Surat: રાજગ્રીન ગ્રૂપે ક્લબ બનાવવાના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ આચરી ઠગાઈ

ક્લબ બનાવવાના નામે રાજગ્રીન ગ્રૂપે લાખો ઉઘરાવ્યા બાદ બેંકમાં જમા કરાવ્યા નહીં બેંકે ક્લબની જમીન હરાજીમાં વેચી દેતા અનેક લોકો સાથે ઠગાઈ રાજગ્રીન ગ્રૂપના સંજય મોવલીયા, અલ્પેશ કોટડીયા સહિત અન્ય ભાગીદારો સામે ફરિયાદ વેસુમાં લા કાસા લ્યુસિડો ક્લબ બનાવવા માટે લોકોને મેમ્બર બનાવીને તેમની પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને રાજગ્રીન ગ્રૂપ દ્વારા બેંકમાં રૂપિયા જમા નહીં કરાતા બેંક દ્વારા ક્લબની મિલકતોને હરાજીથી વેચી દેતા અનેક લોકો સાથે ઠગાઈ થઈ છે. આ મામલે અલથાણ પોલીસે રાજગ્રીન ગ્રૂપના સંજય મોવલીયા સહિત અન્ય ભાગીદારો સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લા કાસા લ્યુસિડો ધ ફેમિલી કલબ બનાવવાનું પ્રલોભન આપ્યું અલથાણ પોલીસ મથકના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ન્યુ સીટીલાઈટ વીવીઆઈપી રોડ ઉપર આવેલ શ્યામ મંદિર પાસેના સુપીરીયા હાઈટ્સમાં રહેતા અને સી એ તરીકે વ્યવસાય કરતાં તેજસ રઘુવીર અગ્રવાલે પોલીસ ફરિયાદ કરતાં જણાવ્યુ છે કે અડાજણ સ્થિત રોયલ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રાજગ્રીન ગૃપના સંજય મોવલીયા સહિતે વેસુ ખાતેના સર્વે નં.153ની જમીન ઉપર લા કાસા લ્યુસિડો ધ ફેમિલી કલબ બનાવવા પ્રલોભન આપ્યુ હતુ. ભાગીદારોએ રાજગ્રીન ગૃપ ઓફ હોસ્પિટાલીટીની ડયુઅલ કબલમાં મેમ્બરશીપ મેળવવા માટે કાર્ડ ઈસ્યુ કર્યા જેમાં તેજસ અગ્રવાલ સહિત મેમ્બરોએ આ ક્લબમાં જોઈન થવા માટે નાણા આપ્યા હતા. આ દરમિયાન તેજસ અગ્રવાલે શરૂઆતમાં 3,87,360 ચુકવ્યા હતા. ઉપરાંત સંજય મોવલીયા સહિત ભાગીદારોએ રાજગ્રીન ગૃપ ઓફ હોસ્પિટાલીટીની ડયુઅલ કબલમાં મેમ્બરશીપ મેળવવા માટે કાર્ડ ઈસ્યુ કર્યા હતા. અન્ય 16 જેટલા મેમ્બરો પાસેથી પણ કુલ રૂપિયા 19,49,060ની રકમ લીધી હતી. પરંતુ સમયાંતરે રાજગ્રીન ગૃપે કલબ બનાવી ન હતી અને આ મેમ્બરોને નાણા પરત કર્યા ન હતા. જમીન ઉપર લીધેલી લોનના હપ્તા પણ ભરવામાં આવ્યા નહીં વેસુ ખાતે કલબ બનાવવાનું માંડી વાળતા આ જમીન ઉપર લીધેલી લોનના હપ્તા પણ ભરવામાં આવ્યા નહીં હોવાથી બેંક ઓફ બરોડાએ અન્ય પાર્ટીને બારોબાર જમીન વેચી દીધી હતી. આમ, લા કાસા લ્યુસિડો કલબના નામે નાણા ઉઘરાવી લઈને તેજસ અગ્રવાલ સહિત અનેક મેમ્બરો પાસેથી રૂપિયા 19,49,060 જેવી માતબર રકમ ઉઘરાવી લીધા પછી પરત નહીં કરીને છેતરપિંડી આચરી હતી. જેના પગલે તેજસ અગ્રવાલ સહિત સભ્યોએ અલથાણ પોલીસ મથકમાં રાજગ્રીન ગૃપના ભાગીદારો (1) સંજય પરશોત્તમ મોવલીયા હે, શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત (2) અલ્પેશ ગોકળભાઇ કોટડીયા રહે, સુષ્ટી શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત (3) મનોજ પરશોત્તમ મોવલીયા રહે, શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત (4) મિતેશ મકોડભાઇ મોવલીયા રહે, શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લા કાસા લ્યુસિડો ક્લબના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચનની જાહેરાત કરી હતી શહેરના જાણીતા બિલ્ડર એવા રાજગ્રીન ગૃપ દ્વારા વેસુમાં લા કાસા લ્યુસિડો કબલ બનાવવાની ગત 2014 વર્ષમાં મોટાપાયે જાહેરાત કરી હતી. આ કબલમાં વધુ મેમ્બર જોડાય એ માટે રાજગ્રીન ગૃપ દ્વારા બોલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ કલબની જમીન બેંક ઓફ બરોડાએ અન્ય પાર્ટીને વેચી દેતા સમગ્ર ભાંડો ફુટી જતાં છેતરપિંડીનો ભોગ બનેલા મેમ્બરોએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Surat: રાજગ્રીન ગ્રૂપે ક્લબ બનાવવાના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ આચરી ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્લબ બનાવવાના નામે રાજગ્રીન ગ્રૂપે લાખો ઉઘરાવ્યા બાદ બેંકમાં જમા કરાવ્યા નહીં
  • બેંકે ક્લબની જમીન હરાજીમાં વેચી દેતા અનેક લોકો સાથે ઠગાઈ
  • રાજગ્રીન ગ્રૂપના સંજય મોવલીયા, અલ્પેશ કોટડીયા સહિત અન્ય ભાગીદારો સામે ફરિયાદ

