Vav: ભાજપની ખાટલા બેઠક, શંકરભાઈ ચૌધરી તમામ જ્ઞાતિના નેતા છે: પ્રફુલ પાનસેરિયા
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામ ખાટલા બેઠક અને કોંગ્રેસ દ્વારા મામેરાની ભરવાની વાત અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલનો ચૌધરી સમાજને લઈને આત્મવિશ્વાસ. ત્રણેય ઉમેદવારને લઈને રાજકારણ ગરમાયું છે. દરેક પક્ષ એમ કહી રહ્યા છે કે પ્રત્યેક સમાજ અમારી સાથે છે અને આ વખતે અમારી જ જીત થશે. વાવની જનતા કયા ઉમેદવાર પર જીતની મહોર મારે છે તે જોવાનું રહ્યું. માવજી પટેલ અને લાલજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ ભારતીય જનતા પાર્ટીએ માવજી પટેલ અને લાલજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. માવજી પટેલએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપ દ્વારા માવજી પટેલ સહિત પાંચ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ લોકોની વાત કરીએ તો લાલજી પટેલ, જામાભાઈ, ભીમજી પટેલ, દલારામ પટેલને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ થયા બાદ માવજીભાઈ પટેલએ નિવેદન આપતા જણાવ્યું કે, ફોર્મ ભર્યું તે દિવસથી હું ભાજપનો છું જ નહીં, ભાજપે મને કંઈ આપ્યું નથી અને ભાજપમાં હું કંઈ હતો પણ નહીં. રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાની ગામે ગામે ખાટલા બેઠકો મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, ગામે ગામ જાઉં છું મતદારો લોકો સમરસતા સાથે મતદાન કરીને ભાજપ સાથે રહેવા માટે આગળ વધી રહ્યા છે. શરૂઆતના 2 દિવસ એવો માહોલ હતો આક્ષેપ પ્રતિ આક્ષેપનો પરંતુ હવે તમામ ભાજપ સાથે સરકાર સાથે રહેવાનું મન બનાવ્યું છે. માવજીભાઈ કહે છે તો એ વાતમાં તથ્ય નથી શંકરભાઈએ ગામે ગામ જઈને કામ કરેલા છે. લોકો ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે પરંતુ એ શરૂઆતના દિવસોમાં હતું પરંતુ હવે એવું કાઈ નથી. લોકોને ભૂતકાળની જેમ સામા પ્રવાહે નથી જાઉં સરકારની સાથે રહેવું છે.https://www.youtube.com/watch?si=Qww-AGcHS-xk1dmB&v=DNChe6tDj-c&feature=youtu.beકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈનો ચોંકાવનારો દાવોકોંગ્રેસના રબારી સમાજના સંમેલનમાં રઘુ દેસાઈએ જણાવ્યુ કે, સમાજના વોટ કોંગ્રેસ અને માવજીભાઈને મળશે. રબારી સમાજના વોટ માવજીભાઈને પણ મળી શકે છે. સમાજના વોટ વહેંચાયા તો કોંગ્રેસ અને માવજીભાઈમાં વહેંચાશે. અમારી ફાઈટ માવજીભાઈ સાથે છે, ભાજપ પિક્ચરમાં નથી.ભાજપને મત આપીએ એટલે ગૌ હત્યાનું પાપ લાગે: રઘુ દેસાઈ કોંગ્રેસના રબારી સમાજના સંમેલનમાં રઘુ દેસાઈએ જણાવ્યુ કે, સમાજના વોટ કોંગ્રેસ અને માવજીભાઈને મળશે. રબારી સમાજના વોટ માવજીભાઈને પણ મળી શકે છે. સમાજના વોટ વહેંચાયા તો કોંગ્રેસ અને માવજીભાઈમાં વહેંચાશે. અમારી ફાઈટ માવજીભાઈ સાથે છે, ભાજપ પિક્ચરમાં નથી. ભાજપને મત આપશો તો ગૌ હત્યાનું પાપ લાગે. ભાજપે ગાયોની હત્યા કરી છે. શરીરમાં જે લોહી છે તે ગાયના દૂધમાંથી બન્યું છે. ભાજપે ગાયોની કતલ કરી છે. માવજી પટેલ, લાલજી પટેલ પર ગેનીબેનનું મોટું નિવેદન સાંસદ ગેનીબેન ઠાકોરએ માવજી પટેલ અને ગેનીબેન પટેલને લઈને મોટું નિવેદન કરતા જણાવ્યુ કે, આ એ જ નેતા અને ઉમેદવાર છે, જે ચૌધરી સમાજના 90% વોટ ભાજપમાં લઈ ગયા હતા. આ એમની સમજી-વિચારેલી સાજીશ છે. આ એમની અંદરની વાત છે. હું કશું વધારે કહેવા માંગતી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામ ખાટલા બેઠક અને કોંગ્રેસ દ્વારા મામેરાની ભરવાની વાત અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલનો ચૌધરી સમાજને લઈને આત્મવિશ્વાસ. ત્રણેય ઉમેદવારને લઈને રાજકારણ ગરમાયું છે. દરેક પક્ષ એમ કહી રહ્યા છે કે પ્રત્યેક સમાજ અમારી સાથે છે અને આ વખતે અમારી જ જીત થશે. વાવની જનતા કયા ઉમેદવાર પર જીતની મહોર મારે છે તે જોવાનું રહ્યું.
