વડોદરામાં સાઈટ શરૂ કરનાર મુંબઈના બિલ્ડર સાથે છેતરપિંડી
મુંબઈ ઇસ્ટ દહીસર મા સંસ્કૃતિ બિલ્ડિંગમાં રહેતા પરેશભાઈ શિવલાલ ધ્રાફાણીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં વડોદરા ના આયુર્વે દેસાઈ રોડ અશોક કોલોની માં રહેતા ગોવિંદભાઈ વાલજીભાઈ પટેલ (2) કેશુભાઈ વાલજીભાઈ પટેલ (3) રામજીભાઈ વાલજીભાઈ પટેલ (4) જીતેન્દ્ર કરસનભાઈ પટેલ તથા (5) મહેશ કરસનભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે દંતેશ્વર માં આવેલી 4148 ચોરસ મીટર બિન ખેતીની જમીન જે ના પર સ્વસ્તિક પાર્ટી પ્લોટ છે તેના માલિકો આરોપીઓ છે. આરોપીઓ પાસેથી 25.80 કરોડમાં આ મિલકત ખરીદવા માટે બાના પેટે 31 લાખ ટોકનના 26 જાન્યુઆરી 2021 ના રોજ આપ્યા હતા અને તેની પહોંચ પણ તેઓએ લખી આપ્યા છે અમે જમીન માલિકોને કુલ 5.41 કરોડ ચૂકવી આપ્યા છે અને બિલ્ડીંગ ડેવલપ માટે જરૂરી મંજૂરી મેળવવા જમીન માલિકોએ શિપ્રમ ડેવલોપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર અને વહીવટ કરતા ઇન્દ્રવદન મનસુખલાલ અંબાણી ને પાવર ઓફ એટર્ની કરી આપ્યું હતું આ જમીન પર 13 માળની કોમર્શિયલ કમ રેસીડેન્સીયલ બિલ્ડીંગનું બાંધકામ અમે જમીન માલિકો ના વિશ્વાસ અને ભરોસે શરૂ કર્યું હતું બાંધકામ અને દસ્તાવેજી રેકર્ડ તૈયાર કરવા પાછળ 5.86 કરોડ નો ખર્ચ અત્યાર સુધી થયો હતો અને જમીન માલિકોએ અમારી પાસેથી 5.41 કરોડ જમીન પેટે મેળવી લીધા હતા છતાં દસ્તાવેજ અને ડેવલપમેન્ટ કરાર કરી આપ્યો ન હતો . કરારની સરોતોનું પાલન નહીં કરી જમીનની પૂરેપૂરી રકમ એક સાથે માગી અમારું કામ બંધ કરાવી દીધું હતું અને અમે કરેલું બાંધકામ તોડી નાખ્યું હતું અને સાઈડ પર ઓફિસમાં મુકેલો સામાન પણ તોડી નાખ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુંબઈ ઇસ્ટ દહીસર મા સંસ્કૃતિ બિલ્ડિંગમાં રહેતા પરેશભાઈ શિવલાલ ધ્રાફાણીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં વડોદરા ના આયુર્વે દેસાઈ રોડ અશોક કોલોની માં રહેતા ગોવિંદભાઈ વાલજીભાઈ પટેલ (2) કેશુભાઈ વાલજીભાઈ પટેલ (3) રામજીભાઈ વાલજીભાઈ પટેલ (4) જીતેન્દ્ર કરસનભાઈ પટેલ તથા (5) મહેશ કરસનભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે દંતેશ્વર માં આવેલી 4148 ચોરસ મીટર બિન ખેતીની જમીન જે ના પર સ્વસ્તિક પાર્ટી પ્લોટ છે તેના માલિકો આરોપીઓ છે.
આરોપીઓ પાસેથી 25.80 કરોડમાં આ મિલકત ખરીદવા માટે બાના પેટે 31 લાખ ટોકનના 26 જાન્યુઆરી 2021 ના રોજ આપ્યા હતા અને તેની પહોંચ પણ તેઓએ લખી આપ્યા છે અમે જમીન માલિકોને કુલ 5.41 કરોડ ચૂકવી આપ્યા છે અને બિલ્ડીંગ ડેવલપ માટે જરૂરી મંજૂરી મેળવવા જમીન માલિકોએ શિપ્રમ ડેવલોપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર અને વહીવટ કરતા ઇન્દ્રવદન મનસુખલાલ અંબાણી ને પાવર ઓફ એટર્ની કરી આપ્યું હતું આ જમીન પર 13 માળની કોમર્શિયલ કમ રેસીડેન્સીયલ બિલ્ડીંગનું બાંધકામ અમે જમીન માલિકો ના વિશ્વાસ અને ભરોસે શરૂ કર્યું હતું બાંધકામ અને દસ્તાવેજી રેકર્ડ તૈયાર કરવા પાછળ 5.86 કરોડ નો ખર્ચ અત્યાર સુધી થયો હતો અને જમીન માલિકોએ અમારી પાસેથી 5.41 કરોડ જમીન પેટે મેળવી લીધા હતા છતાં દસ્તાવેજ અને ડેવલપમેન્ટ કરાર કરી આપ્યો ન હતો . કરારની સરોતોનું પાલન નહીં કરી જમીનની પૂરેપૂરી રકમ એક સાથે માગી અમારું કામ બંધ કરાવી દીધું હતું અને અમે કરેલું બાંધકામ તોડી નાખ્યું હતું અને સાઈડ પર ઓફિસમાં મુકેલો સામાન પણ તોડી નાખ્યો હતો.