Palanpur: કોટ અંદરના વિસ્તારમાં ગટરના પાણીની જાહેર રોડ પર રેલમછેલ
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં મહીને લાખો રૂપિયા સફાઈના કોન્ટ્રાક્ટ પાછળ ખર્ચ કરવામાં આવે છે.અને તે ઉપરાંત પાલિકાના કાયમી સફાઈ કામદાર સ્ટાફ હોવા છતાં શહેરમાં જાહેર રસ્તાઓ પર ગંદકીના ઢગ ખડકાયેલા રહે છે.તેવા સંજોગોમાં કોટ અંદરનો વિસ્તાર વિપક્ષના સભ્યો ચૂંટાયેલા હોવાથી અહીં ગટરના પાણી જાહેર રોડ પર રેલમછેલ થવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.પાલનપુર નગરપાલિકામાં વિપક્ષના વોર્ડ વિસ્તારમાં જાણે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોય તેમ શહેરના અન્ય વોર્ડના પ્રમાણમાં અહીં પાલિકાના શાસક પક્ષ દ્વારા છેલ્લા ઘણાં વર્ષથી ધ્યાન આપવામાં આવતુ ન હોવાની લોકોમાં રાવ ઉઠી છે.અને તેમાં સેનીટેશન વિભાગ દ્વારા આપવામાં આવેલ સફાઈના કોન્ટ્રાક્ટમાં મહીને અંદાજીત 45 લાખ ઉપરાંતની રકમ ખાનગી એજન્સીને ચુકવવામાં આવે છે. આમ છતાં શહેરમાં જાહેર રસ્તાઓ પર ગંદકીના ઢગ જોવા મળે છે.વળી ડોર ટુ ડોરની વાત કરીએ તો પાલિકા કચેરીના રેકર્ડ પર નોંધાયેલ મિલકત દીઠ બિલ ચુકવવામાં આવે છે.ત્યારે ખરેખર પચાસ ટકા કરતાં ઓછી મિલકતો એવી છે કે જ્યાંથી ડોર ટુ ડોર કચરાનુ કલેક્શન કરવામાં આવે છે.શહેરના અંદરના વિસ્તાર ઉપરાંત હાઈવે પર આવેલા મોટાભાગના શોપીંગ સેન્ટરમાંથી કચરો લઈ જવામાં આવતો નથી.પણ ટેક્ષની વસુલાત માટે કડક ઉઘરાણી કરવામાં આવે છે.તો બીજી તરફ શહેરના કોટ અંદરના વિસ્તારમાં સફાઈ મામલે ઓરમાયુ વર્તન દાખવી અને જાહેર રસ્તાની સફાઈ ક્યારેક થઈ જાય તો થઈ જાય.અને ગટરોની સફાઈ તો કદાચ મહીનાઓ સુધી નહી નહી થતી હોય.અને તેના કારણે ગટરના પાણી જાહેર રોડ પર ઉભરાઈ આવતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળે છે. ફરક એટલો રહે છે કે ચોમાસાના પાણી ચોખ્ખ્યા હોય છે.અને હાલમાં જે ગંદા પાણી વહે છે.તે ગંદા હોવાથી માથુ ફાટી જાય તેવી તિવ્ર દુર્ગંધને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડ છે.આ અંગે સ્થાનિક વોર્ડ મેમ્બર ફરીયાદ કરે તો પણ વિપક્ષનો વિસ્તાર હોવાથી આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં મહીને લાખો રૂપિયા સફાઈના કોન્ટ્રાક્ટ પાછળ ખર્ચ કરવામાં આવે છે.અને તે ઉપરાંત પાલિકાના કાયમી સફાઈ કામદાર સ્ટાફ હોવા છતાં શહેરમાં જાહેર રસ્તાઓ પર ગંદકીના ઢગ ખડકાયેલા રહે છે.
તેવા સંજોગોમાં કોટ અંદરનો વિસ્તાર વિપક્ષના સભ્યો ચૂંટાયેલા હોવાથી અહીં ગટરના પાણી જાહેર રોડ પર રેલમછેલ થવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.પાલનપુર નગરપાલિકામાં વિપક્ષના વોર્ડ વિસ્તારમાં જાણે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોય તેમ શહેરના અન્ય વોર્ડના પ્રમાણમાં અહીં પાલિકાના શાસક પક્ષ દ્વારા છેલ્લા ઘણાં વર્ષથી ધ્યાન આપવામાં આવતુ ન હોવાની લોકોમાં રાવ ઉઠી છે.અને તેમાં સેનીટેશન વિભાગ દ્વારા આપવામાં આવેલ સફાઈના કોન્ટ્રાક્ટમાં મહીને અંદાજીત 45 લાખ ઉપરાંતની રકમ ખાનગી એજન્સીને ચુકવવામાં આવે છે. આમ છતાં શહેરમાં જાહેર રસ્તાઓ પર ગંદકીના ઢગ જોવા મળે છે.વળી ડોર ટુ ડોરની વાત કરીએ તો પાલિકા કચેરીના રેકર્ડ પર નોંધાયેલ મિલકત દીઠ બિલ ચુકવવામાં આવે છે.ત્યારે ખરેખર પચાસ ટકા કરતાં ઓછી મિલકતો એવી છે કે જ્યાંથી ડોર ટુ ડોર કચરાનુ કલેક્શન કરવામાં આવે છે.શહેરના અંદરના વિસ્તાર ઉપરાંત હાઈવે પર આવેલા મોટાભાગના શોપીંગ સેન્ટરમાંથી કચરો લઈ જવામાં આવતો નથી.પણ ટેક્ષની વસુલાત માટે કડક ઉઘરાણી કરવામાં આવે છે.તો બીજી તરફ શહેરના કોટ અંદરના વિસ્તારમાં સફાઈ મામલે ઓરમાયુ વર્તન દાખવી અને જાહેર રસ્તાની સફાઈ ક્યારેક થઈ જાય તો થઈ જાય.અને ગટરોની સફાઈ તો કદાચ મહીનાઓ સુધી નહી નહી થતી હોય.અને તેના કારણે ગટરના પાણી જાહેર રોડ પર ઉભરાઈ આવતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળે છે.
ફરક એટલો રહે છે કે ચોમાસાના પાણી ચોખ્ખ્યા હોય છે.અને હાલમાં જે ગંદા પાણી વહે છે.તે ગંદા હોવાથી માથુ ફાટી જાય તેવી તિવ્ર દુર્ગંધને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડ છે.આ અંગે સ્થાનિક વોર્ડ મેમ્બર ફરીયાદ કરે તો પણ વિપક્ષનો વિસ્તાર હોવાથી આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.