Ahmedabad: નિકોલ ગામથી ખોડિયાર મંદિર વચ્ચે સ્ટ્રોમ વોટર લાઈનમાં ભંગાણ પડયું
નિકોલ વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી રોડ રસ્તાની કામગીરીના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે જ્યાં ત્યાં કામગીરી શરૂ તો કરવામાં આવે છે પણ તેના પર જરૂરી પગલાં ભરવામાં ન આવતાં લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.નિકોલ ગામથી ખોડિયાર મંદિર સુધીના રોડ પર ઘણાં સમયથી કથડી ગયેલી હાલતમાં હતો. જેના પર હવે ગટર લાઈન અને સ્ટ્રોમ વોટર લાઈન માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે તેમાં અચાનક ભંગાણ સર્જાતા ગંદું પાણી બહાર આવવા લાગ્યું છે. જેના કારણે લોકોની હાલાકી વધી ગઈ છે. બીજી તરફ ગંદુ પાણી બહાર આવવાના કારણે રિપેરિંગની કામગીરી પણ અટકી ગઈ છે. આ અંગે શિવધારા સોસાયટી અને આસપાસના સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, લાંબા સમયથી રોડના રિપેરિંગ અંગે ફરિયાદ કરવામાં આવી રહી હતી. જેની કામગીરી હજી શરૂ થાય તે પહેલાં સ્ટ્રોમ વોટર અને ગટરની લાઈન નાખવા માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે છેલ્લા 3 દિવસથી તેમાં ભંગાણ પડયું છે. આ કારણે કામ અટકી ગયું છે. આ માટેના કોન્ટ્રાક્ટરો કામ મૂકીને જતાં રહ્યા છે અને જેના કારણે ગંદુ પાણી બહાર આવે છે અને પુષ્કળ દુર્ગંધ મારે છે. આ અંગે ફરિયાદ કરવા છતાં પણ કોઈ જ ફરિયાદ ધ્યાને લઈ રહ્યું નથી. આ રોડ પરથી નિકોલ, નરોડા તેમજ ઠક્કરબાપા તરફ જતાં લોકો અવરજવર કરે છે. તેમ છતાં તેનું ઘ્યાન આપવામાં આવી રહ્યું નથી. સ્થાનિકોએ રોડની કામગીરી અને ગટરની સમસ્યાનું નિરાકરણ સમયસર થાય તેવી સ્થાનિકોની માગણી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નિકોલ વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી રોડ રસ્તાની કામગીરીના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે જ્યાં ત્યાં કામગીરી શરૂ તો કરવામાં આવે છે પણ તેના પર જરૂરી પગલાં ભરવામાં ન આવતાં લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.
નિકોલ ગામથી ખોડિયાર મંદિર સુધીના રોડ પર ઘણાં સમયથી કથડી ગયેલી હાલતમાં હતો. જેના પર હવે ગટર લાઈન અને સ્ટ્રોમ વોટર લાઈન માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે તેમાં અચાનક ભંગાણ સર્જાતા ગંદું પાણી બહાર આવવા લાગ્યું છે. જેના કારણે લોકોની હાલાકી વધી ગઈ છે. બીજી તરફ ગંદુ પાણી બહાર આવવાના કારણે રિપેરિંગની કામગીરી પણ અટકી ગઈ છે.
આ અંગે શિવધારા સોસાયટી અને આસપાસના સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, લાંબા સમયથી રોડના રિપેરિંગ અંગે ફરિયાદ કરવામાં આવી રહી હતી. જેની કામગીરી હજી શરૂ થાય તે પહેલાં સ્ટ્રોમ વોટર અને ગટરની લાઈન નાખવા માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે છેલ્લા 3 દિવસથી તેમાં ભંગાણ પડયું છે. આ કારણે કામ અટકી ગયું છે. આ માટેના કોન્ટ્રાક્ટરો કામ મૂકીને જતાં રહ્યા છે અને જેના કારણે ગંદુ પાણી બહાર આવે છે અને પુષ્કળ દુર્ગંધ મારે છે. આ અંગે ફરિયાદ કરવા છતાં પણ કોઈ જ ફરિયાદ ધ્યાને લઈ રહ્યું નથી. આ રોડ પરથી નિકોલ, નરોડા તેમજ ઠક્કરબાપા તરફ જતાં લોકો અવરજવર કરે છે. તેમ છતાં તેનું ઘ્યાન આપવામાં આવી રહ્યું નથી. સ્થાનિકોએ રોડની કામગીરી અને ગટરની સમસ્યાનું નિરાકરણ સમયસર થાય તેવી સ્થાનિકોની માગણી છે.