માવજી પટેલ અને લાલજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ
ભારતીય જનતા પાર્ટીએ માવજી પટેલ અને લાલજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. માવજી પટેલએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપ દ્વારા માવજી પટેલ સહિત પાંચ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ લોકોની વાત કરીએ તો લાલજી પટેલ, જામાભાઈ, ભીમજી પટેલ, દલારામ પટેલને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ થયા બાદ માવજીભાઈ પટેલએ નિવેદન આપતા જણાવ્યું કે, ફોર્મ ભર્યું તે દિવસથી હું ભાજપનો છું જ નહીં, ભાજપે મને કંઈ આપ્યું નથી અને ભાજપમાં હું કંઈ હતો પણ નહીં.
રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાની ગામે ગામે ખાટલા બેઠકો
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, ગામે ગામ જાઉં છું મતદારો લોકો સમરસતા સાથે મતદાન કરીને ભાજપ સાથે રહેવા માટે આગળ વધી રહ્યા છે. શરૂઆતના 2 દિવસ એવો માહોલ હતો આક્ષેપ પ્રતિ આક્ષેપનો પરંતુ હવે તમામ ભાજપ સાથે સરકાર સાથે રહેવાનું મન બનાવ્યું છે. માવજીભાઈ કહે છે તો એ વાતમાં તથ્ય નથી શંકરભાઈએ ગામે ગામ જઈને કામ કરેલા છે. લોકો ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે પરંતુ એ શરૂઆતના દિવસોમાં હતું પરંતુ હવે એવું કાઈ નથી. લોકોને ભૂતકાળની જેમ સામા પ્રવાહે નથી જાઉં સરકારની સાથે રહેવું છે.
https://www.youtube.com/watch?si=Qww-AGcHS-xk1dmB&v=DNChe6tDj-c&feature=youtu.be
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈનો ચોંકાવનારો દાવો
કોંગ્રેસના રબારી સમાજના સંમેલનમાં રઘુ દેસાઈએ જણાવ્યુ કે, સમાજના વોટ કોંગ્રેસ અને માવજીભાઈને મળશે. રબારી સમાજના વોટ માવજીભાઈને પણ મળી શકે છે. સમાજના વોટ વહેંચાયા તો કોંગ્રેસ અને માવજીભાઈમાં વહેંચાશે. અમારી ફાઈટ માવજીભાઈ સાથે છે, ભાજપ પિક્ચરમાં નથી.
ભાજપને મત આપીએ એટલે ગૌ હત્યાનું પાપ લાગે: રઘુ દેસાઈ
કોંગ્રેસના રબારી સમાજના સંમેલનમાં રઘુ દેસાઈએ જણાવ્યુ કે, સમાજના વોટ કોંગ્રેસ અને માવજીભાઈને મળશે. રબારી સમાજના વોટ માવજીભાઈને પણ મળી શકે છે. સમાજના વોટ વહેંચાયા તો કોંગ્રેસ અને માવજીભાઈમાં વહેંચાશે. અમારી ફાઈટ માવજીભાઈ સાથે છે, ભાજપ પિક્ચરમાં નથી. ભાજપને મત આપશો તો ગૌ હત્યાનું પાપ લાગે. ભાજપે ગાયોની હત્યા કરી છે. શરીરમાં જે લોહી છે તે ગાયના દૂધમાંથી બન્યું છે. ભાજપે ગાયોની કતલ કરી છે.
માવજી પટેલ, લાલજી પટેલ પર ગેનીબેનનું મોટું નિવેદન
સાંસદ ગેનીબેન ઠાકોરએ માવજી પટેલ અને ગેનીબેન પટેલને લઈને મોટું નિવેદન કરતા જણાવ્યુ કે, આ એ જ નેતા અને ઉમેદવાર છે, જે ચૌધરી સમાજના 90% વોટ ભાજપમાં લઈ ગયા હતા. આ એમની સમજી-વિચારેલી સાજીશ છે. આ એમની અંદરની વાત છે. હું કશું વધારે કહેવા માંગતી નથી.