણા કરવામાં આવશે,અને કોર્પોરેશનની ઓફીસમાં હલ્લાબોલ પણ કરવામાં આવશે.