Surendranagar: ધ્રાંગધ્રા હાઈવે પરની હોટલ પાસેથી 2.15કિલોગ્રામ સૂકા ગાંજા સાથે એક ઝડપાયો

 સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરની હોટલના કમ્પાઉન્ડમાં એક શખ્સ સુકા ગાંજાનું વેચાણ કરવા ઉભો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના સુલતાનપુરનો યુવાન બે કિલો 15 ગ્રામ પ્રતિબંધિત સુકા ગાંજા કિંમત રૂ. 20,150 સાથે પકડાયો હતો. ગાંજો પાટણનો શખ્સ આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે ફરિયાદ નોંધાઈ છે.જિલ્લામાં અવારનવાર પ્રતિબંધિત ગાંજો મળી આવે છે. ત્યારે એસઓજી પીઆઈ બી. એચ. શીંગરખીયા સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રામદેવપુર ગામ પાસે કચ્છી હોટલના કમ્પાઉન્ડમાં સુલતાનપુરનો વિજય વાસુદેવભાઈ બજાણીયા સુકો ગાંજો વેચવા માટે ઉભો છે. તેવી બાતમી મળી હતી. આથી પોલીસ ટીમે તા. 6-1ના રોજ મોડી સાંજે રેડ કરી હતી. જેમાં સુલતાનપુરનો વિજય બજાણીયાને ઝડપી તપાસ કરતા તેની પાસે રહેલ કપડાની બેગમાંથી પ્રતિબંધિત બે કિલો 15 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. આથી રૂ. 20,150નો સુકો ગાંજો જપ્ત કરાયો હતો. અને આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં 20 દિવસ પહેલા પાટણ જિલ્લાના સમી તાલુકાના પાડલા ગામનો દીવાન મેઘાજી ઠાકોર આ ગાંજો આપી ગયો હોવાનું ખુલ્યુ હતુ. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બન્ને સામે એનડીપીએસની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. પાટણના આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.એમ.વાઘેલા ચલાવી રહ્યા છે.

Surendranagar: ધ્રાંગધ્રા હાઈવે પરની હોટલ પાસેથી 2.15કિલોગ્રામ સૂકા ગાંજા સાથે એક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરની હોટલના કમ્પાઉન્ડમાં એક શખ્સ સુકા ગાંજાનું વેચાણ કરવા ઉભો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના સુલતાનપુરનો યુવાન બે કિલો 15 ગ્રામ પ્રતિબંધિત સુકા ગાંજા કિંમત રૂ. 20,150 સાથે પકડાયો હતો. ગાંજો પાટણનો શખ્સ આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે ફરિયાદ નોંધાઈ છે.

જિલ્લામાં અવારનવાર પ્રતિબંધિત ગાંજો મળી આવે છે. ત્યારે એસઓજી પીઆઈ બી. એચ. શીંગરખીયા સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રામદેવપુર ગામ પાસે કચ્છી હોટલના કમ્પાઉન્ડમાં સુલતાનપુરનો વિજય વાસુદેવભાઈ બજાણીયા સુકો ગાંજો વેચવા માટે ઉભો છે. તેવી બાતમી મળી હતી. આથી પોલીસ ટીમે તા. 6-1ના રોજ મોડી સાંજે રેડ કરી હતી. જેમાં સુલતાનપુરનો વિજય બજાણીયાને ઝડપી તપાસ કરતા તેની પાસે રહેલ કપડાની બેગમાંથી પ્રતિબંધિત બે કિલો 15 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. આથી રૂ. 20,150નો સુકો ગાંજો જપ્ત કરાયો હતો. અને આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં 20 દિવસ પહેલા પાટણ જિલ્લાના સમી તાલુકાના પાડલા ગામનો દીવાન મેઘાજી ઠાકોર આ ગાંજો આપી ગયો હોવાનું ખુલ્યુ હતુ. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બન્ને સામે એનડીપીએસની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. પાટણના આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.એમ.વાઘેલા ચલાવી રહ્યા છે.