Porbandarમા શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા મધ દરિયે ધ્વજવંદન કરાયું,જુઓ Video
દેશભરમા આજે 78માં સ્વતંત્રા પર્વની ધામધૂમથી થઈ રહી છે ઉજવણી પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ કલબ દ્રારા દરિયામાં ત્રિરંગો લહેરાવ્યો બાળકો,મહિલાઓ અને વૃદ્ધોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પોરબંદરમાં 78માં સ્વતંત્રા દિવસની ઉજવણીના ભગરૂપે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ વંદન કરવામાં આવે છે, ભારે તોફાની મોજા હોવા છતા સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખી છે.પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે સંસ્થાના મેમ્બરો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ ધ્વજને સલામી આપે છે. મધ દરિયે લહેરાવ્યો ધ્વજ આજે આ ગ્રુપ દ્રારા મધ દરિયે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગાન ગાઈ સલામી આપી હતી.લગાતાર 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવતા મેમ્બરો ગૌરવની લાગણી અનુભવે છે.આજે ખાસ સમુદ્રમાં ધ્વજવંદન કરવા માટે દુબઇથી જુના પોરબંદરના રહેવાસી આવ્યા હતા અને પ્રથમ વખત સમુદ્રમાં ધ્વજવંદન કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.પોરબંદરના મધ દરિયે ક્લબના મેમ્બરો અને સ્થાનિકો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. 25 વર્ષથી કરાય છે ધ્વજવંદન પોરબંદરમાં આજે સ્વતંત્રતા પર્વને લઈ મધ દરિયે ધ્વજ વંદન કરાયું હતુ,એક તરફ દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યાં છે,બીજી તરફ દિલમાં દેશભકિત છે,ત્યારે ઘૂઘવતા દરિયાની વચ્ચે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો હતો,શ્રીરામ ગ્રુપ દ્રારા છેલ્લા 25 વર્ષથી દરિયાની વચ્ચોવચ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને ત્રિરંગાને સલામી આપવમાં આવે છે. આ પ્રસંગે પોરબંદર ચોપાટી ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓની સાથે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. નડિયાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યુ ધ્વજવંદન નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે સવારે 9 વાગ્યે ધ્વજવંદન કર્યું છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. જેમાં 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ થશે. જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દેશભરમા આજે 78માં સ્વતંત્રા પર્વની ધામધૂમથી થઈ રહી છે ઉજવણી
- પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ કલબ દ્રારા દરિયામાં ત્રિરંગો લહેરાવ્યો
- બાળકો,મહિલાઓ અને વૃદ્ધોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
પોરબંદરમાં 78માં સ્વતંત્રા દિવસની ઉજવણીના ભગરૂપે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ વંદન કરવામાં આવે છે, ભારે તોફાની મોજા હોવા છતા સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખી છે.પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે સંસ્થાના મેમ્બરો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ ધ્વજને સલામી આપે છે.
મધ દરિયે લહેરાવ્યો ધ્વજ
આજે આ ગ્રુપ દ્રારા મધ દરિયે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગાન ગાઈ સલામી આપી હતી.લગાતાર 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવતા મેમ્બરો ગૌરવની લાગણી અનુભવે છે.આજે ખાસ સમુદ્રમાં ધ્વજવંદન કરવા માટે દુબઇથી જુના પોરબંદરના રહેવાસી આવ્યા હતા અને પ્રથમ વખત સમુદ્રમાં ધ્વજવંદન કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.પોરબંદરના મધ દરિયે ક્લબના મેમ્બરો અને સ્થાનિકો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
25 વર્ષથી કરાય છે ધ્વજવંદન
પોરબંદરમાં આજે સ્વતંત્રતા પર્વને લઈ મધ દરિયે ધ્વજ વંદન કરાયું હતુ,એક તરફ દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યાં છે,બીજી તરફ દિલમાં દેશભકિત છે,ત્યારે ઘૂઘવતા દરિયાની વચ્ચે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો હતો,શ્રીરામ ગ્રુપ દ્રારા છેલ્લા 25 વર્ષથી દરિયાની વચ્ચોવચ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને ત્રિરંગાને સલામી આપવમાં આવે છે. આ પ્રસંગે પોરબંદર ચોપાટી ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓની સાથે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
નડિયાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યુ ધ્વજવંદન
નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે સવારે 9 વાગ્યે ધ્વજવંદન કર્યું છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. જેમાં 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ થશે. જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ થશે.