Ahmedabad: ટ્રાફિકના નિયમો તોડનાર ચેતી જજો! ટ્રાફિક પોલીસ AI કેમેરાથી સજ્જ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો તોડ્યા તો હવે તમારી ખેર નથી. અમદાવાદની ટ્રાફિક પોલીસ AI કેમેરાથી સજ્જ થઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર તરફથી ટ્રાફિક પોલીસને 32 જેટલા AI કેમેરા આપવામાં આવ્યા છે. જે સતત ટ્રાફિક પર બાજ નજર રાખી રહ્યા છે. જો હવે આપ ટ્રાફિક નિયમોનું પાલન ના કર્યું તો AI કેમેરામાં કેદ થશો અને આપના ઘરે E-Memo આવશે, જેના ભાગ રૂપે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ ટ્રાફિક પોલીસ ચોકી પરથી આ AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પોલીસ કેમેરામાં ફોટો પાડીને મેમો આપશે કેમેરામાં હેલ્મેટ વિના, ત્રીપલ સવારી, રોંગ સાઇડ જેવા નિયમોનો ભંગના કેસના ફોટો આટોમેટિક ક્લીક થઇ જશે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અગાઉ ચાર રસ્તા પર સીસીટીવી, વાહનચેંકિગ કરીને મેમો આપતી હતી. પરંતુ, હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટીફિશયલ ટેકનોલોજીથી સજ્જ ડેશ કેમેરાની મદદથી મેમો આપવાની શરૂઆત કરી છે. આ કેમેરા હેલ્મેટ વિના જતા વાહનચાલકો, ત્રીપલ સવારી, રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને ટ્રેક કરીને ઓટોમેટિક ફોટો ક્લીક કરશે. જેના આધારે મેમો જનરેટ કરીને મોકલાશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારી થાય તે માટે પોલીસ દ્વારા ઇ-મેમો આપવાની સાથે વાહનચેકિંગ કરતા સમયે પણ મેમો ઇસ્યુ કરવા ઉપરાંત, સીસીટીવી કેમેરા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં સૌ પ્રથમવાર આર્ટીફિશયલ ઇન્ટેલીજન્સ ડેશ કેમેરાની મદદ ઇ-મેમો આપવાની શરૂઆત કરી છે. પોલીસ કમિશનર જી એસ મલિકે ડેશ કેમેરાથી સજ્જ ઇન્ટરસેન્ટર વાહનને ફ્લેગ ઓફ કરી હતી. AI બેઝ્ડ આ કેમેરા રસ્તા પર કાર જતી હોય ત્યારે રેકોર્ડીંગ મોડમાં હશે અને તે ત્રિપલ સવારી, હેલ્મેટ વિના જતા ટુ વ્હીલર ચાલક અને રોંગ સાઇડમાં જતા વાહનો ટ્રેક કરી ફોટો ક્લીક કરશે. ડેશ કેમેરાથી ક્લીક થયેલો ફોટો અને રેકોર્ડીંગ ક્લાઉડ સર્વર પર જશે અને ત્યાંથી એનઆઇસીના સર્વર પર જશે. બાદમાં ટ્રાફિક સીસીટીવી કંટ્રોલરૂમમાં વેરિફાઇ કરાયા બાદ વન નેશન વન ચલણ હેઠળ ઇ-મેમો વાહનચાલક મોકલાશે. આ માટે એસએમએસથી જાણ પણ કરાશે. પોલીસ એસ જી હાઇવે-1 અને એસ જી હાઇવે-2 ટ્રાફિક પોલીસમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતા. જેમાં નોંધપાત્ર સફળતા મળી હતી. આગામી સમયમાં આ કેમેરામાં નો પાર્કિંગ તેમજ ઓવર સ્પીડ જેવા ટ્રાફિક નિયમના ભંગના ગુનાને ટ્રેક કરતા સેન્સર ઉમેરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો તોડ્યા તો હવે તમારી ખેર નથી. અમદાવાદની ટ્રાફિક પોલીસ AI કેમેરાથી સજ્જ થઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર તરફથી ટ્રાફિક પોલીસને 32 જેટલા AI કેમેરા આપવામાં આવ્યા છે. જે સતત ટ્રાફિક પર બાજ નજર રાખી રહ્યા છે. જો હવે આપ ટ્રાફિક નિયમોનું પાલન ના કર્યું તો AI કેમેરામાં કેદ થશો અને આપના ઘરે E-Memo આવશે, જેના ભાગ રૂપે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ ટ્રાફિક પોલીસ ચોકી પરથી આ AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ કેમેરામાં ફોટો પાડીને મેમો આપશે
કેમેરામાં હેલ્મેટ વિના, ત્રીપલ સવારી, રોંગ સાઇડ જેવા નિયમોનો ભંગના કેસના ફોટો આટોમેટિક ક્લીક થઇ જશે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અગાઉ ચાર રસ્તા પર સીસીટીવી, વાહનચેંકિગ કરીને મેમો આપતી હતી. પરંતુ, હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટીફિશયલ ટેકનોલોજીથી સજ્જ ડેશ કેમેરાની મદદથી મેમો આપવાની શરૂઆત કરી છે. આ કેમેરા હેલ્મેટ વિના જતા વાહનચાલકો, ત્રીપલ સવારી, રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને ટ્રેક કરીને ઓટોમેટિક ફોટો ક્લીક કરશે. જેના આધારે મેમો જનરેટ કરીને મોકલાશે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારી થાય તે માટે પોલીસ દ્વારા ઇ-મેમો આપવાની સાથે વાહનચેકિંગ કરતા સમયે પણ મેમો ઇસ્યુ કરવા ઉપરાંત, સીસીટીવી કેમેરા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં સૌ પ્રથમવાર આર્ટીફિશયલ ઇન્ટેલીજન્સ ડેશ કેમેરાની મદદ ઇ-મેમો આપવાની શરૂઆત કરી છે. પોલીસ કમિશનર જી એસ મલિકે ડેશ કેમેરાથી સજ્જ ઇન્ટરસેન્ટર વાહનને ફ્લેગ ઓફ કરી હતી. AI બેઝ્ડ આ કેમેરા રસ્તા પર કાર જતી હોય ત્યારે રેકોર્ડીંગ મોડમાં હશે અને તે ત્રિપલ સવારી, હેલ્મેટ વિના જતા ટુ વ્હીલર ચાલક અને રોંગ સાઇડમાં જતા વાહનો ટ્રેક કરી ફોટો ક્લીક કરશે. ડેશ કેમેરાથી ક્લીક થયેલો ફોટો અને રેકોર્ડીંગ ક્લાઉડ સર્વર પર જશે અને ત્યાંથી એનઆઇસીના સર્વર પર જશે. બાદમાં ટ્રાફિક સીસીટીવી કંટ્રોલરૂમમાં વેરિફાઇ કરાયા બાદ વન નેશન વન ચલણ હેઠળ ઇ-મેમો વાહનચાલક મોકલાશે. આ માટે એસએમએસથી જાણ પણ કરાશે. પોલીસ એસ જી હાઇવે-1 અને એસ જી હાઇવે-2 ટ્રાફિક પોલીસમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતા. જેમાં નોંધપાત્ર સફળતા મળી હતી. આગામી સમયમાં આ કેમેરામાં નો પાર્કિંગ તેમજ ઓવર સ્પીડ જેવા ટ્રાફિક નિયમના ભંગના ગુનાને ટ્રેક કરતા સેન્સર ઉમેરવામાં આવશે.