Aravalliના ધનસુરામાં ધોધમાર વરસાદ, ખેતીવાડીને ભારે નુકસાન

અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં શીણોલ, નવી શીણોલ, શિવપુરામાં વરસાદ ખાબક્યો છે. તેમાં લહેરી પુરા, જસવંત પુરામાં ભારે વરસાદ છે. તેથી ખેતરો બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરોના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેમજ ભારે વરસાદથી ખેતીવાડીને ભારે નુકસાન થયુ છે.ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા આસપાસના ખેતરોના પાણી શીણોલ કીડીના રસ્તા પર ફરી વળ્યા છે. જેમાં ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ત્રીજી સપ્ટેમ્બરની રાત્રિથી વરસી રહેલાં ભારે વરસાદ બાદ જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાતાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત 7 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મૂકાયા છે. સપ્ટેમ્બરની સ્થિતિએ રૂલ લેવલ જાળવવા જળાશયોના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી, કેટલાક તાલુકાઓના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં વરસાદના તોફાની રાઉન્ડના કારણે ફરી નદી કિનારાના ગામો સાવધ કરવાની નોબત આવી છે. પાણી નદીમાં છોડવામાં આવતાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી ઓડિશાની ડિપ્રેશનની અસર હવે જિલ્લાના વાતાવરણમાં જોવા મળી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતાં જિલ્લામાં હવે અતિવૃષ્ટિની ચિંતા તંત્ર માટે પડકારરૂપ બની શકે છે. જિલ્લામાં સ્થાનિક ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના વાત્રક, ગુહાઈ, માઝૂમ, હાથમતી, લાંક, જવાનપુરા, હરણાવ, મેશ્વો, વૈડી, ખેડવા, વરાંસી અને ગોરઠિયા જળાશયમાં 300થી 24,000 ક્યુસેક સુધી પાણી આવક નોંધાઈ હતી. જળાશયોમાં પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થતાં ડેમની રૂલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હરણાવ જળાશયના ઉપરવાસમાંથી પાણીની આવક વધુ રહી છે, જેથી 225 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકાના નદી કિનારાના ગામોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે વાત્રક જળાશયમાં પ્રતિ કલાકે પાણીની વધતી આવકના કારણે 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Aravalliના ધનસુરામાં ધોધમાર વરસાદ, ખેતીવાડીને ભારે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં શીણોલ, નવી શીણોલ, શિવપુરામાં વરસાદ ખાબક્યો છે. તેમાં લહેરી પુરા, જસવંત પુરામાં ભારે વરસાદ છે. તેથી ખેતરો બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરોના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેમજ ભારે વરસાદથી ખેતીવાડીને ભારે નુકસાન થયુ છે.

ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા

આસપાસના ખેતરોના પાણી શીણોલ કીડીના રસ્તા પર ફરી વળ્યા છે. જેમાં ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ત્રીજી સપ્ટેમ્બરની રાત્રિથી વરસી રહેલાં ભારે વરસાદ બાદ જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાતાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત 7 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મૂકાયા છે. સપ્ટેમ્બરની સ્થિતિએ રૂલ લેવલ જાળવવા જળાશયોના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી, કેટલાક તાલુકાઓના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં વરસાદના તોફાની રાઉન્ડના કારણે ફરી નદી કિનારાના ગામો સાવધ કરવાની નોબત આવી છે.

પાણી નદીમાં છોડવામાં આવતાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી

ઓડિશાની ડિપ્રેશનની અસર હવે જિલ્લાના વાતાવરણમાં જોવા મળી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતાં જિલ્લામાં હવે અતિવૃષ્ટિની ચિંતા તંત્ર માટે પડકારરૂપ બની શકે છે. જિલ્લામાં સ્થાનિક ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના વાત્રક, ગુહાઈ, માઝૂમ, હાથમતી, લાંક, જવાનપુરા, હરણાવ, મેશ્વો, વૈડી, ખેડવા, વરાંસી અને ગોરઠિયા જળાશયમાં 300થી 24,000 ક્યુસેક સુધી પાણી આવક નોંધાઈ હતી. જળાશયોમાં પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થતાં ડેમની રૂલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હરણાવ જળાશયના ઉપરવાસમાંથી પાણીની આવક વધુ રહી છે, જેથી 225 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકાના નદી કિનારાના ગામોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે વાત્રક જળાશયમાં પ્રતિ કલાકે પાણીની વધતી આવકના કારણે 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.