વેસુમાં લા કાસા લ્યુસિડો ક્લબ બનાવવા માટે લોકોને મેમ્બર બનાવીને તેમની પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને રાજગ્રીન ગ્રૂપ દ્વારા બેંકમાં રૂપિયા જમા નહીં કરાતા બેંક દ્વારા ક્લબની મિલકતોને હરાજીથી વેચી દેતા અનેક લોકો સાથે ઠગાઈ થઈ છે. આ મામલે અલથાણ પોલીસે રાજગ્રીન ગ્રૂપના સંજય મોવલીયા સહિત અન્ય ભાગીદારો સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લા કાસા લ્યુસિડો ધ ફેમિલી કલબ બનાવવાનું પ્રલોભન આપ્યું

અલથાણ પોલીસ મથકના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ન્યુ સીટીલાઈટ વીવીઆઈપી રોડ ઉપર આવેલ શ્યામ મંદિર પાસેના સુપીરીયા હાઈટ્સમાં રહેતા અને સી એ તરીકે વ્યવસાય કરતાં તેજસ રઘુવીર અગ્રવાલે પોલીસ ફરિયાદ કરતાં જણાવ્યુ છે કે અડાજણ સ્થિત રોયલ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રાજગ્રીન ગૃપના સંજય મોવલીયા સહિતે વેસુ ખાતેના સર્વે નં.153ની જમીન ઉપર લા કાસા લ્યુસિડો ધ ફેમિલી કલબ બનાવવા પ્રલોભન આપ્યુ હતુ.

ભાગીદારોએ રાજગ્રીન ગૃપ ઓફ હોસ્પિટાલીટીની ડયુઅલ કબલમાં મેમ્બરશીપ મેળવવા માટે કાર્ડ ઈસ્યુ કર્યા

જેમાં તેજસ અગ્રવાલ સહિત મેમ્બરોએ આ ક્લબમાં જોઈન થવા માટે નાણા આપ્યા હતા. આ દરમિયાન તેજસ અગ્રવાલે શરૂઆતમાં 3,87,360 ચુકવ્યા હતા. ઉપરાંત સંજય મોવલીયા સહિત ભાગીદારોએ રાજગ્રીન ગૃપ ઓફ હોસ્પિટાલીટીની ડયુઅલ કબલમાં મેમ્બરશીપ મેળવવા માટે કાર્ડ ઈસ્યુ કર્યા હતા. અન્ય 16 જેટલા મેમ્બરો પાસેથી પણ કુલ રૂપિયા 19,49,060ની રકમ લીધી હતી. પરંતુ સમયાંતરે રાજગ્રીન ગૃપે કલબ બનાવી ન હતી અને આ મેમ્બરોને નાણા પરત કર્યા ન હતા.

જમીન ઉપર લીધેલી લોનના હપ્તા પણ ભરવામાં આવ્યા નહીં

વેસુ ખાતે કલબ બનાવવાનું માંડી વાળતા આ જમીન ઉપર લીધેલી લોનના હપ્તા પણ ભરવામાં આવ્યા નહીં હોવાથી બેંક ઓફ બરોડાએ અન્ય પાર્ટીને બારોબાર જમીન વેચી દીધી હતી. આમ, લા કાસા લ્યુસિડો કલબના નામે નાણા ઉઘરાવી લઈને તેજસ અગ્રવાલ સહિત અનેક મેમ્બરો પાસેથી રૂપિયા 19,49,060 જેવી માતબર રકમ ઉઘરાવી લીધા પછી પરત નહીં કરીને છેતરપિંડી આચરી હતી. જેના પગલે તેજસ અગ્રવાલ સહિત સભ્યોએ અલથાણ પોલીસ મથકમાં રાજગ્રીન ગૃપના ભાગીદારો (1) સંજય પરશોત્તમ મોવલીયા હે, શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત (2) અલ્પેશ ગોકળભાઇ કોટડીયા રહે, સુષ્ટી શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત (3) મનોજ પરશોત્તમ મોવલીયા રહે, શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત (4) મિતેશ મકોડભાઇ મોવલીયા રહે, શુભમ બંગલો, પારલે પોઇન્ટ, સુરત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

લા કાસા લ્યુસિડો ક્લબના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચનની જાહેરાત કરી હતી

શહેરના જાણીતા બિલ્ડર એવા રાજગ્રીન ગૃપ દ્વારા વેસુમાં લા કાસા લ્યુસિડો કબલ બનાવવાની ગત 2014 વર્ષમાં મોટાપાયે જાહેરાત કરી હતી. આ કબલમાં વધુ મેમ્બર જોડાય એ માટે રાજગ્રીન ગૃપ દ્વારા બોલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ કલબની જમીન બેંક ઓફ બરોડાએ અન્ય પાર્ટીને વેચી દેતા સમગ્ર ભાંડો ફુટી જતાં છેતરપિંડીનો ભોગ બનેલા મેમ્બરોએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.