Surendranagar: વઢવાણના દેદાદરામાં ઝાલાવાડના વર્ષના અંતિમ ભાતીગળ મેળાની મોજ માણિગરોએ માણી

વઢવાણ તાલુકાના દેદાદરા ગામે ભાદરવી અમાસે મેળો ભરાય છે. શ્રાવણ માસમાં થયેલા મેળાની શરૂઆત બાદ ઝાલાવાડનો આ વર્ષનો આ અંતીમ મેળો માનવામાં આવે છે. દેદાદરાના ગંગવા કુંડમાં ભાદરવા માસની અમાસે ગંગાજીની ધાર થતી હોવાથી કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ રહેલુ છે.વઢવાણ તાલુકાના દેદાદરા ગામે 10મી સદીનું પ્રાચીન શિલ્પ સ્થાપત્ય ધરાવતો ગંગવો કુંડ આવેલો છે. આ કુંડમાં સાત કોઠા અને આઠમી કોઠી છે. ભાદરવા માસની અમાસે કુંડમાં ગંગાજીની ધાર થતી હોવાની માન્યતા હોવાથી ભાદરવી અમાસે કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ રહેલુ છે. પુરાતત્વ વિભાગ હસ્તકના આ ઐતિહાસીક કુંડ પાસે દધીચી ઋષીનો આશ્રામ પણ આવેલો છે. ત્યારે તા. 2જી ઓકટોબરને બુધવારે ભાદરવી અમાસ પર્વે દેદાદરામાં પરંપરાગત લોકમેળો યોજાયો હતો. ગ્રામજનોના જણાવાયા મુજબ 45 વર્ષ પહેલા આ કુંડને સાફ કરવા માટે 18 એન્જીન મશીન અને બોરવેલ મુકાયા હતા. પરંતુ પાંચમા કોઠાથી એક ઈંચ જેટલુ પાણી પણ નીચે ઉતર્યુ ન હતુ. બુધવારે યોજાયેલ લોકમેળામાં દેદાદરા તથા આસપાસના ગામોમાંથી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને કુંડમાં સ્નાન કરવાનો લહાવો લઈ મેળાની મોજ માણી હતી. આ મેળામાં દેદાદરા ઉપરાંત આસપાસના વાડલા, ઝાંપોદડ, કોઠારીયા, વરસાણી, તાવી, ભડવાણા, તલસાણા, દેવળીયા, તલવણી, ભાથરીયા, ઝમર, બજરંગપુરા, લખતર, અણીન્દ્રા, બાળા, રાજપર સહિતના ગામોના 15 હજારથી વધુ લોકોએ મેળાને માણ્યો હતો. આ ઉપરાંત દેદાદરાના વતની પરિવારો દર વર્ષે ભાદરવા માસની અમાસે મેળો માણવા વતન પણ આવે છે.

Surendranagar: વઢવાણના દેદાદરામાં ઝાલાવાડના વર્ષના અંતિમ ભાતીગળ મેળાની મોજ માણિગરોએ માણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વઢવાણ તાલુકાના દેદાદરા ગામે ભાદરવી અમાસે મેળો ભરાય છે. શ્રાવણ માસમાં થયેલા મેળાની શરૂઆત બાદ ઝાલાવાડનો આ વર્ષનો આ અંતીમ મેળો માનવામાં આવે છે. દેદાદરાના ગંગવા કુંડમાં ભાદરવા માસની અમાસે ગંગાજીની ધાર થતી હોવાથી કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ રહેલુ છે.

વઢવાણ તાલુકાના દેદાદરા ગામે 10મી સદીનું પ્રાચીન શિલ્પ સ્થાપત્ય ધરાવતો ગંગવો કુંડ આવેલો છે. આ કુંડમાં સાત કોઠા અને આઠમી કોઠી છે. ભાદરવા માસની અમાસે કુંડમાં ગંગાજીની ધાર થતી હોવાની માન્યતા હોવાથી ભાદરવી અમાસે કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ રહેલુ છે. પુરાતત્વ વિભાગ હસ્તકના આ ઐતિહાસીક કુંડ પાસે દધીચી ઋષીનો આશ્રામ પણ આવેલો છે. ત્યારે તા. 2જી ઓકટોબરને બુધવારે ભાદરવી અમાસ પર્વે દેદાદરામાં પરંપરાગત લોકમેળો યોજાયો હતો. ગ્રામજનોના જણાવાયા મુજબ 45 વર્ષ પહેલા આ કુંડને સાફ કરવા માટે 18 એન્જીન મશીન અને બોરવેલ મુકાયા હતા. પરંતુ પાંચમા કોઠાથી એક ઈંચ જેટલુ પાણી પણ નીચે ઉતર્યુ ન હતુ. બુધવારે યોજાયેલ લોકમેળામાં દેદાદરા તથા આસપાસના ગામોમાંથી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને કુંડમાં સ્નાન કરવાનો લહાવો લઈ મેળાની મોજ માણી હતી. આ મેળામાં દેદાદરા ઉપરાંત આસપાસના વાડલા, ઝાંપોદડ, કોઠારીયા, વરસાણી, તાવી, ભડવાણા, તલસાણા, દેવળીયા, તલવણી, ભાથરીયા, ઝમર, બજરંગપુરા, લખતર, અણીન્દ્રા, બાળા, રાજપર સહિતના ગામોના 15 હજારથી વધુ લોકોએ મેળાને માણ્યો હતો. આ ઉપરાંત દેદાદરાના વતની પરિવારો દર વર્ષે ભાદરવા માસની અમાસે મેળો માણવા વતન પણ આવે છે.