Amreli: મહિલાઓ નહી, બાળકો રમે છે ગરબા, ચાર પેઢીથી પરંપરા જીવંત

નવરાત્રીમાં મા જગદંબાની આરાધના કરવા સૌ કોઈ ગરબા રમી રહ્યા છે. જો કે અત્યારે તો લોકો પાર્ટી પ્લોટમાં સૌથી વધારે ગરબા રમવા જતા હોય તે જોવા મળી રહ્યું છે. જો કે ગામડાઓમાં હજી કેટલીક જગ્યાએ જૂની પરંપરા જીવંત છે. અહીં પરંપરાગત રીતે ગરબા રમવામાં આવે છે. કંઇ ડીજેના તાલે નહી પણ તબલા અને મંજીરાના તાલે ગરબા ગાઇને પરંપરાગત વેશમાં ગરબા રમવામાં આવે છે. આ પરંપરા ચાર પેઢીથી જીવંત છે. ચાર પેઢીથી ચાલતી આવે છે પરંપરા આપણે વાત કરી રહ્યા છીએ સાવરકુંડલાના પ્રાચીન ગરબાની. સાવરકુંડલા શહેરમાં છેલ્લા 77 વર્ષથી પ્રાચીન ગરબા રમવામાં આવે છે. સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારના જય ખોડીયાર બાળ મંડળ દ્વારા આ ગરબા લેવામાં આવે છે. આ બાળમંડળ જ અહીં ગરબા રમે છે. સફેદ રંગનુ કેડિયુ અને ચોયણી પહેરીને માથે લાલ રંગનો ફેટો બાંધે છે. એક તરફ તબલા અને મંજીરાના તાલે ગરબા ગાવામાં આવે છે. બીજી તરફ બાળ મંડળ દ્વારા ગરબા રમવામાં આવે છે. જેને જોવા અને સાંભળવા દૂર દૂરથી લોકો આવે છે કારણ કે હવે આ પ્રાચીન ગરબા જોવા એ દુર્લભ થતા જાય છે. ત્યારે સાવરકુંડલાના જય ખોડીયાર બાળમંડળમાં ચાર ચાર પેઢીથી આ પરંપરા જાળવી રાખી છે . પ્રાચીન ગરબાની બોલાવે છે રમઝટ સાવરકુંડલા શહેરમાં દેવડા ગેટ પર જય ખોડીયાર બાળ મંડળ દ્વારા રમાતી દેશી અને પ્રાચીન ગરબાની પરંપરાને જોવા દૂર દૂરથી લોકો આવે છે. આ પ્રાચીન ગરબાની તાલીમ અને તેની ઝલક જોવા અને શીખવા પણ અનેક યુવાનો અને બાળકો સાવરકુંડલા આવે છે. માતાજીના ગીતો, ગરબા, છંદ, દુહા ગાઇને તબલા અને મંજીરાના તાલે ગરબાની રમઝટ બોલાવે છે. જય ખોડીયાર બાળ મંડળના ગાયન વૃંદ અને ખેલૈયાઓનો ઉત્સાહ અને શ્રદ્ધા કંઈક અલગ જ જોવા મળે છે.

Amreli: મહિલાઓ નહી, બાળકો રમે છે ગરબા, ચાર પેઢીથી પરંપરા જીવંત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રીમાં મા જગદંબાની આરાધના કરવા સૌ કોઈ ગરબા રમી રહ્યા છે. જો કે અત્યારે તો લોકો પાર્ટી પ્લોટમાં સૌથી વધારે ગરબા રમવા જતા હોય તે જોવા મળી રહ્યું છે. જો કે ગામડાઓમાં હજી કેટલીક જગ્યાએ જૂની પરંપરા જીવંત છે. અહીં પરંપરાગત રીતે ગરબા રમવામાં આવે છે. કંઇ ડીજેના તાલે નહી પણ તબલા અને મંજીરાના તાલે ગરબા ગાઇને પરંપરાગત વેશમાં ગરબા રમવામાં આવે છે. આ પરંપરા ચાર પેઢીથી જીવંત છે.


ચાર પેઢીથી ચાલતી આવે છે પરંપરા

આપણે વાત કરી રહ્યા છીએ સાવરકુંડલાના પ્રાચીન ગરબાની. સાવરકુંડલા શહેરમાં છેલ્લા 77 વર્ષથી પ્રાચીન ગરબા રમવામાં આવે છે. સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારના જય ખોડીયાર બાળ મંડળ દ્વારા આ ગરબા લેવામાં આવે છે. આ બાળમંડળ જ અહીં ગરબા રમે છે. સફેદ રંગનુ કેડિયુ અને ચોયણી પહેરીને માથે લાલ રંગનો ફેટો બાંધે છે. એક તરફ તબલા અને મંજીરાના તાલે ગરબા ગાવામાં આવે છે. બીજી તરફ બાળ મંડળ દ્વારા ગરબા રમવામાં આવે છે. જેને જોવા અને સાંભળવા દૂર દૂરથી લોકો આવે છે કારણ કે હવે આ પ્રાચીન ગરબા જોવા એ દુર્લભ થતા જાય છે. ત્યારે સાવરકુંડલાના જય ખોડીયાર બાળમંડળમાં ચાર ચાર પેઢીથી આ પરંપરા જાળવી રાખી છે .


પ્રાચીન ગરબાની બોલાવે છે રમઝટ

સાવરકુંડલા શહેરમાં દેવડા ગેટ પર જય ખોડીયાર બાળ મંડળ દ્વારા રમાતી દેશી અને પ્રાચીન ગરબાની પરંપરાને જોવા દૂર દૂરથી લોકો આવે છે. આ પ્રાચીન ગરબાની તાલીમ અને તેની ઝલક જોવા અને શીખવા પણ અનેક યુવાનો અને બાળકો સાવરકુંડલા આવે છે. માતાજીના ગીતો, ગરબા, છંદ, દુહા ગાઇને તબલા અને મંજીરાના તાલે ગરબાની રમઝટ બોલાવે છે. જય ખોડીયાર બાળ મંડળના ગાયન વૃંદ અને ખેલૈયાઓનો ઉત્સાહ અને શ્રદ્ધા કંઈક અલગ જ જોવા મળે છે.