Gujarat: 2021માં ક્ષત્રિય સમાજની માંગ પૂર્ણ ના થતા ફરી થશે આંદોલન ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી હોય કે કોંગ્રેસ તમામ તૈયારીઓ આરંભી દીધી છે એવામાં હવે ક્ષત્રિય આંદોલન ફરી વેગ પકડે તેવી શક્યતા જોવાઇ રહી છે.કારણ કે 2021માં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માંગ પૂર્ણ ના થતા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ સરકારને પત્ર લખી યાદ અપાવ્યું છે. શું ફરી સક્રિય થશે ક્ષત્રિય આંદોલન ક્ષત્રિયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરશે એન્ટી બીજેપી વોટિંગ ? સીએમ ને પત્ર લખી જૂની માંગોને લઈને કરી રજૂઆત,માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં કાર્યક્રમ આપશે ક્ષત્રિય સમાજ જેને લઈ ચર્ચાઓએ જોર પકડયું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે એવામાં બીજેપી ને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.કારણ કે ફરી એક વખત ક્ષત્રિયો સક્રિય થયા છે. માંગ નથી થઈ સંતોષાઈ વર્ષ 2021માં સરકારમાં સંગઠન સ્થાન કેટલીક સમાજિક જરૂરિયાત પૂર્ણ કરવા સહિતના મુદ્દામાં જે માંગ કરાઈ હતી અને એ પૂર્ણ નાં થતાં ફરી એક વખત પત્ર લખી માંગણીઓ કરવામાં આવી છે અને એ માંગ મુદ્દે સરકાર વાટાઘાટો નહિ કરે તો આગામી કાર્યક્રમ આપશે ક્ષત્રિય સંકલન સમિતિ.પુરષોત્તમ રૂપાલા ને લઈ ને હજી પણ ક્ષત્રિયોમાં નારાજગી છે.હજી પણ રૂપાલા બફાટ કરતા હોવાનું ક્ષત્રિય કહી રહ્યા છે થોડા સમય પહેલા જ ભગવાન રામ ને લઈને નિવેદનો કર્યા હતા. સ્વરાજ્યની ચૂંટણીમાં દેખાશે અસર ? અગાઉની અસ્મિતાની લડાઇ યથાવત રહેશે.તેવું પણ કહી રહ્યા છે.મહત્વની બાબત એ પણ છે કે લોકસભા ચૂંટણીમાં વોટિંગ સંખ્યા વધારે હોય જેથી તેમાં ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઈ નહોતી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેની અસર ચોક્કસ દેખાય.તો આ તરફ ભાજપ કહી રહ્યું છે કે કોઈ અસર દેખાવાની નથી.ક્ષત્રિય એમને મત આપશે ભાજપનાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે અને જીતશે પણ ખરા,ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થમાં વોટ મારજીન ઓછું હોય છે ત્યારે ભાજપને આંતરિક ચિંતા પેઠી છે અને તેના કારણે ગ્રામીણ લેવલ પર કેવી રીતે ડેમેજ કન્ટ્રોલ કરવું તેને લઈને કામગીરી શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી હોય કે કોંગ્રેસ તમામ તૈયારીઓ આરંભી દીધી છે એવામાં હવે ક્ષત્રિય આંદોલન ફરી વેગ પકડે તેવી શક્યતા જોવાઇ રહી છે.કારણ કે 2021માં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માંગ પૂર્ણ ના થતા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ સરકારને પત્ર લખી યાદ અપાવ્યું છે.
શું ફરી સક્રિય થશે ક્ષત્રિય આંદોલન
ક્ષત્રિયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરશે એન્ટી બીજેપી વોટિંગ ? સીએમ ને પત્ર લખી જૂની માંગોને લઈને કરી રજૂઆત,માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં કાર્યક્રમ આપશે ક્ષત્રિય સમાજ જેને લઈ ચર્ચાઓએ જોર પકડયું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે એવામાં બીજેપી ને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.કારણ કે ફરી એક વખત ક્ષત્રિયો સક્રિય થયા છે.
માંગ નથી થઈ સંતોષાઈ
વર્ષ 2021માં સરકારમાં સંગઠન સ્થાન કેટલીક સમાજિક જરૂરિયાત પૂર્ણ કરવા સહિતના મુદ્દામાં જે માંગ કરાઈ હતી અને એ પૂર્ણ નાં થતાં ફરી એક વખત પત્ર લખી માંગણીઓ કરવામાં આવી છે અને એ માંગ મુદ્દે સરકાર વાટાઘાટો નહિ કરે તો આગામી કાર્યક્રમ આપશે ક્ષત્રિય સંકલન સમિતિ.પુરષોત્તમ રૂપાલા ને લઈ ને હજી પણ ક્ષત્રિયોમાં નારાજગી છે.હજી પણ રૂપાલા બફાટ કરતા હોવાનું ક્ષત્રિય કહી રહ્યા છે થોડા સમય પહેલા જ ભગવાન રામ ને લઈને નિવેદનો કર્યા હતા.
સ્વરાજ્યની ચૂંટણીમાં દેખાશે અસર ?
અગાઉની અસ્મિતાની લડાઇ યથાવત રહેશે.તેવું પણ કહી રહ્યા છે.મહત્વની બાબત એ પણ છે કે લોકસભા ચૂંટણીમાં વોટિંગ સંખ્યા વધારે હોય જેથી તેમાં ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઈ નહોતી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેની અસર ચોક્કસ દેખાય.તો આ તરફ ભાજપ કહી રહ્યું છે કે કોઈ અસર દેખાવાની નથી.ક્ષત્રિય એમને મત આપશે ભાજપનાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે અને જીતશે પણ ખરા,ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થમાં વોટ મારજીન ઓછું હોય છે ત્યારે ભાજપને આંતરિક ચિંતા પેઠી છે અને તેના કારણે ગ્રામીણ લેવલ પર કેવી રીતે ડેમેજ કન્ટ્રોલ કરવું તેને લઈને કામગીરી શરૂ કરી છે.