Vadodara: અસીલે વકીલની કરી ઘાતકી હત્યા, પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી
પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યોશરીર પર ઈજાઓ હતી અને મોઢા પર ઘા માર્યાના નિશાન મળ્યા સારવાર દરમિયાન વકીલનું થયુ મૃત્યુ વડોદરામાં વકીલની ઘાતકી હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. શહેર નજીક આવેલા સિંધરોટ અમરાપુરા મીની રીવર બ્રીજ પાસે વકીલ પર હુમલો કરી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસ તપાસમાં અસીલ નરેશ રાવલ રણુંથી પરત ફરતા વકીલ વિઠ્ઠલ પંડિતે પત્નીની છેડતી કરતા બંને વચ્ચે બોલાચાલી અને મારામારી બાદ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હોવાની અસીલે કબુલાત કરી હતી. પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો આ બનાવમાં 74 વર્ષીય વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતની ગત તારીખ 1 ઓક્ટોબરના રોજ પોતાની સાથે રહેતાં અસીલ નરેશભાઈ બાબુભાઈ રાવલ (ઉંમર વર્ષ 40) નામના ઈસમે હત્યા કરી હતી. આ હત્યા પાછળ આરોપી પત્ની સાથે છેડછાડ કરી હોવાનું પોલીસ સામે રટણ કરે છે. તાલુકા પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાત્રીના એક વાગ્યા બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું રાત્રિના આશરે 9 વાગ્યાની આસપાસ કોઈ અજાણી વ્યક્તિએ તેઓની પત્નીને ટેલીફોનીક જાણ કરી અને ત્યારબાદ તાત્કાલિક 108 મારફતે સિંઘરોટ પાસેથી તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની રાત્રીના એક વાગ્યા બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બોડી ઉપર જે પ્રકારની ઈન્જરી હતી જે પ્રકારના નિશાનો મળ્યા છે અને પ્રથમ જે ફોન આવ્યો તેમાં પરિવારને એક્સિડન્ટ થયો હોવાની વિગતો જણાવવામાં આવી હતી. પરંતુ જે રીતે શરીર પર ઈજાઓ હતી અને મોઢા પર ઘા માર્યાના નિશાન મળ્યા છે, તેમાં હત્યા કરી હોવાના નિશાન મળી આવ્યા છે. આ એક નિર્મમ હત્યા કરવાના ઈરાદાથી માર મારવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ તારણ નીકળ્યું હતું. તબીબ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે, આ મૃત્યુ પાછળ કારણો અંગેની તપાસ કરતા જાણવા મળ્યું કે વકીલના અસીલ નરેશ રાવલે જ હત્યા કરી હતી. સમગ્ર મામલે હત્યા કરનાર આરોપીની અટકાયત આ અંગે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ જે.યુ.ગોહિલે સમગ્ર મામલે હત્યા કરનાર આરોપીની અટકાયત કરી હતી. આ હત્યા કરનારા આરોપીની પત્ની સાથે છેડછાડ કરી હોવાની વાત કરે છે અને તેના કારણે જ તેને હત્યા કરી હોવાની હાલમાં પ્રાથમિક માહિતી સામે આવી છે. હત્યા ફાઈબરની પાઈપ વડે કરી હોવાનું હાલમાં જણાઈ આવે છે. આ આરોપી અને વકીલ રણું ખાતે ફરવા ગયા હતા અને બાદમાં પરત ફરતા આ હત્યાને અંજામ આપ્યો છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો
- શરીર પર ઈજાઓ હતી અને મોઢા પર ઘા માર્યાના નિશાન મળ્યા
- સારવાર દરમિયાન વકીલનું થયુ મૃત્યુ
વડોદરામાં વકીલની ઘાતકી હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. શહેર નજીક આવેલા સિંધરોટ અમરાપુરા મીની રીવર બ્રીજ પાસે વકીલ પર હુમલો કરી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસ તપાસમાં અસીલ નરેશ રાવલ રણુંથી પરત ફરતા વકીલ વિઠ્ઠલ પંડિતે પત્નીની છેડતી કરતા બંને વચ્ચે બોલાચાલી અને મારામારી બાદ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હોવાની અસીલે કબુલાત કરી હતી.
પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો
આ બનાવમાં 74 વર્ષીય વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતની ગત તારીખ 1 ઓક્ટોબરના રોજ પોતાની સાથે રહેતાં અસીલ નરેશભાઈ બાબુભાઈ રાવલ (ઉંમર વર્ષ 40) નામના ઈસમે હત્યા કરી હતી. આ હત્યા પાછળ આરોપી પત્ની સાથે છેડછાડ કરી હોવાનું પોલીસ સામે રટણ કરે છે. તાલુકા પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાત્રીના એક વાગ્યા બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું
રાત્રિના આશરે 9 વાગ્યાની આસપાસ કોઈ અજાણી વ્યક્તિએ તેઓની પત્નીને ટેલીફોનીક જાણ કરી અને ત્યારબાદ તાત્કાલિક 108 મારફતે સિંઘરોટ પાસેથી તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની રાત્રીના એક વાગ્યા બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બોડી ઉપર જે પ્રકારની ઈન્જરી હતી જે પ્રકારના નિશાનો મળ્યા છે અને પ્રથમ જે ફોન આવ્યો તેમાં પરિવારને એક્સિડન્ટ થયો હોવાની વિગતો જણાવવામાં આવી હતી.
પરંતુ જે રીતે શરીર પર ઈજાઓ હતી અને મોઢા પર ઘા માર્યાના નિશાન મળ્યા છે, તેમાં હત્યા કરી હોવાના નિશાન મળી આવ્યા છે. આ એક નિર્મમ હત્યા કરવાના ઈરાદાથી માર મારવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ તારણ નીકળ્યું હતું. તબીબ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે, આ મૃત્યુ પાછળ કારણો અંગેની તપાસ કરતા જાણવા મળ્યું કે વકીલના અસીલ નરેશ રાવલે જ હત્યા કરી હતી.
સમગ્ર મામલે હત્યા કરનાર આરોપીની અટકાયત
આ અંગે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ જે.યુ.ગોહિલે સમગ્ર મામલે હત્યા કરનાર આરોપીની અટકાયત કરી હતી. આ હત્યા કરનારા આરોપીની પત્ની સાથે છેડછાડ કરી હોવાની વાત કરે છે અને તેના કારણે જ તેને હત્યા કરી હોવાની હાલમાં પ્રાથમિક માહિતી સામે આવી છે. હત્યા ફાઈબરની પાઈપ વડે કરી હોવાનું હાલમાં જણાઈ આવે છે. આ આરોપી અને વકીલ રણું ખાતે ફરવા ગયા હતા અને બાદમાં પરત ફરતા આ હત્યાને અંજામ આપ્યો છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.